કોરોના થી બચવા માટે હેલ્થ એક્સપર્ટ દરેક લોકોને કોવીડ-19 ઉપયુક્ત વ્યવહાર અપનાવવાની સલાહ આપે છે. આ સિવાય સંક્રમણ થી બચવા માટે ઈમ્યુનીટી મજબુત બનાવી રાખવા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. આયુષ મંત્રાલય એ કોરોનાથી બચવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે. જે ઈમ્યુનીટી વધારામાં તમારી મદદ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદ માં ખુબ જ અસરકારક માનવામાં આવે છે. ચાલો તો આ ઉપાયો વિશે જાણી લઈએ.
આયુષ મંત્રાલય એ દરેક લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપે છે. આખા દિવસ દરમિયન તમે જયારે પણ પાણી પીવો ત્યારે ગરમ પાણીનું સેવન કરો. આ સિવાય તમે ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર પણ નાખી શકો છો, તેમજ લીંબુ પણ નાખીને પી શકો છો.
આ સિવાય ઘરે બનેલી તાજું અને સાદું ભોજન જ ખાવો. તેમજ આ ભોજન પણ એવું હોવું જોઈએ જે જલ્દી પચી જાય. ખાવામાં જીરું, હળદર, કોથમીર, સૂકાયેલ આદુ એટલે કે સુંઠ, લસણ જેવા મસાલાઓ નો ઉપયોગ કરો. આંબળા અથવા તેનાથી બનેલ વાનગીનું સેવન કરો.
આયુષ નેશનલ કલીનીકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ મંત્રાલય ની સલાહ અનુસાર દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ સુધી યોગ, પ્રાણાયામ, અને ધ્યાન નો પ્રયાસ કરો. આ સિવાય સારી નીંદર લો. દિવસમાં સુવાથી બચવું જોઈએ. અને રાત્રે 7 થી 8 કલાકની નીંદર લો.
ઈમ્યુનીટી વધારવા માટે બે વખતમાં 20 ગ્રામ ચ્યવનપ્રાશ સવાર અને સાંજે ખાલી પેટ નવશેકા પાણી સાથે સેવન કરો. હળદર વાળું દૂધ પીવો. તેને બનાવવા માટે ગરમ દુધમાં અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લો. તેને દિવસમાં એક થી બે વખત પીવો.
આ સિવાય તમે ગુડુંચી ધનવટી 500 મીલીગ્રામ/અશ્વગંધા ગોળી 500 મીલીગ્રામ દરરોજ બે વખત ખાધા પછી નવશેકા પાણી સાથે તેનું સેવન કરો.
હર્બલ ચા અથવા ઉકાળો: તુલસી, તજ, સૂકાયેલ આદુ એટલે કે સુંઢ, મારી, થી બનેલ હર્બલ ચા અથવા ઉકાળો પીવો. આ માટે આ બધી સામગ્રીને 150 એમએલ ગરમ પાણીમાં નાખીને ખુબ જ ઉકાળી લો. હવે આને ગાળીને દિવસમાં બે વખત પીવો. તમે તેમાં સ્વાદ માટે ગોળ, કિશમિશ અને એલચી પણ નાખી શકો છો.
ઓઈલ પુલિંગ થેરાપી: સવાર સાંજ નાકમાં તલનું તેલ, નારિયેળ નું તેલ અથવા ગયાનું ઘી નાખો. દિવસમાં એક અથવા બે વખત ઓઈલ પુલિંગ થેરાપી કરો. આ માટે તમે 1 ચમચી તલ અથવા નાળીયેર ને મોઢામાં લો. 2 થી 3 મિનીટ મોઢામાં તેને ચારેબાજુ ફેરવો. પછી તેને થૂંકી નાખો. ત્યાર પછી ગરમ પાણીથી કોગળા કરો.
સૂકાયેલ કફથી રાહત મેળવવા માટે તેમ નાસ લો. તમે સાદા પાણી થી અથવા તેમાં તાજા ફુદીનાના પાન, અજમો, અથવા કપૂર પણ નાખી શકો છો. અને તેની નાસ લઇ શકો છો. દિવસમાં એક વખત નાસ જરૂર લો. ધ્યાન રાખો કે વધુ ગરમ પાણીથી નાસ ન લેવી જોઈએ.
લવિંગ અથવા મુલેથી નો પાઉડર ને ખાંડ અથવા મધ સાથે મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વખત લો. તેનાથી ઉધરસ અને ગળામાં ખરેડી ની સમસ્યા માં રાહત મળશે.
આ રીતે તમે થોડા ઘરેલું ઉપાયો અપનાવીને કોરોનાથી બચી શકો છો. અને યાદ રાખો કે કોરોના સામે લડવા માં તેમારી ઈમ્યુનીટુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આથી બને ત્યાં સુધી એવો ખોરાક લો જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમે કોરોના સામે લડી શકો. આ સિવાય બહાર જાવ ત્યારે માસ્ક પહેરો અને લોકો સાથે અંતર બનાવી રાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good article.
But what surprise me is All these brilliant ideas could not give the immunity to the high number HU became the cOVID victims,
So what went wrong? All these ideas are either fake mixture or untried & not proved for what they claim.