દેશની સરકારી બેંક BOB(Bank of Baroda) એ પોતાના ગ્રાહકો માટે એક મોટી સુવિધા શરૂ કરી છે. જો તમારે બેકિંગ કામકાજ સાથે જોડાયેલી કોઈ પણ પરેશાની હોય અથવા કન્ફયુઝન હોય તો તમારે બેંક જવાની જરૂર નહિ રહે. BOB એ પોતાના ગ્રાહકોની પરેશાનીને દુર કરવા માટે 2 નવા નંબર જાહેર કર્યા છે. આ નંબરો દ્વારા તમે 24 કલાક બેંકની સેવા લઈ શકો છો. તમને જણાવી દઈએ કે તમારે આ નંબર પર માત્ર મિસ્ડ કોલ અથવા મેસેજ કરવાનો રહેશે, તમને જાણકારી મળી જશે.
તમને જણાવી દઈએ કે, આ સુવિધાનો ફાયદો લેવા માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 84680-01111 નંબર પર મિસ્ડ કોલ કરવાનો છે. ત્યાર બાદ તમને તમારા ખાતાના બેલેન્સ વિશે જાણકારી મળી જશે.તેના માટે ત્રણ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બે નવા નંબર જાહેર કરવામાં આવ્યા છે અને એક ટોલ ફ્રી નંબર છે. બેલેન્સની ઇન્કવાયરી માટે 84680 01111 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યાર બાદ મીની સ્ટેટમેન્ટ માટે 84680 01122 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ટોલ ફ્રી નંબર છે 24 કલાક માટે 1800 258 44 55/1800 102 44 55. આ સિવાય તમે વધુ જાણકારી માટે તમે આ વેબસાઈટ https://www.bankofbaroda.in/contact-us.htm પર પણ વિઝીટ કરી શકો છો.
કેવી રીતે લઈ શકો છો SMS સેવાનો ફાયદો : તમને જણાવી દઈએ કે, જો તમે SMS સેવાનો ફાયદો લેવા ઇચ્છતા હો તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 84680-01122 નંબર પર BAL < space > ની સાથે તમારા બેંક ખાતામાં છેલ્લા 4 નંબરની સાથે મોકલી દો. તમે આ નંબર પર MINI < space > અને ખાતાના અંતિમ 4 નંબર મોકલી મીની સ્ટેટમેન્ટ પણ મેળવી શકો છો.1 માર્ચથી થયો આ બદલાવ : તમને જણાવી દઈએ કે 1 માર્ચ 2021 થી વિજયા બેંક અથવા દેના બેંકના IFSC CODE બદલી ગયા છે. BOB માં થયેલ મર્જર બાદ આ બંને બેંકોએ કોડ બદલી નાખ્યા. તો જલ્દી તમે તમારા IFSC કોડને અપડેટ કરી લો. નહિ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં પરેશાની આવી શકે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી