વોટ્સએપમાં થયો પ્રેમ, પ્રેમિકા લગ્ન કરવા ચાલીને પહોંચી 300 કિમી દૂર, પ્રેમીના ઘરે પહોંચી ઉડી ગયા હોંશ.

આજકાલના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પણ જાણીતા કે અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. તેમાં હવે મેસેજ એપ વોટ્સએપ પણ સામેલ થયું છે. જેમાં અજાણ્યા નંબર પરથી આવેલ મેસેજ પર વ્યક્તિ સાથે વાત કરે છે. ઘણા કિસ્સા એવા પણ છે કે, ચેટિંગ દ્વારા પ્રેમ થયો હોય અને લગ્ન કર્યા હોય. પરંતુ ઘણી વખત છેતરપિંડી થવાની ઘટના પણ બનતી હોય છે. તેવી જ એક ઘટના કાનપુરમાં બની છે. તો આજે એ ઘટના વિશે આ લેખમાં અમે તમને જણાવશું, માટે આ લેખને અંત સુધી વાંચો.

કાનપુરની એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. જેમાં એક છોકરી પોતાના વોટ્સએપ પ્રેમી સાથે લગ્ન કરવા માટે 300 કિમી દૂરનો સફર કરીને એકલા તેના ઘરે પહોંચી હતી. પરંતુ જ્યારે તેનો સામનો તેના પ્રેમી સાથે થયો, ત્યારે તે છોકરીના સપના તૂટી ગયા. એટલું જ નહિ, પરંતુ આ લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું, જ્યારે છોકરીએ પોતાના વોટ્સએપ પ્રેમીને છોડીને તેના મોટા ભાઈ સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, એલ.એલ.બી કરી રહેલી આ પ્રેમિકા અલ્પસંખ્યા ધરાવતા સમાજની છે, જ્યારે તેનો પ્રેમી હિંદુ સમાજનો છે. 

શાહજહાંપુરની રહેનારી સબીનાના પિતા એન્જિનિયર છે. સબીનાનું કહેવું છે કે, તેના પિતાએ તેની માતાના અવસાન બાદ બીજા લગ્ન કરી લીધા હતા. તે સાથે જ સબીનાનો આરોપ છે કે, તેની સૌતેલી માતા તેને માનસિક ત્રાસ આપે છે. સબીના અનુસાર, તેની દોસ્તી કાનપુરના પરૌલી ગામમાં રહેતા અમિત સાથે વોટ્સએપ પર થઈ હતી. સબીના શાહજહાંપુરથી 300 કિલોમીટર સફર કરીને બુધવારના રોજ પોતાના પ્રેમી અમિતને મળવા અને તેની સાથે લગ્ન કરવા માટે કાનપુરથી પરૌલી પ્રેમીના ઘરે ગઈ હતી. આ સફર દરમિયાન તેને ઘણા કિલોમીટર સુધી ચાલવું પડ્યું અને ત્યાર બાદ રસ્તા પરથી લોકોની મદદ લઈને બસની ટિકિટ ખરીદી. પરંતુ ત્યાં પહોંચીને તેને અમિત સગીર હોવાની જાણ થઈ, ત્યારે તેનું અમિત સાથે લગ્ન કરવાનું ભૂત ઉતરી ગયું. સબીનાની ઉંમર 24 વર્ષ છે અને અમિત તેનાથી 5 વર્ષ નાનો છે. ત્યાર બાદ સબીના અમિતના ઘરની બહાર જ અડ્ડો જમાવીને બેસી ગઈ હતી. 

સબીનાનું કહેવું છે કે, ‘હું અમિત સાથે લગ્ન કરવા માટે અહીં આવી હતી. તેના ઘરના સભ્યોએ જણાવ્યું કે, અમિત ઉંમરમાં મારાથી નાનો છે. તે સાથે જ તેના મોટાભાઈના લગ્ન થયા નથી. તેથી મેં કહ્યું કે, અમિતના મોટા ભાઇ સાથે હું લગ્ન કરવા માટે તૈયાર છું. પરંતુ હું મારા ઘરે પાછી નહીં જાવ. કારણ કે ત્યાં મારા જીવને જોખમ છે.’ બીના અનુસાર, ‘હવે હું અમિત સાથે નહીં, તો તેના મોટા ભાઈ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તે માટે હું હિંદુ ધર્મ અપનાવીને દેવી-દેવતાની પૂજા કરવા પણ તૈયાર છું. પણ બસ હું ઘરે પાછી જવા તૈયાર નથી.’ તેણે અમિતના ઘરના સભ્યો પર નિર્ણય છોડી દીધો. જો કે સબીનાનું સ્પષ્ટ કહેવું છે કે, ‘મારે ત્યાં(કાનપુર)આવવામાં આ લોકોની કોઈ ભૂલ નથી.’ 

ત્યાં જ અમિતનું કહેવું છે કે, મારી સબીના સાથે વોટ્સએપ પર દોસ્તી જરૂર થઈ હતી. પરંતુ લગ્નને લઈને કોઈ વાત થઈ ન હતી. અમિતનું કહેવું છે કે, સબીનાએ વોટ્સએપ પર પોતાનું નામ રિયા કહ્યું હતું. મારી તો ઉંમર જ નાની છે. સબીના તું તારા ઘરે જતી રહે. બીજાના ઘરની છોકરી આપણાં ઘરે આવે તો ચિંતા તો થાય જ. પરંતુ જ્યારે સબીનાના પરિવારે તેને પાછી લઈ જવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેઓએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. 

Leave a Comment