ટુવાલ ધોતી વખતે પાણીમાં મિક્સ કરી દો આ 2 વસ્તુઓ, ઓછી મહેનતે દુર્ગંધ અને કીટાણું બંને નીકળી જશે.

મિત્રો આપણે અમુક કપડાઓ હોય છે જેને દરરોજ નથી ધોતા હોતા. પણ 8-10 દિવસે ધોઈએ છીએ. ત્યારે તેવા કપડાઓને સ્વચ્છ કરવા માટે આપણે વધુ મહેનત કરવી પડે છે. તેમજ તેને ધોવા માટે આપણે બ્લીચીંગ, વધુ પાવડર, તેમજ ગળીનો ઉપયોગ કરીએ છીએ. આવા કપડાઓમાં ટુવાલ છે, નેપકીન છે, વગેરે. પણ જો તમે આવા કપડાઓ ધોતી વખતે તેમાં આ 2 વસ્તુઓ મિક્સ કરી દેશો તો તેમાંથી આવતી દુર્ગંધ અને કીટાણું દુર થઈ જશે.

ટુવાલ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે સૌ દરરોજ કરીએ છીએ. તેમજ સ્નાન કર્યા પછી ચહેરો અને શરીર કોરું કરવા માટે તેને વાપરીએ છીએ. પણ તેને દરરોજ ધોઈ પણ નથી શકતા. આમ ટુવાલમાં થોડા સમય પછી દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તેને તડકે સુકવીએ છીએ. પણ ઘણી વખત તડકે સૂકવવા અને ધોવા છતાં પણ તેમાંથી દુર્ગંધ આવે છે.તો આજે અમે તમને ટુવાલ ધોવાની સાચી રીત વિશે જણાવશું. જો તમે પોતાનો ટુવાલ આ રીતે ધોશો તો તેમાંથી દુર્ગંધ પણ નહિ અને ન તો કોઈ કીટાણું રહેશે. આ રીતે ધોવાથી તમને ગંદા ટુવાલના ઉપયોગથી થતી સ્કીન સમસ્યાથી પણ બચી શકશો.

વ્હાઈટ વિનેગર અને બેકિંગ સોડા : આ બે વસ્તુઓ એવી છે જે તમારા ટુવાલને દુર્ગંધ રહિત અને કીટાણુંથી મુક્ત થઈ જશે. વિનેગરમાં રહેલ એસીટીક એસિડ જર્મ્સ મારવાનું કામ કરે છે અને જ્યારે બેકિંગ સોડાનો ખાર ગુણ ગંદકી અને તેલ દુર કરવામાં મદદ કરે છે. જો કે તમે ઈચ્છો તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.ટુવાલ સાફ કરવાની સાચી રીત : વોશિંગ મશીનમાં ટુવાલ અને એક કપ વ્હાઈટ વિનેગર નાખી દો. જો ટુવાલ વધુ દુર્ગંધ વાળો છે તો તેને પહેલા ગરમ પાણીમાં પલાળી દો. વોશિંગ મશીનમાં ટુવાલની સાથે અન્ય કપડાઓ ન નાખો. વોશિંગ મશીનમાં ક્લીનીંગ પાવડર અથવા ફેબ્રિક સોફ્ટનર જેવી વસ્તુઓનો પણ ઉપયોગ ન કરો.

એક વોશ સાયકલ પૂરી થઈ ગયા પછી ટુવાલને વોશિંગ મશીનમાં રહેવા દો. હવે તેની ઉપર અડધો કપ બેકિંગ સોડા છાંટી દો. ત્યાર પછી હોટ વોટર વોશ સાયકલ શરૂ કરો. આ દરમિયાન ટુવાલમાં રહેલ કીટાણું સમાપ્ત કરવા માટે યોગ્ય ગરમ તાપમાન ચોઈસ કરો. આમ કરીને તમે ટુવાલથી કીટાણું અને દુર્ગંધનો નાશ કરી શકશો. જો તમારું વોશિંગ મશીનમાં હોટ વોટર વોશ ફીચર નથી તો અલગથી ગરમ પાણી મિક્સ કરી દો.ત્યાર પછી ટુવાલ ડ્રાયરમાં સૂકવવા માટે મૂકી દો. અંતમાં તડકો હોય તો તેમાં પણ થોડી વાર રહેવા દો. જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ નથી કરતા તો આ જ પ્રોસેસ હાથથી પણ કરી શકો છો. ટૂંકમાં કહીએ તો પહેલા એક કપ વ્હાઈટ વિનેગર અને પાણીથી ટુવાલને ધોઈ નાખો અને પછી તેમાં બેકિંગ સોડા નાખો. આ દરમિયાન થોડા ગરમ પાણીથી ટુવાલ ધોવો તેનાથી વધુ સારું રહેશે.

ટુવાલની અન્ય ટીપ્સ : ટુવાલ તડકામાં સારી રીતે સુકવ્યા પછી તેને સારી રીતે ફોલ્ડ કરો. ટુવાલને ધોવા માટે ઓછા કપડા ધોવાના પાવડરનો ઉપયોગ કરો. નેચરલ ફેબ્રિક સોફ્ટનરના રૂપમાં વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. ટુવાલને લાંબા સમય માટે ભીનો ન રાખો.આમ તમે ટુવાલ ધોવા માટે થોડી સાવધાની રાખીને તેમાંથી દુર્ગંધ અને કીટાણું દુર કરી શકો છો. તેમજ તમે લાંબા સમય માટે ટુવાલને સોફ્ટ અને સાફ રાખી શકો છો. તેમજ આ રીતે ટુવાલ ધોવાથી તમને સ્કીન સમસ્યા થવાની સંભાવના પણ ઓછી થાય છે. આમ તમે ટુવાલને સ્વચ્છ રાખી શકો છો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment