વગર કસરતે વજન ઘટાડવા ખાવા લાગો દરરોજ આ 1 લાડુ, કમર પણ બની જશે એકદમ પાતળી. જાણો લાડુ બનાવવાની ઘરેલું રીત…

વજન વધારો એ આજના સમયની દરેક લોકોની એક મોટી સમસ્યા છે. અને આ વજન ઘટાડવા માટે આજે લોકો અનેક પ્રયાસો કરે છે. વજન ઘટાડવા ઘણી એવી વસ્તુઓનું ધ્યાન પણ રાખવું પડે છે અને આ માટે તમારે એક સારી જીવનશૈલી, સારો ડાયટ પ્લાન અને વ્યાયામની જરૂર પણ પડે છે. આ સિવાય પણ તમે તમારી ડાયટમાં ઘણી એવી વસ્તુઓ શામિલ કરી શકો છે, જેને તમે તમારી ડાયટમાં શામિલ કરીને સહેલાઇથી વજનને ઘટાડી શકો છો. જો તમે વજન ઘટાડવાના લક્ષ્યને હાસિલ કરવા માંગો છો અથવા તો વારંવાર લાગવાવાળી ભૂખને શાંત કરવા માંગો છો, તો તમે પંપકિન(કોળું), ચિયા, સૂરજમુખી, તરબૂચ અને કોળાના બીજ માથી બનાવેલ લાડવાનું સેવન કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આ દરેક બીજોની અંદર વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આથી ભૂખ ઓછી લાગે છે અને આ સાથે જ આમાં પોષકતત્વો પણ હોય છે, જે કેલેરીને સહેલાઇથી ઓગાળી નાખે છે. તો આવો જાણીએ આ લાડવાના ફાયદાઓ વિશે અને તેને બનાવવાની રીત વિશે.

લાડવા બનાવવા માટેની સામગ્રી : ચિયાના બીજ-એક નાનો કપ, કોળાના બીજ-એક નાનો કપ, તરબૂચના બીજ – એક નાનો કપ, અળસીના બીજ-એક નાનો કપ, સૂરજમુખીના બીજ-એક નાનો કપ, ગાયનું દેશી ઘી-અડધો કપ, ઓટ્સ-2 કપ, નાના કાપેલા ખજૂર-10, સુકાયેલ અને નાના કાપેલા અંજીર-5, કિશમિશ-અડધો કપ, ગોળ – અડધો કપ.

લાડવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના ફાયદાઓ અને ગુણ : જો તમે ઉપર બતાવેલ સામગ્રી માંથી લાડવાને તૈયાર કરો છો અને પછી તેનું સેવન કરો છો, તો તમને નિશ્ચિત રૂપથી ફાયદો થશે. તો આવો જાણીએ આ સામગ્રીના ગુણ અને લાભ વિશે. આ પછી અમે તમને લાડવા બનાવવાની રીત વિશે પણ જણાવીશું.

અળસીના બીજ : અલસીની અંદર, પ્રોટીન, આયરન, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, વિટામિન-બી6, મેગ્નેશિયમ અને અન્ય પોષકતત્વો પણ હોય છે. આ વજનને ઘટાડે છે, કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. આ સાથે તમને કેન્સરથી પણ બચાવે છે.

ચિયાના બીજ : ચિયા બીજની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન જેવા અનેક પોષકતત્વો હોય છે, જે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે. આ સિવાય હૃદય રોગ, બ્લડ શુગરના સ્તરને અને સોજાને પણ નિયંત્રણમાં રાખે છે.

સૂરજમુખીના બીજ : સુરજમુખીના બીજની અંદર મેગ્નેશિયન, કૈલેશિયમ, આયરન, વિટામિન-બી6, પોટેશિયમ, ફેટીએસિડ અને એન્ટિઓક્સિડેંટ હોય છે. સુરજમુખીના બીજ ગુણો અને પોષકતત્વોનો ખજાનો છે. આ સિવાય આના બીજ તમને ખરાબ કોલેસ્ટ્રોલ અને સોજાની સમસ્યાથી પણ રાહત આપે છે. આ સાથે જ, આના બીજ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

કોળાના બીજ : કોળાના બીજમાં પણ ઘણા પોષકતત્વો હોય છે, જેમકે – વિટામિન-ઇ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન. આના બીજ તમને ઘણા પ્રકારના કેન્સરથી પણ બચાવે છે. આ સાથેજ, જો આનું નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો, પાચન સંબંધિત અને હૃદય રોગ સંબંધિત સમસ્યાથી બચી શકાય છે.

તરબૂચના બીજ : તરબૂચના બીજની અંદર મેગ્નેશિયમ, આયરન અને જિંક જેવા પોષકતત્વો હાજર હોય છે. તરબૂચના બીજનું જો નિયમિત રૂપથી સેવન કરવામાં આવે, તો હૃદય અને હાડકાં મજબૂત થાય છે. આ સિવાય તરબૂજના બીજ બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. આ સાથે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

લાડવા બનાવવાની રીત : 1) સૌથી પહેલા તો તમે ઉપર બતાવેલી દરેક સામગ્રીને એક પછી એક સેકી લો અને પછી તેને એક પ્લેટમાં નાખીને ઠંડી થવા દો.
2) આ પછી તમે ગેસ પર એક લોયાને રાખો અને તેમાં દેશી ઘીને નાખો.
3) હવે આમાં ઓટ્સને નાખો અને ત્યાં સુધી સેકો કે જ્યાં સુધી ઘીમાં ઓટ્સ સારી રીતે મિક્સ ન થઈ જાય.
4) આ પછી તેની અંદર કિશમિશ, ખજૂર, ગોળ અને અંજીરને નાખી દો અને સારી રીતે મિક્સ કરી લો. અને તેને ત્યાં સુધી હલાવતા રહો કે જ્યાં સુધી ગોળ પૂરી રીતે મિક્સ ન થઈ જાય.

5) હવે ગેસને બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.
6) પછી દરેક બીજને પીસી લો. આ વાતનું પણ ધ્યાન રાખો કે, બીજનો પાવડર ન બની જાય. પરંતુ થોડા કરકરા જ રાખો.
7) હવે આ મિશ્રણને એક પ્લેટમાં લઈને, તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓ બનાવતા સમયે હથેળીમાં તમે થોડું ઘી લગાવી શકો છો.
8) આ પછી તમે તેને એક ડબ્બાની અંદર નાખીને પેક કરી દો.

આ રીતે તમારા લાડવા તૈયાર થઈ જશે. હવે તમે આ લાડવાનું દિવસમાં એકવાર સેવન કરી શકો છો. આ પ્રકારે તમે તમારું વજન સહેલાઇથી ઉતારી શકો છો. આમ પોષક તત્વોથી ભરપુર આ લાડવા તમારુ વજન કંટ્રોલ કરવામાં તમારી ખુબ જ મદદ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment