તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન… 💁

💁 મિત્રો આજે અમે ભારતમાં આવેલ એક રહસ્યમયી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ મંદિરમાં એક અદ્દભુત ચમત્કારિક પથ્થર આવેલો છે. જે તમારા દરેક સવાલોના જવાબ આપે છે અને તેનું રહસ્ય આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. તો ચાલો જાણીએ તુલજા ભાવની માતાના મંદિરમાં આવેલ અદ્દભુત પથ્થર વિશે તેમજ તેની સાથે જોડાયેલા અન્ય રહસ્યો વિશે.

Image Source :

🙏 મિત્રો આ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુલજાપૂરમાં સ્થિત છે. તે મંદિરને તુલજા ભવાની માતાનું મંદિર પણ કહેવાય છે. તેમજ મંદિરની અંદર સ્થિત અષ્ટભુજાવાળી માતાની મૂર્તિ તુલજા ભવાની અને મહિસાસુર મર્દિની તરીકે ઓળખાય છે. અને આ મંદિર છત્રપતિ શિવાજીના કુળદેવીનું મંદિર છે અને હાલમાં આજે પણ ત્યાંના નિવાસીઓના કુળદેવીનું મંદિર છે. તેમજ આ મંદિર પ્રમુખ શક્તિપીઠોમાંથી એક છે.

🙏 મિત્રો આ મંદિરમાં એક અદ્દભુત પથ્થર રહેલો છે જે પથ્થરનું નામ છે ચિંતામણી પથ્થર. આ પથ્થર કેટલા સમયથી ત્યાં તેનો ઈતિહાસ કોઈ પણ જાણતું નથી. પણ કહેવાય છે કે આ પથ્થર આપણા દરેક સવાલોનો સાચો જવાબ આપે છે. ત્યાંના પુજારી અને લોકોનું પણ કહેવું છે કે તેમને જે જવાબ મળેલા છે તે બધા જ સત્ય થયા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કરી પણ તે આ રહસ્યને ઉકેલી શક્યા નથી. તેમજ મીડીયાએ પણ ઘણી તપાસ કરી હતી.

Image Source :

💁 અહીં સ્થિત ચિંતામણી પથ્થર તમને તમારા દરેક સવાલોનો જવાબ હા કે નાં માં આપે છે. તમારા મનમાં જો કોઈ સવાલ હોય તો તમારે સૌથી પહેલા આ પથ્થર પર એક સિક્કો મુકવાનો છે. ત્યાર બાદ તમારા બંને હાથ આરામથી તેના પર રાખવાના છે. ત્યાર બાદ તમારે તમારો પ્રશ્ન મનમાં પૂછવાનો છે. ત્યાર પછી સાંકેતિક રૂપે તમને તમારા સવાલનો જવાબ પથ્થર આપોઆપ ડાબી કે જમણી બાજુ ફરીને આપશે.

💁 જો પથ્થર જમણી બાજુ ફરે તો જવાબ હા હોય છે અને ડાબી બાજુ ફરે તો જવાબ નાં હોય છે. અને જો પથ્થર સ્થિર રહે તો તમારા જવાબને હજુ સમય લાગશે તેવું માનવામાં આવે છે. કહેવાય છે કે આ પથ્થરનો સંબંધ સીધો તુલજા ભવાની માતા સાથે છે. એટલું જ નહિ મિત્રો કહેવાય છે કે શિવાજી દરેક યુદ્ધ લડવા જતા તે પહેલા તેઓ ચિંતામણી પાસે પોતાના દરેક પ્રશ્નોનું સમાધાન મેળવતા હતા.

Image Source :

🙏 મિત્રો આ મંદિરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો કહેવાય છે કે અહીં બિરાજમાન ભવાની માતાની મૂર્તિ સ્વયંભુ છે અને એક વાર માતાએ ખુદ પ્રગટ થઈને શિવાજીને એક તલવાર આપી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે. જે આજે લંડનના એક સંગ્રહાલયમાં સ્થિત છે. અહીં માતાની મૂર્તિ ગંડીવ પથ્થરમાંથી બનાવેલી છે અને તેને ચાંદીના પથ્થર પર સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિને એક જગ્યાયેથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે.

🙏 અહીં મંદિરની અંદર એક શયન ખંડ પણ છે જેમાં ચાંદીનો પલંગ બનાવેલો છે માતાના વિશ્રામ માટે. વર્ષમાં ત્રણ વખત માતાને આ પલંગ પર વિશ્રામ માટે રાખવામાં આવે છે અને આવી પરંપરા માત્ર આ એક જ મંદિરમાં છે. મિત્રો આ મંદિરનું હજુ એક રહસ્ય છે. તે છે સ્તંભ સાથે જોડાયેલ છલ્લો. તે છ્લ્લાની ખાસિયત એ છે કે તેના સ્પર્શ માત્રથી વ્યક્તિના દુઃખ દર્દ ખતમ થઇ જાય છે.

Image Source :

🙏 મિત્રો આ મંદિર રહસ્યોથી ઘેરાયેલું એક ચમત્કારિક મંદિર છે. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જો સાચા મનથી પોતાની પ્રાર્થના અહીં કરે તો તે જરૂર કબુલ થાય છે માટે વ્યક્તિએ પોતાના જીવન કાળ દરમિયાન એકવાર તો આ મંદિરના દર્શને અવશ્ય જવું જોઈએ.

🙏 તો જણાવો આ મંદિરનું રહસ્ય તમને કેવું લાગ્યું અને કોમેન્ટ કરો…જય માં તુલજા ભવાની….

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment