સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચાની પણ સંભાળ જરૂરથી લેવી જોઈએ, તેના માટે પોતાના ડાયટમાં ગોજી બેરી જેવા ફૂડને જરૂરથી સામેલ કરો. ગોજી બેરીમાં એન્ટી ઓક્સીડેન્ટની ભરપૂર માત્રા હોય છે. ગોબી બેરીને ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આવો એક્સપર્ટ દ્વારા જાણીએ તેના વિશેષ ફાયદાઓ વિશે.
ગોજી બેરીને વુલ્ફબેરી પણ કહેવામાં આવે છે. આ નાના લાલ રંગના ફળ હોય છે, જેનો ઉપયોગ એશિયામાં વાનગીઓ બનાવવા માટે વર્ષોથી કરવામાં આવે છે. આ ફળને ખુબ જ ઠંડીની ઋતુની જરૂર પડે છે, તેથી આ ફળ હિમાલય ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. ગોજી બેરી સ્વાદિષ્ટ તો હોય જ છે, પરંતુ સાથે જ, તે આરોગ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને શક્તિશાળી ઔષધિય ગુણ પણ હોય છે. આ બેરી વધારે ડ્રાય પાવડરના રૂપમાં મળે છે અને તેને ફૂડ સપ્લિમેંટ્સના રૂપમાં પણ ખાવામાં આવે છે.ગોજી બેરીને સુપર ફૂડ કહેવામાં આવે છે, કારણ કે તેના છોડમાં ઉત્પાદિત ફાઇટોકેમિકલ્સ હાજર હોય છે. તેમાં ફાઇટોકેમિકલ્સમાં પોલિસેકેરાઇડ, બીટા-કેરોટિન અને જેક્સેન્થિન સામેલ હોય છે. પોલિસેકેરાઈડની એક પ્રાથમિક વિશેષતા પણ છે. તે આહાર માટે એક ઉત્તમ ફાઈબરનો સ્ત્રોત છે. ગોજી બેરીના નારંગી રંગ માટે બીટા-કેરોટિન જવાબદાર છે.
બીટા-કેરોટિન આંખ, હાડકાં અને ત્વચાના સ્વાસ્થ્ય માટે અને સેલ્સ ગ્રોથ માટે મહત્વપૂર્ણ છે. ગોજી બેરી આપણાં સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક થઈ શકે છે ? આ જાણવા માટે આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. તો આવો અમારી સાથે તેના હેલ્થ અને ત્વચાને લગતા ફાયદાઓ વિશે જાણીએ.
એક્સપર્ટની સલાહ : એક્સપર્ટનું કહેવું છે કે, “ગોજી બેરી એન્ટી ઓક્સીડેન્ટથી સમૃદ્ધ હોય છે, અને તે આપણી ઇમ્યુનિટીને તો વધારે જ છે સાથે જ, તે સમગ્ર મનોદશાને અને એનર્જીમાં સુધાર લાવવામાં પણ મદદ કરે છે. વિટામિન-એ અને વિટામિન-સીથી ભરપૂર ગોજી બેરી વાળ અને ત્વચા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. કૈટેનોઇડ્સ અને ફાઈબર આહારથી ભરપૂર બેરી પાચનને સુધારવામાં પણ મદદ કરે છે અને બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.ઇમ્યુનિટી : ગોજી બેરીમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ઇમ્યુનિટીના કામકાજને વધારવામાં મદદ કરે છે. એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે, (અસ્થિર અણું જે કોષોનું નિર્માણ કરી શકે છે અને ડીએનએ, લિપિડ્સ, પ્રોટીન વગેરે જેવા અન્ય પરમાણુઓને નુકશાન પહોંચાડે છે.) આ ફાઈબર, આયરન અને વિટામીન્સથી ભરપૂર હોય છે, જે શરીરની ઇમ્યુનિટીના નિર્માણ માટે ખુબ જ જરૂરી છે.
બ્લડ શુગર કંટ્રોલ : જી હા મિત્રો, ગોજી બેરી બ્લડમાં ઇન્સુલિન અને ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઇન્સુલિન એક એવો હોર્મોન છે, જે ઉર્જા અને સંગ્રહ હેતુ માટે તમારા બ્લડમાંથી શરીરના કોષો સુધી ગ્લુકોઝનું વહન કરે છે. ગોજી બેરી ખાવાથી બ્લડ શુગરના પ્રકાશનને નિયંત્રીત કરવામા મદદ મળી શકે છે.આંખોની હેલ્થ : આ બેરીને આંખની આરોગ્યની રક્ષા માટે જાણવામાં આવે છે. તેમાં જેક્સેન્થિન નામનું એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે મૈક્યુલા(આંખના રેટીનાનું કેન્દ્રિત ક્ષેત્ર)ના ક્ષેત્રમાં મળવાવાળું એક પીળા રંગનું રંગદ્રવ્ય હોય છે. આ એન્ટી ઓક્સીડેન્ટ, જેક્સેન્થિન તમારા રેટીનાનું નુકશાન થતું બચાવે છે અને તમને મૈકુલર ડિજનરેશન જેવી આંખની સમસ્યાથી પણ બચાવવામાં મદદ કરે છે.
સ્કીન : ગોજી બેરી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોવાના કારણે તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે અને ત્વચામાં ગ્લોઇંગ બનાવે છે. તે તમારી ત્વચાની રંગતની ગુણવતા વધારવામાં, ભેજ જાળવી રાખવામા અને ત્વચાના કોષોને અસરકારક રીતે પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. આ વાયુપ્રદૂષણ, ધુમાડો, અલ્ટ્રા-વાયલેટ(યુવી) કિરણો વગેરે દ્વારા થતું, ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને ફાઇન લાઇન્સ કરચલીથી અને એન્ટી-એન્જિંગ સાઇન્સને ઓછી કરે છે.
ગોજી બેરી લેવાની રીત : જો તમારી પાસે ઘરેલુ ગ્રાનોલા બાર હોય અથવા સવારે ઓટમીલની મજાનો આનંદ લો છો, તો તમે સ્વાદ વધારવા માટે થોડા ગોજી બેરીને પણ ઉમેરી શકો છો. તમે ચાહો તો ચાના રૂપમાં પણ લઈ શકો છો.એક કપમાં ટી બેગ(તમારી પસંદની ચા નો સ્વાદ) અને તેની અંદર 5 થી 10 ગોજી બેરીને નાખો. પછી કપમાં ઉપરથી ગરમ પાણી નાખો અને પછી 5 થી 10 મિનિટ માટે તેને રહેવા દો. તમે થોડીવારમાં જોશો કે,ગોજી બેરીની સાઈઝ વધવા લાગશે. પછી તમે બીજીવાર ચા ને ગરમ કરી શકો છો. જો તમને એવું લાગે કે ચા વધારે ઠંડી થઈ ગઈ છે અથવા તો તમે જેવી રીતે તેનું સેવન કરો છો, તેવી જ છે, તો તમે આ ચાને પીય શકો છો.
તમે પણ આ સુપર ફૂડને તમારી ડાયટમાં સામેલ કરીને તેના દરેક ફાયદાઓને લઈ શકો છો. આ રીતે તમારી સુપર ડાયટ માટે તમે ગોજી બેરીનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી