અજમાવો આ 1 મફત ઘરેલું ઉપચાર, ચહેરા પરના ખીલ, દાગ, સોજા, કરચલી દુર કરી ત્વચાને બનાવી દેશે એકદમ સાફ, સુંદર અને સોફ્ટ…

હળદર અને લીંબુ બંને રસોડામાં વપરાતી વસ્તુ છે, અને તે આપણને આસાનીથી મળી જાય છે. હળદર અને લીંબુ ચહેરા ઉપરના નિખાર માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચહેરા ઉપર તેનો ઉપયોગ કરવાથી ન માત્ર ત્વચામાં નિખાર આવે છે, પરંતુ ખીલ પણ દૂર થઈ જાય છે. તેની સાથે જ તે ત્વચાના ડાઘ અને ધબ્બા પણ દૂર કરી શકે છે, હળદરમાં કરક્યુમિન નામનું તત્વ જોવા મળે છે. આ સિવાય હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, હળદરમાં મેગેનિઝ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન એ હોય છે, ત્યાં જ લીંબુમાં કેલ્શિયમ, વિટામિન એ અને પોટૅશિયમ જોવા મળે છે. જે ત્વચા અને ચહેરાની સુંદરતા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં એન્ટીએન્જિંગ ગુણ હોય છે, જેનાથી ત્વચાની કરચલીઓ ઓછી કરવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ ત્વચા પર લીંબુના ફેસપેકના ફાયદા.

1 ) ત્વચાના ખીલ અને પિમ્પલ્સ : હળદર અને લીંબુમાં વિટામિન સી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે આપણા ચહેરા ઉપરના ખીલ અને દાગ ધબ્બાને દૂર કરીને ત્વચાને સુંદર બનાવે છે. તેનાથી ત્વચા ખુબ જ સુંદર તથા ડાઘ રહિત દેખાય છે. લીંબુમાં ઉપસ્થિત વિટામીન સીની મદદથી ત્વચા સંબંધિત વિકારને દૂર કરવા માટે પણ મદદ મળે છે.

2 ) ચહેરા પરના ડાઘ ધબ્બા : હળદર અને લીંબુના ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવે છે, અને તેનાથી ડાઘ-ધબ્બા પણ ઓછા થઈ જાય છે. તેના ઉપયોગ માટે તમે તાજી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો.

3 ) ત્વચાનો સોજો : હળદર અને લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી ત્વચામાં ઇન્ફેક્શન અને ત્વચાના સોજાને ઓછો કરવામાં ખુબ જ મદદ મળી રહે છે. તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે, અને ચહેરો તાજગીભર્યો થઈ જાય છે.

4 ) ઓઇલી સ્કિન : હળદર અને લીંબુના ઉપયોગથી ઓઇલી સ્કિનથી છુટકારો મળી શકે છે, ઓઈલી સ્કિનના કારણે ત્વચા ઉપર ખીલ થવાની સંભાવના વધી જાય છે, હળદર અને લીંબુ ફેસપેક ત્વચાને ઓઇલ ફ્રી બનાવવામાં મદદ કરે છે.

5 ) એન્ટી એન્જિંગ : હળદર અને લીંબુના ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા ઉપર કરચલીઓ પડતી નથી, અને તેનાથી ત્વચા કસાવ ભરેલી રહે છે, અને તેની સાથે જ ત્વચા લાંબા સમય સુધી નિખારવાન અને જવાન દેખાય છે.

હળદર અને લીંબુના ફેસ પેકનો ઉપયોગ કરવાની રીત : 1 ) હળદર અને લીંબુ ફેસપેક બનાવવા માટે તમે એક નાના બાઉલમાં થોડી હળદર અને એક ચમચી લીંબુનો રસ લો, બન્ને ને સારી રીતે મિક્સ કરો, ત્યારબાદ ચહેરાને સારી રીતે સાફ કરી લો અને આ પેકને લગાવો. આ પેકને ચહેરા અને ગળા ઉપર લગાવો, તેનાથી ત્વચાના રંગમાં નિખાર આવે છે. અને આ ફેસપેકને અઠવાડિયામાં બે વખત લગાવી શકો છો.

2 ) ચહેરાપર સોજા માટે હળદર પાવડર લો અને તેમાં બે ચમચી લીંબુનો રસ લો, તથા તેમાં એક ચમચી મધ ઉમેરો. આ ત્રણેયનું આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા ઉપર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધુઓ.

3 ) ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે એક ચમચી હળદર અને એક ચમચી લીંબુ મેળવીને લગાવી શકો છો, જેનાથી ચહેરામાં નિખાર આવે છે. અને આ પેકને 5 મિનીટ સુધી સૂકવવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધુવો.

4 ) એન્ટી એજિંગ માટે એક ચમચી હળદર એક ચમચી લીંબુ અને એક ચમચી કાકડીનો રસ ઉમેરીને ચહેરા ઉપર લગાવી શકો છો, તેનાથી ચહેરા પરની કરચલીઓ ઓછી કરવામાં મદદ મળે છે. અને તેની સાથે જ ડાર્ક સર્કલને પણ ઓછા કરી શકાય છે.

સાવધાની : હળદરની તાસીર ગરમ હોય છે, તેથી તેને ચહેરા ઉપર ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરો, કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તકલીફ થઈ શકે છે. તે સિવાય લીંબુના રસમાં વિટામિન સી જોવા મળે છે, જેનાથી ત્વચા સૂકી થઈ જાય છે અને ત્વચા ઉપર બળતરા તથા લાલ ફોલ્લીઓ થઈ શકે છે. તેથી તેને અઠવાડિયામાં એક અથવા બે વખત જ આ ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ, તે સિવાય જો તમારી સ્કિન સેન્સિટિવ છે, તો લીંબુના રસનો ઉપયોગ કરવાથી દૂર રહો તેનાથી બળતરા થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment