આ પાન છે બવાસીર, સોજા, સાંધાના દુઃખાવાને કાયમી દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, ચામડી અને હાડકાની ઈજામાં પણ અસરકારક..

આકડાનો છોડ એ આપણા દરેકના ઘરની આસપાસ ઉગેલો જોવા મળે છે. મોટાભાગના લોકો તેને નકામો માનતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આકડાના પાન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. એકદમ સાચું કે આકડાના પાનને ભારતીય ગામડાઓમાં ગઠીયા અને હાડકાઓના સોજાને ઓછો કરવા માટે ઉપયોગ કરે છે. 

ઉપરાંત તે સ્કીનમાં ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, ડાયાબિટીસના દર્દીએ સવારે આકડાના પાનને પગની નીચે રાખીને મોજા પહેરી, થોડી કલાકો સુધી એમ જ રહેવા દો. તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય આકડાના પાનનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તેના ઘણા ફાયદાઓ છે ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

આકડાના પાનના ઉપયોગ અને ફાયદાઓ : 1) બવાસીરમાં : બવાસીરમાં આકડાના પાનનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. આ માટે તમારે આકડાના પાનને તડકે સુકવવાના છે અને બાળીને તેનો ધુમાડો લેવાનો છે. તે બવાસીરના દુઃખાવા અને ખંજવાળમાં રાહત આપે છે. ઘણા લોકો તેના પાનને પીસીને તેનો લેપ બનાવીને ઉપયોગ કરે છે.

2) સોજાને : આયુર્વેદમાં આકડાના પાનને એન્ટી ઇન્ફલેમેટરી માનવામાં આવે છે. તે કોઈ પણ દુઃખાવાને ઓછો કરી શકે છે અને દર્દ ઓછું કરે છે. જો તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ દર્દ છે સોજો છે તો આકડાના પાનનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવા માટે પહેલા તેના પાનને તવા પર ગરમ કરી લો. પછી તેના પર તલનું તેલ, સરસવનું તેલ અથવા તો પીપરમીંટ ઓઈલ લગાવો. ગરમ થઈ ગયા પછી તેને સોજા વાળી જગ્યાએ મુકો. તેને બાંધવા માટે તમે કોટનના કપડાનો ઉપયોગ કરી શકો છો.

3) સાંધાના દુઃખાવા : સાંધાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે તમે આકડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે આકડાના પાનને પીસીને તેમાં મીઠું મિક્સ કરી લો. હવે તેને દર્દ વાળી જગ્યાએ લગાવો અને હળવા હાથે માલીશ કરો. બે થી ત્રણ દિવસ દરરોજ સવાર-સાંજ સુધી તેનો પ્રયોગ કરવાથી તમને સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

4) ધાધર અને ખંજવાળ : ધાધર એ કોઈ ફંગલ ઇન્ફેકશન અથવા તો કોઈ જીવાત કરડવાથી થાય છે. આ સિવાય લાંબા સમય સુધી કોઈ જગ્યા પર નમી રહેતી હોવાથી અથવા પરસેવો રહેવાથી ધાધરની સમસ્યા થાય છે. આ સમયે આકડાના પાનને પીસી લો, અને તેમાં તેના ફૂલનું દૂધ મિક્સ કરો. હવે તેને ધાધર પર લગાવો. તેનો એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ ઇન્ફેકશનને ઓછું કરવામાં તમારી મદદ કરે છે.

5) હાડકાઓની ઈજા : હાડકાઓની ઈજામાં જો આકડાના પાનથી શેક કરવામાં આવે તો તે હાડકાઓના દર્દને ઓછું કરવાની સાથે માંસપેશીઓના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. આ માટે આકડાના પાનને પહેલા ગરમ કરી લો, પછી દુઃખાવા વાળી જગ્યાએ હળદર અને ચૂનો મિક્સ કરીને લગાવી લો. હવે તેના પર આકડાના ગરમ પાન લગાવો. સવારે તમે જોશો કે હાડકાઓનો દુઃખાવો ઓછો થઈ જશે.

6) પગના દુઃખાવામાં અને એડીના દુઃખાવામાં : પગના દુઃખાવામાં અને એડીના દુઃખાવામાં પણ તમે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા ફ્રેશ એલોવેરા જેલ કાઢી લો. હવે હળદર અને એરંડિયું મિક્સ કરી લો. તમે સરસવના તેલ પણ ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તવાને ઉલટાવી નાખો અને તેના પર આકડાના પાન રાખો. પછી તમે જે પેસ્ટ તૈયાર કરી છે તેને દુઃખાવા વાળી જગ્યાએ લગાવો. હવે આકડાના ગરમ પાન તેના પર મુકો. તેની ઉપર કોઈ પટ્ટી બાંધી લો. તેને 4 કલાક રાખો. તમે જોશો કે તમારો દુઃખાવો ઘણો ઓછો થઈ જશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment