આપણા ઘરોમાં ઘણી વખત ભોજનની વસ્તુ જરૂર કરતા વધુ જ બની જાય છે, અને ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ જે સારી બાબત નથી. ખરેખર તો તે વધેલી વસ્તુઓ એટલી પણ ખરાબ હોતી નથી જેટલી આપણે વિચારીએ છીએ. તે વાસી હોવાના કારણે ભલે તમે તેને ખાઈ શકતા નથી, પરંતુ તેને બીજી બધી વસ્તુઓમાં ઉપયોગ કરી શકો છો, જેમ કે તમે અમુક વસ્તુથી તમારી ત્વચા માટે ફેસ માસ્ક અને શરીર માટે સ્ક્રબ બનાવી શકો છો. અને તેવી જ રીતે વાળ માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
આમ તમારા ઘરમાં વધેલ ચાના કૂચા અથવા શાકભાજી તથા ફળોની છાલથી તમે તમારા પગની એડીને સાફ કરી શકો છો. આ ઉપરથી માત્ર તમારે એટલું જ વિચારવાનું છે કે, ઓછામાં ઓછી વસ્તુ ફેંકી શકાય અને વધારેમાં વધારે વસ્તુઓનો ઉપયોગ કરી શકાય અને અમુક વસ્તુઓ એવી હોય છે જેનાથી તમે તમારા વાળને હેલ્ધી બનાવી શકો છો. તો ચાલો જાણીએ વધેલા ભોજનની વસ્તુથી વધારો સ્કિન અને વાળની સુંદરતા…
1 વધેલા ભાતનો ઉપયોગ : વાસી ભાત અથવા જ્યારે પણ ભાત વધારે બની જાય ત્યારે આપણે તેને ખાઈ શકતા નથી અને તેને ફેંકવાનો જીવ પણ ચાલતો નથી. પરંતુ તેની ફેંકવા સિવાય આપણી પાસે કોઈ જ બીજો વિકલ્પ હોતો નથી. એવી પરિસ્થિતિમાં તમે વધેલા ભાતનો તમારા વાળ માટે ઉપયોગ કરી શકો છો. તેની માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી, વધેલા ભાતને પાણી નાખીને ઉકળવા માટે મૂકો. જ્યારે તે ભાત ઉકળી જાય અને ઉપર સફેદ પાણી દેખાય ત્યારે ગેસ બંધ કરો. હવે તે પાણી તમે તમારા વાળમાં લગાવી શકો છો. અથવા તેનાથી માથું પણ ધોઈ શકો છો. ચોખાના પાણીમાં કાર્બોહાઈડ્રેટ અને ઈનોસીટોલ હોય છે. જે આપણા વાળ માટે ન્યુટ્રિશન્સનું કામ કરે છે, જેનાથી આપણા વાળ ખૂબ જ મજબૂત અને ભરાવદાર થઈ જાય છે.
2 વધારે પલાળેલા ઓટ્સનો ઉપયોગ : આપણે જ્યારે પણ ઓટ્સ બનાવીએ છીએ ત્યારે તેને લગભગ રાત્રે પલાળીને મૂકીએ છીએ, પરંતુ ઘણી વખત આપણે તેનો સવારે ઉપયોગ કરી શકતા નથી અથવા તો તેનો ઉપયોગ કર્યા પછી પણ તે વધી જાય છે, ત્યારે આપણે તેને ફેંકવા પડે છે. કારણ કે આગળના દિવસે પલાળેલા ઓટ્સ ખરાબ થઈ જાય છે ત્યારે તે ઓટ્સ ખાવા યોગ્ય રહેતા નથી. તેવી પરિસ્થિતિમાં તમે તેનો સ્કિન કેર માટે ઉપયોગ કરો. ચહેરા પર લગાવવાનો પેક તમે તેમાંથી બનાવી શકો છો અથવા તો બોડી સ્ક્રબની જેમ ઉપયોગ કરી શકો છો.
3 બાકી વધેલા ફળનો ઉપયોગ : વધેલા ફળને આપણે ફેંકવાનું કામ કરીએ છીએ કારણ કે તે વધુ પાકી ગયા હોય છે અથવા તો તેનો સ્વાદ ખરાબ થઈ ગયો હોય છે. ત્યારે તમે આ ફળને તમારી ત્વચા અને શરીર માટે ઉપયોગમાં લઈ શકો છો જેમ કે, વધુ પાકેલા કેળાને તમે છાલ સહિત સ્મેશ કરીને તેમાં મધ ઉમેરીને ફેસપેક બનાવી શકો છો.
= નારંગીને તમે સ્મેશ કરીને ફેસ સ્ક્રબ કરો અથવા બોડી સ્ક્રબની જેમ ઉપયોગમાં લઈ શકો છો.
= સફરજનને સ્મેશ કરીને તેનો જ્યૂસ કાઢીને તમે પગમાં લગાવી શકો છો. તે એન્ટી બેક્ટેરિયલનું કામ કરશે.
= તેમજ વધેલી કિવી અને એવોકાડો જે વઘેલા ફળનો પણ ફેસપેક બનાવીને અથવા બોડી સ્ક્રબ માટે ઉપયોગમાં લઈ શકો છો.
4 વધેલી રોટલીઓનો ઉપયોગ : વધેલી રોટલીને તમે ફેસ સ્ક્રબ અથવા બોડી સ્ક્રબમાં ઉપયોગમાં લઈ શકો છો. તેની માટે તમે ઝીણી ઝીણી રોટલી તોડીને તેમાં મધ અથવા દહીં ઉમેરીને ફેસ પર ઉપયોગમાં લઈ શકો છો. અને તમે બોડી સ્ક્રબ કરવા માટે તેમાં થોડું એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો અને તેનાથી તમારી સંપૂર્ણ બોડીની સફાઈ કરી શકો છો.
5 બગડેલું દૂધ અને દહીંનો ઉપયોગ : બગડેલું દૂધ અને દહીં તમારા વાળની સુંદરતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેને તમે હેરપેક અથવા ફેસપેક બનાવી શકો છો જેમ કે, દૂધ ખરાબ થઈ જાય ત્યારે તેનું પાણી બહાર કાઢો અને તેનું પનીર અલગ કરો પછી તે પાણીને સામાન્ય ગરમ કરો અને ઠંડુ થવા દો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરીને તે પાણીને તમારા વાળમાં લગાવો. તેમાં પ્રોટીન જોવા મળે છે જે આપણા વાળને જડથી મજબૂત કરવાનું કામ કરે છે અને ન્યુટ્રીશન આપવાનું કામ કરે છે. તેનાથી તમારા વાળ લાંબા અને જાડા થાય છે.
= દહીં ખરાબ થઈ જાય અથવા તો એ જૂનું થઈ ગયું હોય ત્યારે વધુ ખાટું થઈ જાય છે ત્યારે તમારા વાળમાં આ મિશ્રણને લગાવો. તે ખોપરીની સફાઈ કરવાની સાથે સાથે ખોડાથી છુટકારો આપે છે.
= ખૂબ જ ખાટું અને જૂનું દહીં ફેસપેકની જેમ ઉપયોગમાં લઈ શકો છો.
તો, આ 5 વસ્તુ નો તમે તમારા વાળ અને ચહેરા માટે ઉપયોગ કરી શકો છો,ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ વેસ્ટ હોતી નથી,બસ આપણે તેનો યોગ્ય ઉપયોગ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી