આ દેશી રોટલી ખાઈ ઘટાડો તમારું વજન અને ચરબી, જીમ ગયા વગર જ સડસડાટ ઓગળી જશે બધી જ ચરબી… જાણો બનાવવાની રીત અને ખાવાના ફાયદા…

દરેક લોકો પોતાનું વજન ઓછુ કરવા માંગે છે. આ માટે તેઓ પોતાની એક નિશ્ચિત ડાયટ ફોલો કરે છે. જો તમે પણ વજન વધારાથી પરેશાન છો તો અમે તમને આ લેખમાં લો કેલરી માટેની 3 પ્રકારની રોટલીઓ વિશે જણાવીશું. જેનું સેવન કરવાથી તમને લો કેલરી મળે છે અને તમારું વજન વધતું નથી. 

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે, તમારે વજન ઘટાડવા માટે તમારી ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલી કેલરીઝ લઈ રહ્યા છો તે એક મહત્વનો સવાલ છે. જો તમે પણ ઘઉંની રોટલીનું સેવન કરતાં હોય તો તમને જણાવી દઈએ કે તેમાં કેલરીઝની માત્ર ખૂબ વધારે હોય છે. ઘઉંની એક રોટલીમાં લગભગ 120 થી 150 કેલરીઝ હોય છે, જો તમે એક મિલમાં 2 થી 3 રોટલી ખાઓ છો અને આખા દિવસમાં 5 થી 6 રોટલી ખાઓ છો તો તમારું વજન વધતું જશે. માટે રોટલી ન ખાવી અથવા તો ઓછી ખાવી જોઈએ. આ લેખમાં તમને 3 હેલ્થી રોટલીની રેસીપી અને તેના ફાયદો વિષે જણાવીશું. બાજરાની રોટલી:- વજન ઘટાડવા માટે તમે બાજરાની રોટલીનું પણ સેવન કરી શકો છો. બાજરાની રોટલીમાં ઝીંક, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે ગુણ હોય છે જે ઘઉંના લોટની રોટલીથી વધારે હેલ્થી હોય છે. બાજરાની રોટલીમાં ફાઈબરની માત્રા વધારે હોય છે તો તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. 

બાજરાની રોટલી કઈ રીતે બનાવવી? :- બાજરીનો લોટ બાંધીને રોટલી બનાવી લો.  હવે લોટની રોટલી બનાવીને તાવડી પર રાખીને શેકી લો. તમે રોટલી શેકવા માટે એક ચમચી ઘી ઉપયોગમાં લઈ શકો છો. ગરમ રોટલીને તમે લીલી ચટણી અથવા ગોળ સાથે ખાઈ શકો છો. રાગી રોટલી:- રાગી રોટલીમાં કેલ્શિયમ, આયરન, ફાઈબરની માત્ર સારી હોય છે. રાગીમાં ફાઈબરની માત્ર સારી હોય સે. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરયેલું રહે છે અને તમે બિંજ ઇટિંગથી બચી શકો છો. રાગીની રોટલીમાં એમીનો એસિડ હોય છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. રાગીની રોટલીમાં લગભગ 90 કેલરીઝ હોય છે. રાગીની રોટલી ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. 

રાગીની રોટલી કેવી રીતે બનાવવી? :- રાગીના લોટને બાંધીને 10 મિનિટ માટે મૂકી દેવો. રાગીના લોટની રોટલી બનાવતા પહેલા તમારે તેને 5 થી 10 મિનિટ રેસ્ટ જરૂર કરાવવો. ત્યારબાદ તમે રોટલી બનાવીને ધીમી આંચ પર શેકી લો. રોટલી તૈયાર થઈ જાય એટલે સલાડ અને સબ્જી સાથે તેને ખાઈ શકાય છે. ચણાના લોટની રોટલી:- ચણાના લોટની રોટલીનું સેવન પણ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ચણાનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. તમે રોટલી બનાવવા માટે મલ્ટિગ્રેન આટાની સાથે અડધો કપ ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવો. ચણાના લોટની રોટલીમાં લગભગ 90 થી 100 કેલરીઝ હોય છે. 

ચણાના લોટની રોટલી કેવી રીતે બનાવવી?:- તમે અડધા કપ ચણાના લોટને મલ્ટીગ્રેન લોટમાં મિક્સ કરો. પછી લોટ બાંધીને રોટલી બનાવી લો. પછી રોટલીને શેકયા બાદ, ચટણી કે સલાડ સાથે ખાવી. 

સામાન્ય રીતે લોકો ઘઉંની રોટલી જ ખાતા હોય છે. પરંતુ તે તમારું વજન વધારવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે માટે તમે અલગ અલગ પ્રકારની રોટલીઓમાંથી પોતાના માટે બેસ્ટ વિકલ્પ પસંદ કરી શકો છો. આ હેલ્થી વિકલ્પો સિવાય બદામની રોટલી અથવા જવારની રોટલી પણ તૈયાર કરી શકો છો, ઓટ્સની રોટલી પણ હેલ્થી વિકલ્પ છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment