અનોખી ઘટનાઃ બકરીએ જ ઓળખ્યો પોતાનો માલિક ! વાંચો સંપૂર્ણ સરપ્રદ અહેવાલ.

રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે એક અજીબ ઘટના સામે આવી છે. જે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. જ્યારે ગામના સરપંચો અને પોલિસથી કોઈ વાત ન બની, ત્યારે બેજુબાન જાનવર બકરીએ જ પોતાના માટે ન્યાય કરીને લોકોને હેરાન કરી દીધા હતા.  

હકીકતમાં ઘટના ઉદયપુરના વલ્લભનગર તહસીલના ખેરોડા પોલીસ સ્ટેશનનો છે. જ્યાં બકરીના બે માલિક હોવાનો વિવાદિત કિસ્સો બહાર આવ્યો હતો. આ અંગે ખેરોડા પોલીસ સ્ટેશનની ટીમે બંને માલિકોને બકરીના બચ્ચા અને બકરીને લઈને હાજર રહેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બકરીએ પોતાના બચ્ચાની પાસે જઈને તેને દૂધ પીવડાવ્યું અને સંપૂર્ણ ઘટનાનો ખુલાસો કરી દીધો. 

વિગતે આ ઘટનાની વાત કરીએ તો, ખેરોદા પોલિસ સ્ટેશન હેઠળ ધોલાકોટ ગામમાં રહેનારા બાબરુ રાવતની બકરી જંગલમાં ચરવા ગઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. બાબરુ રાવતે જ્યારે પોતાના સ્તર પર બકરીને ગામ અને આસપાસના વિસ્તારમાં શોધી, ત્યાર બાદ તેના ગામથી 4 કિમી દૂર માસિંગપુરા ગામના ડાંગફલામાં બકરી હોવાની જાણકારી તેને મળી હતી.જ્યારે બાબરુ માસિંગપુરા ગામના ઉંકારલાલ રાવતના ઘરે પહોંચ્યો, તો તેની બકરી ત્યાં બાંધેલી જોવા મળી હતી. તે દરમિયાન ઉંકારલાલે બકરીને પોતાની ગણાવીને બાબરુને રવાના કરી દીધો. તેમ છંતા બાબરુએ હાર ન માની અને ગામના પંચોનો સહયોગ લીધો. પરંતુ તેમાં સફળતા મળી નહીં. ત્યાર બાદ બાબરુએ તેની ફરિયાદ ખેપોદા પોલિસ સ્ટેશનમાં કરી, જ્યાં પોલિસ કર્મીઓએ બાબરુ અને ઉંકારલાલના ઘરે બાંધેલા બકરીના બચ્ચા અને વિવાદિત બકરીના પોલિસ સ્ટેશનમાં બોલાવી. 

આ વાત પર બંને પક્ષોના ગ્રામીણ બકરી અને બકરીના બચ્ચાની સાથે ખેરોદા પોલિસ સ્ટેશન પહોંચી તે દરમિયાન પોલિસે પહેલાં બંનેને સમજાવ્યા, પરંતુ વાત બની નહીં. તેથી આ વાતનો નિર્ણય બકરી પર જ છોડી દેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં બંને પક્ષે પોતાની સહેમતી દર્શાવી હતી. ત્યાર બાદ પોલિસે બાબરુ અને ઉંકારના બંનેના બકરીના બચ્ચાને બકરીની વચ્ચે છોડી દીધા. આમ, કરવા પર બકરીએ બાબરુના બકરીના બચ્ચાની પાસે જઈને તેને સ્નેહ સાથે દૂધ પીવડાવ્યું. તો બીજી તરફ ઉંકારલાલના બકરીના બચ્ચાને માથુ મારીને દૂર હાટાવી લીધું. બકરીએ જાતે જ કરેલા ન્યાયને જોઈને લોકોને હેરાન કરી દીધા. પછી, પોલિસે પણ અસલી બકરીના માલિક બાબરુ રાવતને બકરી સોંપી દીધી. 

Leave a Comment