લસણને છોલવું અને તેને ખુબ જ લાંબા સમય સુધી સ્ટોર કરવું એ ખુબ જ મુશ્કેલ હોય શકે છે. આ એક એવું ઇંગ્રિડિયંસ છે, જે લગભગ દરેક કિચનમાં હોય છે અને જમવામાં તેનો સ્વાદ વન્ડરફૂલ હોય છે. પણ કેટલાક લોકોને લસણને સંગ્રહિત કરવા માટે કેટલીક સમસ્યા સામે આવી જાય છે. જેમ કે, એક સાથે જ ખુબ જ વધારે લસણને સ્ટોર કરીને રાખી શકાતું નથી અથવા તો તમે લસણને વધારે દિવસ સુધી તાજું રાખી શકતા નથી, તે જલ્દી સુકાય જાય છે.
ઘણી વાર સુકાયેલુ લસણ ન સારો સ્વાદ આપે છે કે, ન તો તે દેખાવમાં સારું લાગે છે. ચટણી તેમજ વઘાર કરવા માટે પણ સુકાયેલુ લસણ સારું લાગતું નથી. તેવામાં આપણે લસણને એવી રીતે સ્ટોર કરીએ, કે જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ પણ રહે અને તે પણ, કોઈ પણ કારણના લીધે કાળું કે ન ખરાબ થઈ શકે. તેની 1 થી 2 નહીં પણ કેટલીક રીત હોય શકે છે, જે તમારા લસણને ખરાબ નહીં થવા દે અને એક વારની મહેનતમાં જ તમે લાંબા સમય સુધી લસણનો ઉપયોગ પણ કરી શકશો.આમ તો લસણને ડાયટમાં શામિલ કરવાના અનેક ફાયદાઓ છે, પરંતુ તમને લસણને સ્ટોર કરવામાં સામસ્યા આવે છે, તો અમે તમને તેનાથી જોડાયેલ 5 ટ્રીક્સને જણાવવા જઈ રહ્યા છીએ.
1 અઠવાડિયા સુધી છોલાયેલી લસણની કળિયોને આ રીતે રાખો ફ્રેશ : આ છોલાયેલા લસણ માટે છે. તમે જો વિકેએંડ પર લસણને છોલીને રાખી દેવા માંગો છો અને પછી તેને પૂરું અઠવાડિયું ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે આ ખુબ જ સરળ રીત છે. એક એર ટાઈટ કન્ટેનરમાં છોલેલી લસણની કળિયોને સ્ટોર કરી લો અને તેને ફ્રિઝમાં રાખી દો. ધ્યાન રાખો કે જેમાં પણ તમે સ્ટોર કરો તેમાં ભેજ ન હોવો જોઈએ. જો ભેજ હશે તો લસણ ખરાબ થઈ જશે.છોલાયેલી લસણની કળિયોને 2 થી 3 અઠવાડિયા સુધી રાખો ફ્રેશ : જો તમે છોલેલી લસણની કળિયોને સારી રીતે સ્ટોર કરવા માંગો છો, કે જેનાથી તે 2 થી 3 અઠવાડિયા સુધી ઠીક રહે, તો આ ટ્રીપને અજમાવીને જુઓ. સૌથી પહેલા તો લસણને સારી રીતે વિનિમય કરી લો. આ પછી એક લોયામાં 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકો, આ પછી લસણને તેની અંદર નાખો. તેમાં થોડું મીઠું પણ નાખો. મીઠું એવું પ્રિજવેટિવનું કામ કરે છે, જેના કારણે તમે લસણને 2 થી 3 અઠવાડીયા સુધી સ્ટોર કરી શકો છો. લસણને પૂરી રીતે શેકવાનું નથી, તેને બસ થોડું કૂક કરવાનું છે.
લસણની પેસ્ટ બનાવીને તેને સ્ટોર કરી શકાય છે : એક બ્લેન્ડરમાં લસણની સાથે થોડું મીઠું ઉમેરીને તેને પીસી લો. ગુણોતર એવું હોવું જોઈએ કે, જો તમે 1 કપ છાલવાળી લસણની કળીયોની પેસ્ટ બનાવી રહ્યા છો, તો તેમાં 1 ચમચી મીઠું ઉમેરવું જોઈએ. આ લસણની પેસ્ટમાં 2 ચમચી સરસવનું તેલ ઉમેરીને અને સ્ટોર કરો. તમે આને 1 મહિના સુધી એક એર ટાઈટ કેંટેનરમાં નાખીને ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. આ ખુબ જ સારી કિચન ટ્રીક છે, જો તમારે કોઈ મસાલા વાળી શાકભાજી બનાવવી છે તો.તમે ચાહો તો, મીઠું અને તેલની જગ્યા પર ‘વ્હાઈટ વિનેગર’નો પણ ઉપયોગ કરી શકો છો. આ પણ તેવું જ કામ કરશે, આને ઢાંકીને જ સ્ટોર કરવું.
1 વર્ષ સુધી આવી રીતે સ્ટોર કરો લસણની પેસ્ટ : જે રીતે આપણે તેલ અને મીઠાથી લસણની પેસ્ટ બનાવી છે, તે જ રીતને એક અલગ રીતથી સ્ટોર કરીએ, તો 1 વર્ષ સુધી પણ સ્ટોર થઈ શકે છે. આ માટે તો સૌથી પહેલા તો લસણની પેસ્ટ બનાવી લો. આ પછી એક પારદર્શી સીટ(ફ્લેક્સિબલ સેલોફોમ સીટ કે જેનાથી પદાર્થને સ્ટોર કરવામાં આવે છે) ને એક પ્લેટમાં રાખો અને તેના ઉપર નાની-મોટી કદમાં આ પેસ્ટને નાખો.
હવે તેને 1 દિવસ સુધી તડકામાં સુકવવા માટે રાખી દો. આવું કરવાથી લસણની કળિયો બ્રાઉન રંગની દેખાવા લાગશે. ફક્ત 1 દિવસના તડકામાં જ લસણની કળિયો એટલી સુકાઈ જશે કે, જેને તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. આ લસણને તમે એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય, ત્યારે તેને નિકાળીને તરત જ ગરમ તેલમાં નાખી દો. તમારા જમવાનો સ્વાદ તેવો જ આવશે કે જેવો આવવો જોઈએ.ગાર્લિક પાવડર : જો તમે એવું ચાહો છો કે ગાર્લિક પાવડરને બજારમાંથી ન ખરીદતા ઘરમાં જ ખુબ જ સ્વાદિષ્ટ ગાર્લિક પાવડર બનાવી લઈએ, તો તેના માટે તમારે તે જ કળિયોને બ્રાઇન્ડ કરવાની છે, જે આપણે ઉપર વાળા સ્ટેપમાં બનાવી હતી.
આ ગાર્લિક પાવડર ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને તમે તેને કોઈ પણ ડિશમાં ઉપયોગ કરી શકો છો અને તમે લસણની સૂકી ચટણી જ સમજો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી