મિત્રો હાલ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમો અંગે વાંચતા કે સાંભળતાં જ હશો. મોદી સરકાર આવ્યા પછી દેશમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. આર્થિક રીતે તેમજ સામાજિક રીતે તેમજ ઉદ્યોગ ધંધાને લઈને ઘણી યોજનાઓ કરવામા આવી છે. સમાજનો નિમ્ન વર્ગથી લઈને મોટા વર્ગ સુધી દરેકનો વિકાસ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ઘણા એવા સમાજના ખરાબ તત્વો હોય છે જે ગલત કામ કરીને દેશનું નામ ખરાબ કરે છે. આવું જ કંઈક વારાણસીમાં થયું છે. જેમાં મોદીના સંસદીય કાર્યાલયને ઘણા સમાજના ખરાબ તત્વોએ OLX પર વેંચવા માટે મૂકી દીધું હતું. ચાલો તો આ અંગે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
જાણવા મળતી માહિતી મુજબ વારાણસીમાં રહેલ પીએમ મોદીના સંસદીય કાર્યાલયને ઘણા લોકોએ વેંચવા માટે મૂકી દીધું હતું. જ્યારે પોલીસ આ અંગે પુછપરછ કરી રહી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી એક ખુબ આશ્ચર્ય કરનારી ઘટના સામે આવી છે. અહીં ઘણા શરારતી તત્વોએ પીએમ મોદીના સંસદીય કાર્યાલયને વેંચાણ માટે OLX માં મૂકી દીધું.
પીએમ મોદીના સંસદીય કાર્યાલયનો ફોટો લઈને તેને OLX માં મૂકી દીધો. તેની કિંમત 7.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. OLX પર જે વિજ્ઞાપન આપવામાં આવ્યું તેમાં ઓફિસની અંદરની જાણકારી, રૂમ, પાર્કિંગની સુવિધા અને અન્ય બધી વાતો અંગે જણાવવામાં આવ્યું છે.
OLX पर शरारती तत्वों द्वारा पीएम के संसदीय कार्यालय को बेचने हेतु दिये गये विज्ञापन के सम्बन्ध में #SSP_VNS @amitpathak09 की बाईट @Uppolice @dgpup @adgzonevaranasi @IgRangeVaranasi @AmarUjalaNews @Live_Hindustan @TOIIndiaNews @htTweets pic.twitter.com/oXLwh34oyM
— POLICE COMMISSIONERATE VARANASI (@varanasipolice) December 18, 2020
જ્યારે આ સમગ્ર વાતની જાણ પોલીસને થઈ તો આ વિજ્ઞાપનને OLX પરથી હટાવવામાં આવી હતી. પોલીસે આ અંગે FIR દાખલ કરી, જેમાં 4 લોકોને પકડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું એવું છે કે, જે વ્યક્તિ ફોટો લઈને OLX પર મુક્યો હતો તેને પણ પકડી લેવામાં આવ્યો છે. આ કેસ અંગે પોલીસ દ્વારા બયાન પણ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, આ કેસ અંગે એક્શન લેવામાં આવ્યો છે. 4 લોકો ગિરફ્તાર છે અને એક વ્યક્તિને અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં કાર્યાલય બનાવ્યું છે. જ્યાં લોકો પોતાની પરેશાની જણાવવા માટે આવે છે. પીએમ મોદીનું આ કાર્યાલય ભેલુપુર થાણા ક્ષેત્રના જવાહર નગર એક્સટેશનમાં છે. પીએમ મોદી અવારનવાર વારાણસીના લોકો સાથે સંવાદ કરતા રહે છે. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ વારાણસી મુલાકાત લીધી હતી. આ સિવાય ઘણા કાર્યક્રમો તેઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી