ટ્રાફિકના નવા આ નિયમ અનુસાર ગાડીની આગળ લીંબુ મરચા લટકાવવા પડી જશે મોંઘા, ભરવો પડશે 5 હજારનો દંડ….

ઘણા લોકો પોતાના વાહનોમાં આગળ અથવા પાછળના ભાગમાં લીંબુ મરચાં લટકાવે છે, તે એટલા માટે લટકાવામાં આવે છે કે કોઇની ખરાબ નજર તેના પર ન પડે. પરંતુ તેના કારણે ટ્રાફિક પોલીસને સામનો કરવો પડે છે, કારણ કે તે વાહનોની નંબર પ્લેટને આવરી લે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસે તેની સાથે આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક વ્યવસ્થા કરી છે અને તેને નંબર પ્લેટ પરથી દૂર કરવા માટે ડ્રાઈવ ચલાવીને વાહનોમાંથી દૂર કરવામાં આવી રહી છે.

દેશભરમાં વાહન ચાલકો ખુલ્લેઆમ નિયમોનું ઉલંઘન કરે છે અને આડેધડ વાહન ચલાવે છે, ક્યારેક કોઈ ટ્રાફીક સિગ્નલ ઉગ્રતાથી તોડે છે, તો કોઈ સ્પીડ લિમિટ ક્રોસ કરીને વાહન ચલાવે છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસ ચલણ કાપી અને હવે સીસીટીવી મારફતે સીધો નંબર કેપ્ચર કરીને ચલણ આપવામાં આવે છે.

પરંતુ તેવામાં જ્યારે કોઈ પણ કાર પર લીંબુ-મરચાં અથવા રીબીન બાંધે છે, તો સીસીટીવીમાં નંબર કેપ્ચર થતો નથી અને તેના કારણે ચલણ કાપી શકાતું નથી. તેથી જ, હવે દિલ્હી ટ્રાફિક પોલીસ તેને દૂર કરાવી રહી છે અને સાથે જ, જો કોઈ પણ કાર પર લીંબુ મરચા જોવામાં આવશે તો 5 હજાર રૂપિયાનું ચલણ ભરવું પડશે.

દિલ્હી અને નોયડાની  વચ્ચે લગભગ દરરોજ 2 લાખથી પણ વધારે વાહનોની અવરજવર થાય છે. તેવામાં લગભગ ઘણા વાહનોમાં આવી વસ્તુઓ ટિંગાડેલી જોવા મળે છે, જેથી સીસીટીવીમાં નંબર પ્લેટ દેખાતી નથી અને લોકો ચલણથી બચી જાય છે. પરંતુ હવે કોઈ બચી નહીં શકે, હવે ચલણ કાપવાનો ભય નથી, કારણ કે હવે લીંબુ-મરચાં દૂર કરવાનું કહેવામાં આવ્યું છે, તેથી કારનો પ્લેટ નંબર સીસીટીવીમાં સહેલાઈથી જોઈ શકાશે અને ચલણ ઘરે પહોંચી જશે, આવું કરવાથી લોકો નિયમોને તોડવાથી ડરશે.

દિલ્હી ટ્રાફિક પોલીસના વિશેષ કમિશનર ડોક્ટર મુકેશચંદ્રાએ આ વાહનો સામે કડક કાર્યવાહીના આદેશો જારી કર્યા છે. તેમણે કહ્યું કે, સ્પેશિયલ ડ્રાઈવ અભિયાન અંતર્ગત વાહનોની નંબર પ્લેટ છુપાવવા માટે જાણી જોઇને કાળી રીબીન, લીંબુ-મરચાં કે આવી કોઈ વસ્તુ બાંધનારાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

જો નંબર છુપાયેલા હોય તો પણ પોલીસ સૉફ્ટવેર દ્વારા સાચો નંબર શોધી લેશે અને નિયમો તોડનારાઓના ઘરે ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ પણ કરી હતી કે, અત્યાર સુધી તમે આવું કરી રહ્યા છો, તો હવે પછી આવું ન કરતાં, નહિતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડવો શકી છે. આમ જો તમે તમારી સેફટી ચાહતા હો તો ગાડીના નંબર પ્લેટ આગળ લીંબુ મરચા કે કોઈ દોરો બાંધવાનું બંધ કરી દેશો. નહિ તો ચલન તમારે ઘરે જ આવી જશે અને તમારે આ દંડ ભરવો જ પડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment