ચા સાથે ભુલથી પણ ન કરો આ વસ્તુનું સેવન…..જો કરતા હોવ તો થઇ શકે છે ગંભીર ગંભીર સમસ્યાઓ….જાણો કંઈ છે એ વસ્તુ….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ચા સાથે ભુલથી પણ ન કરો આ વસ્તુનું સેવન…..જો કરતા હોવ તો થઇ શકે છે ગંભીર ગંભીર સમસ્યાઓ….જાણો કંઈ છે એ વસ્તુ….

મિત્રો લગભગ લોકોના દિવસની શરૂઆત ચા થી જ થતી હોય છે. તો ઘણા લોકો તો ચાના એટલા બંધાણી હોય છે કે દિવસમાં ત્રણ વાર તો તેમને ચા પીવી જ પડતી હોય છે. તો ઘણા લોકોને તો ચા પીધા વગર કામમાં મન ન લાગે તેવું પણ હોય છે. સામાન્ય રીતે ચાનું વધુ પડતું સેવન તો આપણા માટે નુકશાનદાયી જ છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ મિત્રો ચાના સેવન વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી બની જાય છે.

img source

મિત્રો લગભગ લોકો ચા સાથે કંઈકને કંઈક ખાવાનું પસંદ કરતા હોય છે. કોઈ ચા સાથે નમકીન ખાવાનું પસંદ કરે છે તો કોઈ બિસ્કીટ ખાવાનું પસંદ કરતા હોય છે.  પરંતુ મિત્રો ચા સાથે અમુક વસ્તુનું સેવન કરવું આપણા માટે ખુબ ઘાતક સાબિત થઇ શકે છે. એટલું જ નહિ જો ચા સાથે તે વસ્તુનું સેવન કરવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ કંઈ છે જેનું સેવન ચા સાથે કરવાથી તે સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થાય છે. ચા પીતા દરેક લોકોએ આ લેખ ખાસ વાંચવો જોઈએ.

img source

સૌથી પહેલી વસ્તુ છે લીલા શાકભાજી. મિત્રો લીલા શાકભાજીના સેવન પહેલા કે પછી તેમજ તેની સાથે ક્યારેય ચાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે લીલા શાકભાજીમાં ખુબ વધારે માત્રામાં આયરન અને ફાઈબર હોય છે. તેથી જો ચા પીધા બાદ તરત પછી કે પેલા લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે તો તે આપણી પાચનક્રિયા પર દુષ્પ્રભાવ પાડે છે તેમજ તેના કારણે લોહીની ઉણપ પણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત આયરન યુક્ત આહારનું સેવન પણ ચા સાથે ન કરવું જોઈએ. કારણ કે જો ચા સાથે આયરનયુક્ત વસ્તુનું સેવન કરવામાં આવે તો ચામાં રહેલ ટેનિન આયરનને અવશોષિત કરે છે. જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થઇ શકે છે.

img source

બીજી વસ્તુ છે પ્રોટીનયુક્ત આહાર. મિત્રો ચા સાથે ક્યારેય પ્રોટીનયુક્ત આહાર જેવા કે ઈંડા, માંસ, માછલી , પનીર વગેરે જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. જો તેની સાથે ચાનું કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે.

મિત્રો ચા સાથે ક્યારેય ધુમ્રપાન ન કરવું જોઈએ. મિત્રો આજકાલ નાની ઉંમરમાં જ યુવાનોને ધુમ્રપાન કરવાની લત લાગી જતી હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે જે શાનથી ચાની ચૂસકી સાથે સિગરેટનો સુટ્ટો લગાવતા હોય છે. પરંતુ તેમણે ખુબ સાવધાન થવાની જરૂરીયાત છે. કારણ કે ચા સાથે સિગરેટ પીવાથી આપણા શરીર પર ખુબ જ ભયંકર દુષ્પ્રભાવ જોવા મળે છે અને જો લાંબા સમય સુધી સિગરેટ સાથે ચા નું સેવન કરવામાં આવે તો તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે. માટે ભૂલથી પણ ક્યારેય ચા સાથે સિગરેટનું સેવન ન કરવું જોઈએ.

img source

ત્યાર બાદ ક્યારેય ચા સાથે મધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે મધની પ્રકૃતિ ગરમ હોય છે અને તેનું સેવન ચા સાથે કરવામાં આવે તો ડાયરિયા જેવી સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત તેનાથી બોડીનું ટેમ્પરેચર પણ નીચું આવી જાય છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

img source

મિત્રો ક્યારેય જમ્યા બાદ તરત જ ચા નું સેવન ન કરવું જોઈએ. કારણ કે ચા માં અમ્લ હોય છે માટે તે ખોરાકના ન્યુટ્રીન્સ શરીર સુધી પહોંચતા નથી અને તે પાચનશક્તિને પણ બગાડે છે. આ ઉપરાંત તે આપણા શરીરમાં સુગરની માત્રાને પણ પ્રભાવિત કરે છે. માટે ક્યારેય ભૂલથી પણ જમ્યા બાદ તરત જ ચા નું સેવન ન કરવું.

ઘણા લોકોને ચા સાથે મીઠા બિસ્કીટ ખાવાની આદત હોય છે. પરંતુ મિત્રો ચા અને મીઠા બિસ્કીટનું કોમ્બીનેશન ખતરનાક સાબિત થઇ શકે છે કારણ કે તેનાથી સુગરની માત્રા આપણા શરીરમાં ખુબ જ વધે છે. જેથી ડાયાબીટીશ પણ થઇ શકે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. એટલું જ નહિ મિત્રો જો નિયમિત ચા સાથે મીઠા બિસ્કીટનું સેવન કરવામાં આવે તો તેનો દુષ્પ્રભાવ ત્વચા પર પણ જોવા મળે છે. આ ઉપરાંત મોટાપાની સમસ્યા પણ થાય છે માટે આ આદત બદલી નાખવી જોઈએ.

img source

ઘણા લોકો ક્યારેક ભૂલથી અથવા ઉતાવળમાં ચા સાથે દહીંનું પણ સેવન કરી લેતા હોય છે તો તમને જણાવી દઈએ કે ચા પછી તરત કે પહેલા દહીંનું સેવન કરવાથી પાચનતંત્રને નુકશાન થાય છે. કારણ કે તે બંને પદાર્થ એસીડીક હોય છે.

ચા સાથે કંઈક નમકીન ખાવું તે ખુબ જ સામાન્ય વાત છે. દરેક લોકો આવી રીતે ચા સાથે નમકીનનું સેવન કરતા હશે. પરંતુ જો તમે બંનેનું એકસાથે સેવન કરવાના નુકશાન જાણી લેશો તો કદાચ ક્યારેય બંનેનું એક સાથે સેવન નહિ કરો. મિત્રો દૂધ અને નમકીન ક્યારેય સાથે ન ખાવા જોઈએ તે ઘણા રોગોનું કારણ બને છે તો ચા પણ દુધની જ બનેલી હોય છે તેથી ચા સાથે નમકીન વસ્તુ પણ નુકસાન કારક સાબિત થાય છે.

આ બંનેના સેવનથી વાળ અને ત્વચા સંબંધિત રોગો થઇ શકે છે. ત્વચા પર સફેદ ડાઘ, ખીલ, કરચલીઓ તેમજ અન્ય સમસ્યાઓ પણ થઇ શકે છે. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યા પણ થઇ શકે છે. માટે બને ત્યાં સુધી ચા સાથે નમકીનનું સેવન ન કરવું જોઈએ.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો ચા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકશાનકારક…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   Image Source: Google

Leave a Comment