આ કારણે લાખો ખેડૂતોને નથી મળ્યા PM Kisan Scheme ના 6000 રૂપિયા, ધ્યાન રાખજો આ વાત નહીં તો અટકી જશે પૈસા…

PM Kisan Scheme – આ કારણે લાખો ખેડૂતોને નથી મળ્યા 6000 રૂપિયા, હવે કરવું પડશે આ કામ.

મિત્રો તમે જાણો છો કે, આજે ખેડૂતોને અનેક રીતે સરકાર મદદ કરી રહી છે. ખેડૂતોને ખેતી માટે પુરતું ખાતર તેમજ રોકાણ તેમજ લોનની વ્યવસ્થા સરકાર કરે છે. જ્યારે ખેડૂતો પણ અનેક યોજનાઓનો લાભ લે છે. આમ સરકારની અનેક યોજનાઓનો લાભ લઈને ખેડૂત ઉત્પાદનમાં મદદ મળી રહે છે. પણ ઘણી વખત ખેડૂત સરકારની યોજનાઓનો ફાયદો નથી લઈ શકાય. ચાલો તો આજે અમે તમને ખેડૂતને ન મળેલ 6000 રૂપિયાની સ્કીમનો લાભ લેવા વિશે જણાવશું.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ મુજબ સરકાર તરફથી દેશના કિસાનોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ લેવા માટે 1 ડિસેમ્બર 2019 ના આધાર કાર્ડ જરૂરી થઈ ગયું છે. આ સિવાય આ યોજનાની જૂની વ્યવસ્થામાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પીએમ કિસાન સમ્માન સ્કીમનો  લાભ હવે તે જ ખેડૂતોને મળશે જેના નામ પર ખેતી હોય, એટલે કે પહેલાની જેમ વડીલોની જમીનમાં ભાગીદારી ધરાવતા લોકો હવે આ યોજનાનો લાભ નહિ લઈ શકે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહિ તો અટકી જશે કામ : પીએમ કિસાન સ્કીમને એપ્લાય કરતી વખતે આધાર નંબર ન હોવા પર અથવા ખોટો દાખલ કરવા પર લાભ નહિ મળે. કિસાન સમ્માન નિધિ યોજનામાં નવા રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને હવે આવેદન ફોર્મ આ પોતાની જમીનના પ્લોટ નંબર જણાવવો પડશે. જો કે નવા નિયમોની અસર યોજનાથી જોડાયેલ જુના ખેડૂતો પર નહિ પડે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ફંડનું ટ્રાન્સફર પાત્ર લાભાર્થીને ત્યારે કરવામાં આવે છે જ્યારે તેના સાચા અને પ્રમાણિત ડેટા રાજ્ય સરકાર કેન્દ્રને મોકલે.

આ રીતે કરી શકો છો ભૂલમાં સુધારો : ખેડૂત પોતે પણ ‘ફોર્મસ કોર્નર’ પર જઈને સુધાર કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર પર પણ આ સુધારો કરાવી શકાય છે. પીએમ કિસાન પોર્ટલ પર એક એક્સક્લુસિવ ‘ફોર્મસ કોર્નર’ આપવામાં આવેલ છે. તેના પર ખેડૂત પોતાના નામમાં આધારકાર્ડ પર લખેલ નામ અનુસાર બદલાવ પણ કરી શકે છે. ખેડૂત યોજનાની વેબસાઈટ pmkisan.gov.in ની વેબસાઈટ પર જઈને ફોર્મર કોર્નર ખોલો. અહીં તમને આધાર નંબર સુધારવા માટે એડિટ આધાર ફેલીયર રેકોર્ડ જોવા મળશે. તેના પર ક્લિક કરો. અહીં તમે પોતે આધાર નંબર નાખી શકો છો.

આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન : તમારે પહેલા pmkisan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. હવે Farmers Corner પર જાઓ. અહીં તમને New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી આધાર નંબર નાખો. આ સાથે જ કૈપ્ચા કોડ નાખીને રાજ્યને પસંદ કરવાનું છે અને પછી પ્રોસેસને આગળ વધારવાની છે. આ ફોર્મમાં તમારે પોતાની બધી જ વ્યક્તિગત માહિતી ભરવાની છે. સાથે જ બેંક એકાઉન્ટનું વિવરણ અને ખેતરથી જોડાયેલ માહિતી ભરવી પડશે. આ પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment