લગ્નના 17 વર્ષ બાદ બની આ મહિલા DSP…. તેની સફળતા માટે તેણે આ કહ્યું છે આ કારણ જવાબદાર.

લગ્નના 17 વર્ષ બાદ બની આ મહિલા DSP…. તેની સફળતા માટે તેણે આ કહ્યું છે આ કારણ જવાબદાર.

મિત્રો લગ્ન પછી લગભગ મહિલાઓ ઘર અને ઘરના સભ્યોને સંભાળવામાં વ્યસ્ત બની જતી હોય છે. તેથી જ તો આજના સમયે મહિલાઓ પહેલા પોતાનું કરિયર બનાવે છે અને પછી લગ્ન કરે છે. કારણ કે લગ્ન બાદ કરિયર બનાવવું કે કોઈ અભ્યાસ ચાલુ રાખવો તે કોઈ પણ સ્ત્રી માટે મુશ્કેલી ભર્યું કાર્ય રહે છે. પરંતુ આજે અમે જે સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે લગ્ન બાદ પણ અભ્યાસ ચાલુ રાખ્યો અને જે સફળતાઓ મળેવી તે એક સામાન્ય વ્યક્તિ માટે ક્યારેય શક્ય ન બને.

તે મહિલા લગ્ન બાદ પણ પોતાના પરિવાર અને પોતાના અભ્યાસને પૂર્ણ રીતે સાંભળી અને આજે તેણે DSP બનીને પોતાનું અને તેના પતિનું સપનું સાકાર કર્યું છે. તો ચાલો જાણીએ કે કોણ છે આ મહિલા.

ગોપાલગંજની આ મહિલાએ ઘણી અન્ય મહિલાઓ, જે લગ્ન બાદ પોતાના સપનાઓ પુરા નથી કરી શકતી તેમના માટે એક જીવંત ઉદાહરણ ઉભું કર્યું છે. અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે ગોપાલગંજના હજીયાપુર રોડ પર આવેલ વોર્ડ નંબર 11 માં રહે છે અને તે મહિલાનું નામ છે દુર્ગાશક્તિ. જેવું તેમનું નામ છે તેવા જ એમના ગુણ પણ છે.

દુર્ગા જ્યારે માત્ર 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ દુર્ગાને ભણી ગણીને સમાજને કંઈક કરી બતાવવાની ચાહના હતી. દુર્ગાશક્તિના લગ્ન વર્ષ 2002 માં થયા હતા અને લગ્ન બાદ દુર્ગા પણ અન્ય મહિલાઓની જેમ ઘર અને ઘરના સભ્યોની સારસંભાળ લેવામાં વ્યસ્ત થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાં પણ દુર્ગશાક્તિની અંદર ભણી ગણીને કંઈક કરી બતાવવાનું જૂનુન તો કાયમ જ હતું.

ત્યાર બાદ દુર્ગાએ પોતાના પતિને ભણવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેની પાસે મદદ માંગી. પતિ અને પરિવારનો સહકાર મળતા દુર્ગાએ ઘરના કામ અને પોતાના એક માત્ર દીકરાની સંભાળ લેતા લેતા પીસીએસ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાર બાદ દુર્ગાએ ઘણી મહેનત કરી અને તેમની મહેનત રંગ પણ લાવી અને સફળતા પ્રાપ્ત થઇ.

આજે તેના લગ્નને 17 વર્ષ પુરા થઇ ગયા છે અને આજે દુર્ગાનું DSP બનવાનું સપનું પણ સાકાર થઇ ગયું છે. તેમની પસંદગી બિહાર પોલીસ સેવામાં થઇ હતી, ત્યાર બાદ દુર્ગાએ જરૂરી તાલીમો મેળવી ત્યાર બાદ તે DSP બની ગઈ. મિત્રો દુર્ગા DSP બનીને મહિલાઓ પર થતા અત્યાચાર, ઘરેલું હિંસા અને અસમાનતા તેમજ ભેદભાવ વિરુદ્ધ લડવા માંગે છે.

દુર્ગાએ પોતાને મળેલી સફળતાનો શ્રેય પોતાના પતિ, પિતા, સાસુ, સસરા અને પોતાના સંબંધીઓને આપ્યો છે. મિત્રો દુર્ગાએ મેટ્રિક અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ ગોપાલગંજમાં પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ તેણે નાલંદા ઓપન યુનિવર્સીટીમાં પીજી કર્યું હતું અને પટનામાં પોતાના બીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પરંતુ તે અભ્યાસ કરતા કરતા કમીશનની પણ તૈયારીઓ કરતી હતી. જેમાં તેને સફળતા મળી અને આજે તે DSP બની ગઈ છે અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.

આ વાત પર દુર્ગાશક્તિના પતિ અશોક કુમારનું કહેવું છે કે તેણે દુર્ગાની અભ્યાસમાં રૂચી અને તેની મહેનત જોઇને આગળ અભ્યાસ ચાલુ રાખવાની સલાહ આપી હતી અને પોતાની પત્નીને અભ્યાસમાં શક્ય હતી તેટલી મદદ કરી અને તેમની મદદ રંગ પણ લાવી અને આજે તેની પત્ની DSP બની ગઈ છે.

દુર્ગાશક્તિએ પોતાના અથાક પ્રયાસો અને મહેનતથી સાબિત કર્યું કે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું અસંભવ નથી હોતું, બસ તેને પામવા માટે મહેનત અને દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. આ ઉપરાંત દુર્ગાએ સાબિત કર્યું છે કે દીકરી અને દીકરો એક સમાન છે. જો દીકરીને પણ એક પ્લેટફોર્મ અને તક આપવામાં આવે તો તે પણ પરિવારનું નામ રોશન કરી બતાવે છે.

મિત્રો આજે કોઈ પણ વ્યક્તિએ સ્ત્રીને ક્યારેય પણ કમજોર ન સમજવી જોઈએ. કેમ કે એ કમજોર છે તેનું પાછળનું કારણ લગભગ પુરુષ પ્રધાનતા જ છે. જો દીકરીને કે સ્ત્રીને યોગ્ય તક અને તેના ભવિષ્ય માટે કે પ્લેટફોર્મ આપવામાં આવે તો એ અવશ્ય આગળ વધે અને માતાપિતા તથા સમાજ બંનેનું નામ રોશન કરે છે. એટલા માટે દરેક માતાપિતાએ દીકરો હોય કે દીકરી બંનેને મિત્રની જેમ મદદ કરવી જોઈએ. એક દિવસ તમારું એ દીકરી તમારા પરિવારનું નામ અવશ્ય રોશન કરે છે.

તો મિત્રો તમે પણ જો આ વાતને માણતા હોવ તો કોમેન્ટ કરો અને તમારો શુભ અભિપ્રાય જણાવો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “લગ્નના 17 વર્ષ બાદ બની આ મહિલા DSP…. તેની સફળતા માટે તેણે આ કહ્યું છે આ કારણ જવાબદાર.”

Leave a Comment