આ રીતે વઘારમાં લસણને તળશો તો બળીને ચોંટશે પણ નહીં અને સ્વાદ પણ જળવાઈ રહેશે…

લસણ કોઈ પણ શાકભાજીમાં નાખવાથી શાકભાજીનો સ્વાદ વધારી દે છે. લસણને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી માનવામાં આવ્યું છે. લસણથી મળવા વાળા ફાયદાઓ આ અંદાજથી લગાવવામાં આવે છે કે, મોર્ડન મેડિકલ સાયન્સના પિતા માનવામાં આવેલા હિપોક્રેટ્સ લસણને પોતાના ભોજનમાં ઉમેરવા માટેની સલાહ આપતા હતા. આયુર્વેદમાં પણ લસણને ગુણોનો ભંડાર માનવામાં આવ્યો છે.

લસણમાં અધિક માત્રામાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગનીઝ, આયર્ન અને કેટલાક પ્રકારના વિટામિન પણ હોય છે. એટલા માટે દરેક લોકોને પોતાના ભોજનમાં લસણને ઉમેરવું જોઈએ. કેટલીક મહિલાઓ શાકભાજીના વઘારમાં હિંગ, જીરું અને આદુની સાથે-સાથે લસણને પણ જરૂરથી નાખે છે. જો કે તમે નોટિસ કર્યું હશે કે જ્યારે તમે લસણને વઘારમાં નાખો છો ત્યારે તે કડાઈ અને કુકરમાં ચિપકી જાય છે અથવા તો બળી જાય છે.લસણને ફોલતી વખતે તેમજ લસણને કાપતી વખતે પણ હાથમાં ચીપચીપ થાય છે. પરંતુ જો તે વઘારમાં બળી જાય તો ભોજનનો પૂરો સ્વાદ જ બગડી જાય છે. તમારી સાથે પણ આ જ પ્રકારની સમસ્યા થતી હોય. જો તમને સમજમાં ન આવતું હોય કે લસણને બળવાથી કેવી રીતે બચાવવું ? તો ચાલો આજે અમે તમને એવી ટીપ્સ વિશે સમજાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આ સમસ્યાને દૂર કરશે.

ટીપ્સ – 1 : મોટા ટુકડામાં કાપો :

આ ખુબ જ સાધારણ અને સિમ્પલ રીત છે, જે લસણને બળવાથી બચાવશે. આ માટે જો તમે જે રેસીપી બનાવી રહ્યા છો તેમાં ખાંડવાની જગ્યાએ તેને નાના-નાના ટુકડામાં કાપવાનું ન રાખતા. તેને થોડા મોટા ટુકડામાં કાપવાનું પસંદ કરો. નાના ટુકડા રાખવાથી તે જલ્દી ચડી પણ જાય છે અને તે ખુબ જ ઝડપથી બળવાનું પણ શરૂ કરી દે છે. ત્યાં જ મોટા ટુકડા રાખવાથી આ સમસ્યા ઓછી થાય છે.ટીપ્સ – 2 : આંચ(ગેસ)ને ધીમો રાખો :

આમ તો જોવામાં આવે છે કે, મહિલાઓ તેલને કડાઈમાં લઈને ગરમ કરવા માટે તેજ આંચ સાથે પહેલા મૂકે છે અને પછી લસણને તેમાં નાખે છે. જ્યારે તમારે આ પ્રકારે ન કરવું જોઈએ. જો તમે ચાહો છો કે, તમારું લસણ વઘાર કરતી વખતે બળે નહિ તો તમારે આંચને ધીમી અથવા તો મીડિયમ રાખવી જોઈએ.

ટીપ્સ – 3 : ચેક કરો તેલનું તાપમાન :

આ પણ એક નાની મિસ્ટેક છે, જેને મહિલાઓ વધારે કરતી હોય છે અને આ કારણે પણ લસણ બળી જતું હોય છે. ખરેખર, જ્યારે પણ વાસણમાં તેલ અથવા ઘી ગરમ થાય છે અને જો તેમાં તમે તરત જ લસણને નાખો છો તો તે બળી જાય છે. એટલા માટે લસણ નાખતા પહેલા ચેક કરો કે તેલ વધારે ગરમ ન હોય. અને જો આવું થયું હોય તો તેલને થોડું ઠંડુ થવા દો અને હલકા ગરમ તેલમાં ઓછી અને મધ્યમ આંચમાં લસણને તળી લો. આ રીતે તે પરફેક્ટ કૂક થઈ જશે.ટીપ્સ – 4 : લસણને થોડીવાર પછી નાખો :

આ એક ખુબ જ અમેજિંગ ટ્રીક છે, જે લસણને બળવાથી બચાવે છે. લગભગ તો વઘારમાં જીરું અને હીંગ નાખ્યા બાદ જ આપણે લસણને ઉમેરતા હોઈએ છીએ, જેનાથી લસણની બળવાની સંભાવના વધી જાય છે. પરંતુ તમે ચાહો છો કે, લસણ બળે નહિ તો તમે તેને પછી નાખો. ઉદાહરણ તરીકે તમે ડુંગળી અને લીલું મરચું વગેરેને પહેલા કૂક કરો અને જ્યારે ડુંગળી ભૂરાશ પકડવા લાગે ત્યારે તમારી રેસિપીમાં લસણને ઉમેરો. આ રીતે ડુંગળીના કૂક થવાની સાથે લસણ પણ પૂરી રીતે ભળી જશે.

ટીપ્સ – 5 : શાકભાજી મિશ્ર કરી લો :

જો તમે તમારી રેસિપીમાં લસણનો સ્ટ્રોંગ ફેવર ચાહો છો અને તેને બળવાથી પણ બચાવવા માંગો છો તો આ ટીપ્સની મદદ લો. આ માટે શરૂઆતમાં જ સમગ્ર શાકભાજીને છોલ્યા વગર જ રેસિપીમાં ઉમેરો અને પછી તેની છાલને ઉતારો. આ રીતે કરવાથી ફક્ત ભોજનમાં લસણનો તો સ્વાદ આવશે પણ સાથે જ તે બળશે પણ નહિ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment