મિત્રો આજકાલ કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહિ. તે નક્કી નથી કરી શકાતું. જેને આપણે ચહેરા પરથી માસુમ સમજતા હોઈએ છીએ, એ જ પાછળથી દગો કરે છે. એટલું જ નહિ હવે તો આ ચોર પણ બહુ ચાલાક થઈ ગયા છે. તેઓ પણ આપણા જ ઘરમાં કોઈ સંબંધ બાંધીને રહે છે અને મોક્કો મળતા જ ઘરમાંથી લુંટ કરીને ભાગી જાય છે. આવા સમયે કોના પર વિશ્વાસ કરી શકાય. તે કહેવું ખુબ મુશ્કેલ છે. આવી જ એક ઘટના અંગે અમે તમને જણાવીશું જેમાં લગ્ન ત્રણ મહિના પછી સાસરેથી લાખો રૂપિયાની લુંટ કરીને બે દુલ્હન ભાગી ગઈ. ચાલો આ વિશે વધુ જાણી લઈએ.
ગ્વાલિયર શહેરથી બે લુંટેરી દુલ્હનની ચાલાકી સામે છે. બંને દુલ્હન ઉજ્જૈનની રહેવાસી છે. બંને એ 3 મહિના પહેલા કપડાના વ્યવસાયી બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા, બે મહિના પછી જ ઘરથી 8 લાખ રૂપિયાના ઘરેણા અને 7 લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ.પીડિત વ્યવસાયી એ બિલૌઆ પોલીસ સ્ટેશનમાં બંને દુલ્હન, તેના ભાઈ સંદીપ મિત્તલ, સંબંધ કરાવનાર સહિત 6 લોકો પર એફઆઈઆર દર્જ કરાવી છે. લગ્ન સમયે જણાવવામાં આવ્યું હતું કે, તેના માતા પિતાનું અવસાન થઈ ગયું છે. લગ્ન કરાવવાના નામે 7 લાખ રૂપિયા પણ લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, એક દુલ્હનનો પહેલેથી જ એક પુત્ર હતો, ઉજ્જૈનમાં બંને વિરુદ્ધ છેતરપિંડીની એફઆઈઆર પહેલેથી જ દાખલ છે.
બિલૌઆ સ્ટેશન ક્ષેત્ર નિવાસી નાગેન્દ્ર જૈન કાપડના વેપારી છે. ડિસેમ્બર 2020 માં તેને નાના ભાઈઓ દીપક જૈન અને સુમિત જૈનના લગ્ન ઉજ્જૈન નિવાસી નંદની મિત્તલ તેમજ રીન્કી સાથે કરાવ્યા હતા, લગ્ન બંને છોકરીઓના ભાઈ સંદીપ મિત્તલની સામે નક્કી થયા હતા. આ સંબંધ સમાજના બાબુલાલ જૈન એ નક્કી કર્યો હતો. બંનેની જાતી વૈશ્ય વાણીયા જણાવાવમાં આવી હતી, લગ્ન પછી નંદની અને રીન્કી લગભગ 15 થી 20 દિવસ સુધી સાસરે રહી. પછી પિયર ચાલી ગઈ.ત્યાર પછી તે 9 જાન્યુઆરી 2021 એ પોતાના કથિત ભાઈઓ સંદીપ મિત્તલ અને આકાશ મિત્તલની સાથે આવી. થોડી વાર સસરાના રૂમાં થોડી વાતો કરી. ત્યાંર પછી સસરાને હાર્ટ એટેક આવી ગયો. ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેની મૃત્યુ થઈ ગઈ. સસરાના 13 માં પછી બંને એ તબિયત ખરાબ થવાનું બહાનું કર્યું અને ઘર છોડીને ચાલી ગઈ.
ઘટનાની જાણ તે સમયે થઈ જ્યારે ઘણા દિવસો સુધી બંને પાછી ન આવી. દર વખતે આવવાની વાત કરતી રહી. ઘરના સભ્યોને શંકા થઈ કે અને રૂમની ચકાસણી કરવામાં આવી. તો જાણવા મળ્યું કે, તે બંને ઘરના બધા ઘરેણા અને 7 લાખ રૂપિયા લઈ ગઈ છે. ઘરેણાની કિંમત લગભગ 8 લાખ રૂપિયા હતા.
ઘણી વખત બોલાવા છતાં ન આવી, તો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું, જાણવા મળ્યું કે તે પહેલેથી જ પરણિત હતી. નંદનીનો એક પુત્ર પણ છે, અને તેની ફેસબુક આઈડી નંદની પ્રજાપતિ અને ટીના યાદવના નામથી છે. જ્યારે રીન્કી મિત્તલની ફેસબુક આઈડી રીન્કી પ્રજાપતિના નામથી છે.સંદીપ મિત્તલની આઈડી સંદીપ શર્મા અને ભાભી રીના મિત્તલની આઈડી રીના ચંડેલ અને બીજા ભાઈ આકાશ મિત્તલની આઈડી આકાશ મરાઠાના નામથી મળી છે. જાણવા મળે છે કે, ઉજ્જૈનમાં બંને દુલ્હનોની સાથે તેના સાથીદાર પર લગ્નના નામ પર છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવ્યો છે.
પીડિત વ્યવસાયી એ જણાવ્યું છે કે, લગ્ન ઇન્દોર નિવાસી બાબુ લાલ જૈને કરાવ્યા હતા અને જણાવ્યું હતું કે, 2012 માં તુફાન આવવાથી નંદની અને રીન્કીના પિતાનું અવસાન થઈ ગયું છે. આથી બંને તરફનો લગ્નનો ખર્ચ ઉઠાવતા અમે તેમને 7 લાખ રૂપિયા કેશ આપ્યા હતા. પોલીસે રીન્કી, નંદની, આકાશ, સંદીપ, રીના અને બાબુલાલ જૈન વિરુદ્ધ મામલો દર્જ કરી લીધો છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી