આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં ડાયાબિટીસ એક એવી બીમારી છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. જો કે તેને નાબુદ નથી કરી શકાતી પણ તેને કંટ્રોલ જરૂર કરી શકાય છે. આજે અમે તમને આ લેખમાં બ્લડ શુગર લેવલ કઈ રીતે ઘટાડી શકાય તેના વિશે વાત કરીશું. જેમાં માત્ર આ એક વસ્તુના સેવનથી ડાયાબિટીસ કંટ્રોલ થઇ શકે છે.
ડાયાબિટીસની સમસ્યા થાય ત્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે, બ્લડ શુગર લેવલને મેંટેન કરવામાં આવે. હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા એક સ્ટડીમાં એક એવી રીત શોધવામાં આવી છે જેમાં, ડાયાબિટીસથી જજૂમી રહેલા લોકોને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી શકે છે. જો તમે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી હોય તો જમવાના 10 મિનિટ પહેલા વ્હે પ્રોટીનનું સેવન કરી શકો છો. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે જમવાના 10 મિનિટ પહેલા વ્હે પ્રોટીનનો એક શોર્ટ પીવાથી હાઇપોગ્લાઇસીમિયાના જોખમને વધાર્યા વગર ડેલી બ્લડ શુગર લેવલને ઘટાડી શકાય છે.
એક સ્ટડીમાં ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યાથી જજૂમી રહેલા 18 લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ બધા લોકોને એક અઠવાડીયા સુધી જમ્યા પહેલા વ્હે પ્રોટીનનો શોર્ટ આપવામાં આવ્યો. સ્ટડી દરમિયાન બધા લોકોએ આ અનુભવ કર્યો કે, જમ્યા પહેલા વ્હે પ્રોટીન પીવાથી બ્લડ શુગર હેલ્થી લેવલમાં બન્યું રહે છે.ઓહયોના ક્લીવલેંડની ડો. ડાયના ઈસાકે જણાવ્યુ કે, જો વ્હે પ્રોટીનના સેવનથી લોકોનું બ્લડ શુગર લેવલ સાત દિવસ સુધી હેલ્થી લેવલમાં બન્યું રહે તો, તેનાથી ડાયાબિટીસ દરમિયાન થતી આંખ, કિડની અને નર્વસથી જોડાયેલી સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. જોકે, તેનાથી ફાયદાની પુષ્ટિ કરવા માટે ઘણા બીજા મોટા ટ્રાયલની જરૂરિયાત છે.
શું હોય છે ટાઈપ 2 ડાયાબિટીસ:- ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે- ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે પૈનક્રિયાઝ ખૂબ ઓછી માત્રામાં ઇન્સુલિનનું ઉત્પાદન કરતું હોય. ઇન્સુલિન એક એવું હાર્મોન હોય છે લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખે છે. તેમ જ ટાઈપ 1 ડાયાબિટીસમાં પૈનક્રિયાઝનું ઉત્પાદન બિલકુલ થતું નથી.ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સુલિનનું ઉત્પાદન ખૂબ ઓછી માત્રામાં થવાને કારણે બ્લડ શુગર લેવલ વધેલું જ રહે છે. જેનાથી વ્યક્તિના નર્વસ, આંખ, હ્રદય અને કિડનીના ડેમેજ થવાનું જોખમ રહે છે. ડો. ઈસાકે કહ્યું કે, ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. જોકે તે માટે તમારે ઘણી મહેનત અને ખૂબ મોંઘી દવાઓની જરૂર રહે છે. તેમણે કહ્યું કે, ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરવા માટે માત્ર ઓરલ મેડિકેશન જ જરૂરી નથી.
તેમ જ તે પણ જાણવા મળ્યું છે કે, વાસ્તવિક જીવનમાં માઇક્રો ન્યુટ્રિએંટ્સને અલગ ખાવા ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે બરીટો ખાઓ છો જેમાં ઘણી વસ્તુઓ મિક્સ હોય છે. તો તેને ખાધા પહેલા જો તમે પ્રોટીન ડ્રિંક પીઓ છો તો તેનાથી જમ્યા બાદ વધતું બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. ડોક્ટરના મત મુજબ, જો તમે પહેલા ફૈટ અને પછી કાર્બોહાઈડ્રેડનું સેવન કરો તો તેનાથી વધતું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
સ્ટડીમાં શું સુઝાવ આપવામાં આવ્યો:- ડોક્ટરે સ્ટડીમાં એ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે, ડાયાબિટીસના દર્દીઓના ટ્રીટમેંટ પ્લાનમાં દવાઓ વધારવાની જગ્યાએ લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આજકાલના સમયમાં દવાઓ ખૂબ જ મોંઘી થઈ ગયી છે. સાથે જ આ દવાઓની સાઈડ ઇફેક્ટ્સ પણ થાય છે. એવામાં લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને પણ તમને દવાઓની જેટલા જ ફાયદાઓ મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી