રીંગણાંને એક સદાબહાર શાકભાજી માનવામાં આવે છે અને તે દરેક સિઝનમાં બજારમાં મળે છે, લોકો રીંગણાંથી અનેક પ્રકારની શાકભાજી બનાવે છે અને તેને ખુબ જ ઉત્સાહથી ખાય છે. પરંતુ શું તમે જાણો છો, કે રીંગણાંની શાકભાજી અને રીંગણાથી બનાવવામાં આવેલી ડિશ, કેટલાક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. જી હા મિત્રો, રીંગણાંમાં એક પ્રકારનું નૈનુસિન હોય છે, જે કેટલાક લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ કોને અને કંઈ સ્થિતિમાં રીંગણાંનું સેવન ન કરવું જોઈએ.
આ રોગોમાં ભૂલથી પણ ન કરો રીંગણાંનું સેવન : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો, રીંગણ એક ફાયદાકારક શાકભાજી છે અને રીંગણાંનો ઉપયોગ કેટલીક રીતે વાનગીઓ બનાવવામાં થાય છે. જેમ કે, બટેટા અને રીંગણાંની શાકભાજી, રીંગણાંનો ઓળો અને રીંગણાંના પકોડા, આ રીતે કેટલીક પ્રકારના રીંગણાંથી આપણે વ્યંજનો બનાવીએ છીએ. રીંગણાં ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે, તે એટલા જ કેટલાક લોકો માટે ખતરનાક હોય શકે છે.લોહીની ખામી : જે પણ લોકોને લોહીની ખામી હોય અથવા તો, જે સમય-સમય પર બ્લડ ડોનેટ કરે છે, તે લોકોએ ભૂલીથી પણ રીંગણાંનું સેવન ન કરવું જોઈએ. તે તેના માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તે લોહીને બનવા દેતા નથી અને કેટલીક પ્રકારની સમસ્યા થઈ શકે છે.
પથરીની સમસ્યામાં :
આજની વ્યસ્તતા ભરેલી જીવનશૈલીમાં પથરીની સમસ્યા વધારે જોવા મળે છે. કિડની સ્ટોન એટલે કે પથરીના પથ્થરનો દુઃખાવો અસહ્ય હોય છે. કિડનીની પથરીનું સૌથી મોટું કારણ આપણું ખોટું ખાન-પાન હોય શકે છે અથવા તો ઓછું પાણી પીવાની આદત પણ હોય શકે છે.પથરીની સમસ્યા થવા પર તમે તમારા ખાન-પાનમાં રીંગણાંનું સેવન કરવાનું બંધ કરી દો. રીંગણાંમાં ઓક્સલેટ વધારે માત્રામાં હોય છે, જે પથરીની સમસ્યામાં વધારે ખતરનાક સાબિત થઈ શકે છે અને જો તમે સ્વસ્થ છો, તો રીંગણાંનું સેવન કરતાં પહેલા તેના બીજને દૂર કરી દો.
બવાસીર અને નસકોરી :
જી હા મિત્રો, લોહીયાળ બવાસીર અને હેમરેજ જેવી સમસ્યાથી પીડિત લોકો માટે, રીંગણાં ઝેરથી ઓછા નથી અને જે પણ લોકો રીંગણાંનું વધારે માત્રામાં સેવન કરે છે, તેને બવાસીર અને હેમરેજ જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારી બવાસીર સમસ્યામાં વધારે માત્રામાં લોહી વહેવા લાગે છે, જે તમારા માટે જોખમી થઈ શકે છે. તેથી જ, બવાસીર અને હેમરેજ જેવી સમસ્યામાં રીંગણાંને ભૂલથી પણ ન ખાવા જોઈએ.એલર્જી : જો તમને શરીરમાં ગરમીનો અનુભવ થાય છે અથવા કોઈ પણ પ્રકારની એલર્જી છે, તો તેવામાં તમારે રીંગણાંનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં જો તમે રીંગણાંનું સેવન કરો છો, તો તે તમારા માટે જોખમી થઈ શકે છે. જે તમારી એલર્જીમાં વધારે વૃદ્ધી કરે છે. આ સિવાય પેટમાં ગેસ અથવા કબજિયાત જેવી સમસ્યામાં પણ રીંગણાંનું સેવન ન કરવું જોઈએ.
ડિપ્રેશન : જો તમે લગાતાર ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો, તો તમે રીંગણાંને તમારાથી દૂર જ રાખજો. આવા સમયે જો તમે રીંગણાં અથવા તો રીંગણાંથી બનાવેલ કોઈ પણ ડિશનું સેવન કરો છો, તો તમારા શરીરમાં દવાની અસર ઓછી થવા લાગશે.ચરબી : ચરબીની સમસ્યામાં રીંગણાં જરૂરથી ચરબી ઓછી કરે છે, પરંતુ તળેલા રીંગણાં અથવા તો રીંગણાંના પકોડા, આવી અન્ય ડિશ તમારું વજન વધારી શકે છે, તેથી રીંગણાંનું સેવન જાડાપણાંમાં ન કરવું જોઈએ.
જાણો રીંગણાંના ફાયદા : રીંગણાં ઉત્તમ અને શ્રેષ્ઠ શાકભાજી છે. જેને ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી અને આવા અનેક ફાયદાકારક રીંગણાંના ફાયદાઓ છે. આ સાથે જ આયુર્વેદ અનુસાર, આ ઔષધિનું કામ પણ કરે છે. ઘા લાગવા પર અથવા સ્નાયુમાં દુઃખાવો થવા પર રીંગણાંને હળદર સાથે ગરમ કરીને શેક લઈ શકો છો, જેનાથી દુઃખાવામાં રાહત મળે છે અને ઘા જલ્દી ઓછો થઈ જાય છે. આ સાથે જ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, બીમારી સમયે રીંગણાંનું સેવન આપણાં ખાન-પાનમાં ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી