જેવી રીતે એક છોડ માટે પાણી ખુબ જ જરૂરી છે, તેવી જ રીતે આપણા શરીર માટે લોહી ખુબ જ જરૂરી છે. સારું અને સ્વસ્થ શરીર રાખવા માટે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું રહેવું ખુબ જ જરૂરી છે. જો શરીરમાં ફક્ત એક સેકન્ડ માટે પણ લોહીનું પરિભ્રમણ અટકી જાય છે તો જોખમી બની શકે છે.
પરંતુ આપણી કેટલીક એવી આદતો અને અનિયમિત આહારના કારણે, શરીરમાં લોહીનું પરિભ્રમણ અવરોધાય છે, જે આપણા શરીરની માટે સારો સંકેત નથી. જો રોજ એકસરસાઈઝ કરવામાં આવે તો ખરાબ લોહીના પરિભ્રમણને સારું રાખી શકાય છે. પણ જો તમે ચાહો તો તમારા આહારમાં નીચે આપેલ 5 ફ્રૂડ્સને સામેલ કરીને પણ તમે તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું કરી શકો છો. તો ચાલો જાણીએ એ પાંચ સુપરફૂડ વિશે.બીટ : બીટમાં આયરન અને નાઇટ્રેક જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે, જે શરીરની માટે ખુબ જ જરૂરી હોય છે. તમારા રોજના આહારમાં બીટનો સમાવેશ કરો. સલાડ, કચુંબર અથવા તો તેનું જ્યુસ કાઢીને પણ પી શકો છો. તેના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરશે.
ડુંગળી :
ડુંગળીએ બ્લડ સર્ક્યુલેશનને વધારવા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં ફ્લેવોનોઈજ એન્ટિઓસ્કિજન વધારે માત્રામાં હોય છે, જે હૃદય માટે પણ ખુબ જ જરૂરી છે. એક સંશોધનમાં દરરોજ 23 લોકોને 30 દિવસ સુધી 4.3 ગ્રામ ડુંગળીનો અર્ક આપવામાં આવ્યો હતો. અધ્યયન પછી જાણવા મળ્યું કે બધાનું લોહી પહેલાનાં કરતાં વધારે સારું છે. જો તમે ચાહો તો તમે પણ ડુંગળીને સલાડના રૂપમાં ઉપયોગ કરીને તમારા લોહી પરિભ્રમણને સારું રાખી શકો છો.દાડમ : દાડમમાં પણ કેટલાક ગુણો હોય છે. તેના રસથી ભરેલા દાણા શરીરમાં લોહીના પ્રવાહને તેજ કરે છે. જો તમે ચાહો તો તમારી રૂટિંગ લાઈફમાં દાડમનો સમાવેશ કરી શકો છો. તેના સેવનથી તમને સારી માત્રામાં ફાઈબર મળશે, જે હૃદય માટે ખુબ જ સારું છે.
હળદર : હળદરને એક ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. જો રોજ હળદરનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરનું લોહી પરિભ્રમણ સારું થાય છે. આમાં કરક્યુમિન નામનું એક જરૂરી તત્વ હોય છે, જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.લસણ : લસણ આપણા શરીરમાં લોહીના પ્રવાહને ખુબ જ સારું બનાવે છે. જો તેનું સેવન કરવામાં આવે તો આપણને બીમારીઓ ખુબ જ ઓછી થાય છે. તમે ચાહો તો લસણની એક-બે કળીયોને થોડા ગરમ પાણી સાથે પીય શકો છો. આ સિવાય તમે લસણને પીસીને પણ શાકભાજીમાં નાખી શકો છો. આ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી