માર્કેટમાંથી આ મસાલા ખરીદતી વખતે રાખજો ધ્યાન ! ગધેડાના છાણ અને એસિડમાંથી પણ બને છે… જાણો પૂરી માહિતી…

આજકાલ આપણે જોઈએ છીએ કે, માર્કેટમાં મળતી ઘણી વસ્તુઓ નકલી હોય છે. તેમાં ખાસ કરીને એવું વસ્તુઓ વધુ શામિલ હોય છે, જે ખાવા પીવાની હોય. તો આજે અમે તમને એક એવી હકીકત વિશે જણાવશું જેને જાણીને તમે હેરાન રહી જશો. એક જગ્યા પર ખાવા પીવાના નકલી મસાલા બનાવતા ફેક્ટરી મળી આવી છે. જાણો કેવી વસ્તુના બનતા એ મસાલા. જાણી તમે પણ ચોંકી જશો.

મિત્રો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે બજારમાં નકલી મસાલા જોવા મળે છે. પણ આ નકલી મસાલા કેવી રીતે ઓળખાય. ત્યારે આપણે વિચાર કરવો પડે છે. પણ ઘણી એવી ફેક્ટરી છે જ્યાં નકલી મસાલા બનાવાય છે અને તેનું વેચાણ પણ કરવામાં આવે છે. તો જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જ યુપીમાંથી નકલી મસાલા બનાવતી એક ફેક્ટરી સામે આવી છે. જ્યાં પોલીસે રેડ પાડી હતી અને ત્યાંથી 300 કિલો જેટલા નકલી મસાલા મળી આવ્યા છે. ચાલો તો આ વાત વિગતે જાણી લઈએ.

ઉત્તરપ્રદેશના હાથરસમાં નકલી બનાવટી ખોરાક સાથે જોડાયેલ અજીબ કેસ સામે આવ્યો છે. અહીં પોલીસે મંગળવારે એક મસાલા ફેક્ટરી પર રેડ પાડી, જેમાં એવું જાણવા મળ્યું છે કે, ત્યાં ગધેડાની લીદ, સૂકાયેલ ઘાસ, નકલી રંગ અને તેજાબની મદદથી નકલી મસાલા તૈયાર કરવામાં આવતા હતા. પોલીસે ખુબ મોટા જથ્થામાં મસાલાના ટેસ્ટીંગ માટે મોકલી આપ્યો છે. ટેસ્ટ પછી ફેક્ટરીના માલિક વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટેડડસ કાનુન હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે, ફેક્ટરીથી 300 કિલો ફર્જી મસાલા જપ્ત કરવામાં આવ્યા છે.આગળ જાણવા મળતી માહિતી મુજબ હાથરસ જીલ્લાના નાવીપુર એરિયામાં લાલ મરચાનો પાવડર, ધાણાજીરું, હળદળ સહીત ઘણા મસાલા મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલાને ખતરનાક અને ખોરાકમાં ન લેવાતી વસ્તુઓમાંથી બનાવવમાં આવતો હતો. આ ઉપરાંત ફેક્ટરીના માલિક અનુપ વર્ષાને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ઘણી વસ્તુઓ આવી મળતી હોય છે, તો તેના માટે માર્કેટમાંથી હંમેશા વિશ્વાસપાત્ર વસ્તુ જ લેવી જોઈએ. દરેક વસ્તુને વ્યવસ્થિત તપસ્યા બાદ જ લેવી. તો આવી ઘણી વસ્તુઓ મળતી હોય છે, જેનાથી આપણને શારીરિક નુકશાન પણ થતું હોય છે. માટે ખાનપાનની વસ્તુને યોગ્ય રીતે તપાસીને જ લેવી જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “માર્કેટમાંથી આ મસાલા ખરીદતી વખતે રાખજો ધ્યાન ! ગધેડાના છાણ અને એસિડમાંથી પણ બને છે… જાણો પૂરી માહિતી…”

  1. Not surprised. India have still got to go 100+ years to become honest and pure minded to provide their way forward. They have the currupt, deceiving blame culture which gives them the backward votes in the global market. I hope someday, something will change their cause.

    Reply

Leave a Comment