શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે તમારા ભવિષ્ય સંબંધી રહસ્ય… જાણો કઈ જગ્યા પર નું નિશાન મનાય છે શુભ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે તમારા ભવિષ્ય સંબંધી રહસ્ય… 💁

👩‍💼 મિત્રો જન્મની સાથે જ વ્યક્તિના શરીર પર જે નિશાન હોય છે તેને આપણે બર્થ માર્ક કહીએ છીએ. આ બર્થ માર્ક અલગ અલગ રંગના હોય શકે છે. જેમ કે તે નિશાન કાળું, સફેદ, કોફી તેમજ ત્વચાથી થોડા આછા કે ઘાટા રંગના હોય શકે છે. માન્યતાઓનું માનીએ તો કહેવાય છે કે આ નિશાન એમજ નથી હોતા તેનું કોઈને કોઈ કારણ હોય છે.

Image Source :

👩‍💼 ઘણી વાર તો લોકોનું એવું પણ કહેવું હોય છે કે આવા નિશાન માનતાના સંતાનોમાં જોવા મળે છે. તેમજ ઘણા લોકો તે નિશાન વાળા વ્યક્તિને ભાગ્યશાળી પણ સમજે છે. તેમજ તે નિશાની પોતાના ઇષ્ટદેવ કે માતાજી પાસેથી મળેલા આશીર્વાદ માને છે. તો મિત્રો આજે અમે આ લેખ દ્વારા તે જ નિશાનું રહસ્ય ખોલવા જઇ રહ્યા છીએ. કારણ કે મિત્રો આ જ નિશાન તમારા ભવિષ્યનું તેમજ વ્યક્તિત્વનું સુચન પણ કરતા હોય છે. જો તમારા શરીરમાં પણ છે કોઈ નિશાન તો આ લેખ અવશ્ય વાંચો.

🧖‍♀️ જે લોકોના પગમાં બર્થ માર્ક હોય છે તે લોકો થોડા કન્ફયુઝ રહેતા હોય છે. તે લોકોને પોતાના નિર્ણયો લેવામાં ઘણી તકલીફ પડતી હોય છે. તેમને કોઈ પણ નિર્ણય લેવા માટે ક્યારેક તો બીજા પર આધાર રાખવો પડતો હોય છે. ક્યારેક તેઓ સાચા કે ખોટાનો ભેદ પણ નથી સમજી શકતા. પરંતુ મિત્રો તેમનામાં પ્રતિભાનો ભંડાર હોય છે. પરંતુ ક્યારેક તેઓ પોતાની પ્રતિભાનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરી શકતા.

Image Source :

🖐 જે વ્યક્તિના ડાબા તથા જમણા ખભા પર બર્થ માર્ક હોય છે તે તેમની આર્થિક સ્થિતિ દર્શાવે છે. જેના ડાબા ખભા પર નિશાન હોય છે તેમને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને જે લોકોના જમણા ખભા પર બર્થ માર્ક હોય તેમની આર્થિક પરિસ્થિતિ ખુબ સારી રહે છે અને એક સુખી જીવન જીવે છે.

🖐 જે લોકોના હાથ તથા આંગળી પર બર્થ માર્કનું નિશાન હોય તે લોકો ખુબ મહેનતુ હોય છે. તેમને જીવનમાં જે જોઈતું હોય તે મેળવીને જ રહે છે. આ ઉપરાંત જેમના હાથ પર બર્થમાર્ક હોય છે તેમની પાસે ખુબ પૈસા હોય છે.

🖐 જે લોકોના પેટ પર બર્થ માર્ક હોય છે તે લોકો થોડા લાલચી સ્વભાવના હોય છે. તે લોકો થોડા સ્વાર્થી પણ હોય છે. તે લોકો દરેક જગ્યાએ પોતાનો ફાયદો જ જોતા હોય છે. માટે તે લોકોને મિત્રો પણ ઓછા હોય છે.

Image Source :

👩 દાઢી નીચે તેમજ કાનની નીચે બર્થ માર્કનો મતલબ હોય છે કે તેમનું જીવન થોડું અવ્યવસ્થિત તેમજ મુશ્કેલી ભર્યું હોય છે. તેમને કોઈને કોઈ બીમારીઓ પણ થતી હોય છે. તેઓના જીવનમાં અનુશાસનને કોઈ સ્થાન નથી હોતું. પરંતુ આ લોકોની ખાસિયત એ હોય છે કે તે લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર પોતાની જિંદગીને ખુબ એન્જોય કરતા હોય છે.

👩 જે લોકોના ડાબા ગાલ પર બર્થ માર્ક હોય તે લોકો ખુબ જ ઝડપથી ટેન્શનમાં આવી જતા હોય છે. તેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ આવે છે. જ્યારે તેનાથી વિપરીત તે નિશાન જમણા ગાલમાં હોય તો તે વ્યક્તિ ધૈર્યવાન હોય છે અને તેઓ સ્વભાવથી પણ ખુશ મિજાજ વાળા હોય છે.

Image Source :

👩 જે લોકોની દાઢી પર નિશાન હોય છે તેમને ગુસ્સો ઝડપથી આવી જતો હોય છે. તેઓને નાની નાની વાત પર પણ ગુસ્સો આવી જતો હોય છે અને તેઓને દગો પણ વધારે મળતો હોય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment