સામાન્ય રીતે માંગલિક કાર્યોમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘણા સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં પણ નાળિયેરનો ઉપયોગ થાય છે, ખાસ કરીને સાઉથ ઇન્ડિયન નાળિયેરનો ઉપયોગ ખાવાની ઘણી વસ્તુઓ બનાવવામાં થાય છે. એટલું જ નહિ નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આથી દરેક લોકો નાળિયેરનું પાણી પીવાની સલાહ આપે છે. નાળિયેર ઘણા સ્વાસ્થ્ય ગુણોથી ભરપુર છે, પણ શું તમે ક્યારેય નાળિયેરના છાલા અથવા છાલનો ઉપયોગ કર્યો છે ? જો નહિ તો તમને જણાવી દઈએ કે નાળિયેરના છાલા પણ ઘણા ગુણોથી ભરપુર છે.
નાળિયેરના છાલા તમારી ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે. ખાસ કરીને બવાસીરથી પીડિત દર્દીઓ માટે નાળિયેરની જટા ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય અન્ય સમસ્યાઓ પણ તે દુર કરે છે. તમે વિચારી રહ્યા હશો કે તેનો ઉપયોગ કંઈ રીતે કરવો ? આજે અમે તમને આ લેખમાં નાળિયેરના છાલાનો ઉપયોગ કરવાની રીત વિશે અને તેના ફાયદા પણ જણાવીશું.નાળિયેરના છાલાના ફાયદાઓ : નાળિયેરના છાલામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તે તમને પેટની સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે.
બવાસીરથી પીડિત દર્દીઓ માટે નાળિયેરની જટા ખુબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી તમે જૂનામાં જૂની બવાસીરની સમસ્યા દુર કરી શકો છો.
દાંતની સફાઈ કરવામાં નાળિયેરના છાલા તમારા માટે ખુબ જ અસરકારક છે. તેના ઉપયોગથી તમારા દાંતની ચમક વધે છે. સાથે દાંતની પીળાશ પણ દુર થાય છે.
રક્ત વિકારને દુર કરવામાં નાળિયેરની જટા ખુબ જ ફાયદાકારક છે. નાળિયેરના છાલાની ભસ્મનો ઉપયોગ હેજા, અને હેડકીની પરેશાની દુર કરવા માટે પણ થાય છે.
આ સિવાય ઘણા લોકો નાળિયેરની છાલનો પાવડર બનાવીને તેનો ઉપયોગ પ્લાન્ટિંગ કરવા માટે પણ થાય છે. તો ચાલો જાણીએ નાળિયેરના છાલાનો ઉપયોગ કરવાની રીત.બવાસીરના દર્દીએ તેનો ઉપયોગ કંઈ રીતે કરવો જોઈએ : નાળિયેરના છાલા બવાસીર માટે ઘણું કારગર ઈલાજ માનવામાં આવે છે. તેનાથી તમે જૂનામાં જૂની બવાસીરની સમસ્યા ને 2 થી 3 દિવસમાં ઠીક કરી શકે છે. માત્ર બે થી ત્રણ દિવસમાં મળથી લોહી આવવું બંધ થઈ જશે. બવાસીરની સમસ્યામાં તેનો ઉપયોગ કરવા માટે નાળિયેરની જટાને બાળીને ભસ્મ તૈયાર કરી લો. હવે આ ભસ્મને એક શીશીમાં ભરી લો. હવે જરૂર પડવા પર દહીં અથવા છાશ સાથે મિક્સ કરીને પીવો. ધ્યાન રાખો કે છાશ કે દહીં ખાટી ન હોય.
રક્તવિકાર થવા પર કંઈ રીતે ઉપયોગ કરવો જોઈએ : જો તમે કોઈ પ્રકારના રક્ત વિકારથી લડી રહ્યા છો તો નાળિયેરના છાલા તમારા માટે અસરકારક સાબિત થાય છે. આ માટે નાળિયેરની છાલથી તૈયાર કરેલ ભસ્મને પાણીમાં મિક્સ કરો. તેનાથી માસિક ધર્મમાં થતી પરેશાની અને હેડકી હેજા વમન જેવી સમસ્યાઓને પણ દુર કરી શકાય છે.દાંત માટે કંઈ રીતે ઉપયોગ કરવો : દાંતની સમસ્યા છે તો નાળિયેરની છાલનો પાવડર બનાવી લો અથવા તેની ભસ્મને દાંત પર ઘસવાથી ફાયદો થાય છે. તેનાથી દાંતની ચમક વધે છે. સાથે દાંતની સમસ્યાઓ પણ દુર થાય છે.
ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કરતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ જરૂર લો. સાથે જ જો તમને બવાસીરની સમસ્યા છે તો ગુદાને ગરમ પાણીથી સાફ કરો. તેમજ પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો. વધુ મસાલા વાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી