મિત્રો એક ગર્ભવતી મહિલાએ એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તેને અને બાળકને સંપૂર્ણ પોષણ મળી રહે. આથી જ ડોક્ટર પણ ગર્ભવતી મહિલાને દરેક વસ્તુનું સેવન કરવાનું કહે છે. આમ સંપૂર્ણ પોષણથી ભરપુર શીંગદાણા ગર્ભવતી મહિલા માટે ખુબ જ ફાયદાકારક છે.
ગર્ભાવસ્થામાં શીંગદાણા ખાવાના શું ફાયદાઓ છે ? ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં ઘણી વસ્તુઓને ડાયટમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને ઘણી વસ્તુઓથી કાળજી રાખવી પડતી હોય છે. આજે અમે તમને પ્રેગ્નેન્સીમાં શીંગદાણા ખાવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગર્ભાવસ્થામાં શીંગ ખાવાથી એનીમિયા અને કબજિયાતની સમસ્યા 9 મહિના સુધી દૂર થાય છે. તેની સાથે જ બાળકના મસ્તિષ્કનો વિકાસ પણ સારો થાય છે. ગર્ભાવસ્થામાં શીંગદાણા ખાવાના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણવા માટે આ લેખને અંત સુધી જરૂરથી વાંચવો જોઈએ.
મગફળીના પોષકતત્વો : ડાયટીશિયનના કહેવા પ્રમાણે શીંગદાણાને શેકેલી શીંગ, શીંગનું તેલ, શીંગનું માખણ, શીંગનો લોટ, શીંગનું પ્રોટીન વગેરેના રૂપમાં લઈ શકાય છે. તેમાં પોલીફેનોલ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ફાઇટોસ્તેરોલ, પ્રોટીન અને ફાઈબર ઘણી માત્રામાં હોય છે. આ સિવાય શીંગદાણામાં ફોલેટ, કોલીન, કેલ્શિયમ, વિટામિન બી-6, મેગ્નેશિયમ, ઝિંક, આયરન અને સેલેનિયમ પણ જોવા મળે છે.
જાણો 100 ગ્રામ શીંગદાણામાં રહેલા પોષકતત્વો – કેલેરી – 567, કુલ ફૈટ – 49 ગ્રામ, સંતૃપ્ત વસા – 7 ગ્રામ, સોડિયમ – 18 મિલી ગ્રામ, પોટેશિયમ – 705 મિલી ગ્રામ, કાર્બોહાઈડ્રેડ – 16 ગ્રામ, ફાઈબર – 9 ગ્રામ, ખાંડ – 4 ગ્રામ, પ્રોટીન – 26 ગ્રામ હોય છે.
ગર્ભાવસ્થામાં શીંગદાણા ખાવા કે નહિ : શીંગદાણામાં પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા તત્વો પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઘણી ફાયદાકારક હોય છે. જો તમે પ્રેગ્નેન્ટ છો, તો સીમિત માત્રામાં શીંગદાણાનું સેવન કરી શકો છો.
પ્રેગ્નેન્સીમાં શીંગદાણાના ફાયદા : 1 ) બાળકના માથાના વિકાસમાં ફાયદાકારક : શીંગમાં પ્રોટીન, ફોલેટ અને ફોલિક એસિડ રહેલા હોય છે. પ્રેગ્નેન્સીમાં મહિલાઓને ફોલિક અને ફોલેટ એસિડ લેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે ભ્રૂણના મસ્તિષ્કના વિકાસમાં ફાયદાકારક છે. આ સિવાય ફોલિક એસિડ જન્મ દોષોને રોકવામાં પણ મદદ કરે છે.
એનીમિયા : શીંગ ગર્ભાવસ્થામાં થતાં એનીમિયાને રોકવામાં મદદ કરે છે. તેમાં આયરન ભરપૂર હોય છે. તે શરીરમાં લોહી બનાવવામાં સહાયક હોય છે. શીંગદાણા એનીમિયાની સમસ્યા દૂર કરે છે. આમ લોહીની કમી પૂરી કરવા માટે શીંગનું સેવન જરૂર કરવું જોઈએ.
હાડકા : શીંગદાણામાં મેગ્નેશિયમ ઘણી સારી માત્રામાં જોવા મળે છે. પ્રેગ્નેન્સીમાં શીંગ ખાવાથી બાળકના હાડકાના વિકાસમાં મદદ મળે છે. શીંગ ખાવાથી ગર્ભાશયના સમય પહેલા થતાં સંકોચનને પણ રોકી શકાય છે.
પ્રિક્લેમ્પસિયા : ગર્ભાવસ્થા દરમિયાન હાઇ બ્લડ પ્રેશર પ્રિક્લેમ્પસિયાનું કારણ બની શકે છે. એવામાં શીંગ ખાવાથી પ્રિક્લેમ્પસિયાને રોકી શકાય છે. શીંગ વિટામિન ઈનો એક સારો સ્ત્રોત છે, જે રક્તચાપના નિયંત્રણમાં મદદ કરે છે.
કબજિયાત : પ્રેગ્નેન્સીમાં કબજિયાત થવી એક સામાન્ય સમસ્યા છે. ગર્ભાવસ્થા દરમિયાન શીંગ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે જે, મળ ત્યાગને સરળ બનાવે છે.
પ્રેગ્નેન્સીમાં કેટલી શીંગ ખાવી જોઈએ : ગર્ભાવસ્થામાં શીંગ ખાવી ફાયદાકારક છે તેનો મતલબ એ નથી કે તમે તેનું વધારે પડતું સેવન કરો. પ્રેગ્નેન્સીમાં તમારે સીમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા ફાઇબરની માત્રા વેઈટને કંટ્રોલમાં રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન શીંગનું સેવન કરવું સુરક્ષિત છે, પરંતુ તમને શીંગ કે કોઈ અન્ય નટથી એલર્જી હોય, તો તેને ખાવાથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી