સફેદ ડુંગળી ખાવામાં એટલી જ લાભકારક છે જેટલી કે લાલ ડુંગળી. ભારતમાં ડુંગળીની ખેતી વધારે થાય છે. મહારાષ્ટ્રમાં ડુંગળી બે વાર ઉગાડવામાં આવે છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે. સફેદ ડુંગળીમાં હાઈ શુગર અને લો સલ્ફર હોય છે. તેનો ઉપયોગ ભારતીય ઘરોમાં શાકભાજીમાં, દાળમાં અથવા તો સલાડના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
સફેદ ડુંગળીનો ઉપયોગ ફક્ત આ રૂપમાં જ નહીં પરંતુ તેનો સ્વાદિષ્ટ મુરબ્બો (Safed pyaz murabba) પણ બને છે. જેવી રીતે આંબળાનો બને છે, તેવી જ રીતે સફેદ ડુંગળીનો મુરબ્બો પણ બને છે. આ મુરબ્બાને ખાવાથી પેટથી લઈને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. આજના આ લેખમાં આપણે જાણીશું કે સફેદ ડુંગળીનો મુરબ્બો કેવી રીતે બને છે અને તેને ખાવાથી શું લાભ થાય છે.સફેદ ડુંગળીનો મુરબ્બો બનાવવાની રીત : ગરમીના મૌસમમાં લૂ થી બચવા માટે લોકો લગભગ ડુંગળીનું સેવન કરતાં હોય છે. આ મહિને પણ થપ્પડ મારતી ગરમી પડી રહી છે. આવી ભયંકર લૂ થી બચવા માટે તમે સફેદ ડુંગળીનો મુરબ્બો ખાય શકો છો. તેને બનાવવો ખુબ જ સહેલો છે.
સફેદ ડુંગળીનો મુરબ્બો બાનવવા માટે સૌ પ્રથમ સફેદ ડુંગળી લો. હવે તેમાં 10 થી 12 કાણાં પાડી દો. કોઈ પણ સોય અથવા તો કોઈ પણ પાતળી સળિયા જેવી વસ્તુથી તમે છેદ કરી શકો છો. પછી તમે ડુંગળીને કાચના એક વાસણમાં નાખી દો. પછી તે વાસણમાં મધ નાખી દો અને તેને 40 દિવસ સુધી આમ જ સ્ટોર કરીને રહેવા દો. આ પછી તમારો મુરબ્બો તૈયાર છે. જ્યારે પણ મધ ખાલી થઈ જાય એટલે પાછું તેમાં મધ ઉમેરો. તો હવે જાણીએ સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવાના ફાયદા વિશે.પાચનમાં સહાયક : ડુંગળીમાં પ્રિબાયોટિક ગુણ હોય છે, જે પાચનમાં સહાયક થાય છે. તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે, જેથી પેટની સમસ્યાઓમાં લડવાની શક્તિ વધી જાય છે. ગરમીની ઋતુમાં લગભગ પેટ ખરાબ થઈ જાય છે, આ માટે ગરમીની ઋતુમાં સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવો એ વધુ ફાયદાકારક છે. તે પેટ ખરાબ કે અન્ય પેટની સમસ્યા થતા બચાવે છે.
નવા કોષોનું નિર્માણ : શરીરમાં જૂના કોષો મૃત થઈ જાય છે અને નવી કોષિકાઓ બને છે. નવી કોષિકાઓ બનાવવા માટે સફેદ ડુંગળીનો મુરબ્બો ખુબ જ ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલા તેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે.ચહેરાનો રંગ : સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવાથી ચહેરાનો રંગ બદલી જાય છે. ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. સફેદ ડુંગળીમાં વિટામિન સી હોય છે, જેના કારણે આ ત્વચાના રંગને વધારવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
સોજા : શરીરમાં કેટલાક કારણોને લીધે સોજો આવી જતો હોય છે. સફેદ ડુંગળીમાં કેટલાક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સોજાને ઓછો કરી દે છે. તેથી જ સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.જાતિય શક્તિ : ડુંગળીને જાતિય શક્તિ વધારવા માટે એક કંદ માનવામાં આવે છે. તેમાં એવા ગુણ હોય છે જે જાતિય શક્તિને વધારે છે. રોજ સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવાથી જાતિય શક્તિમાં વધારો થાય છે.
ઇમ્યુનિટી : કોરોનાકાળમાં દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે જોર આપે છે. જો તમે પણ તમારી ઇમ્યુનિટીને વધારવા માંગો છો, તો સફેદ ડુંગળીનો મુરબ્બો ખાવ. ડુંગળીમાં વિટામિન સી હોય છે, જે ઇમ્યુનિટી વધારવા માટેનો એક સારો સ્ત્રોત છે.કેન્સર : સફેદ ડુંગળીના મુરબ્બામાં મધ ભળેલું હોય છે, તે કારણથી શરીરને મધ અને ડુંગળી બંનેના ગુણો મળે છે. ડુંગળીમાં સલ્ફર હોય છે જે કેન્સરથી દૂર રાખે છે.
સફેદ ડુંગળીનો મુરબ્બો ગરમીમાં ખાવાથી શરીરના કેટલાક રોગો દૂર થઈ જાય છે. તેનું રોજ રાત્રે સેવન કરવાથી શરીરને કેટલાક લાભો મળે છે. પરંતુ ધ્યાન રાખો કે તેનું વધારે સેવન ન કરવું જોઈએ. સંતુલિત માત્રામાં ખાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી