આપણે ત્યાં ઘણા એવા ખાદ્ય પદાર્થ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેવું જ એક ખાદ્ય પદાર્થ છે સોયાબીન. સોયાબીનની અંદર ઘણી બીમારીઓ અને ઇન્ફેકશનનો ઈલાજ રહેલો છે. આથી જ સોયાબીનને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે તમે સોયાબીનને અલગ અલગ રીતે ખાઈ શકો છો. તેથી જ સોયાબીનને તમે શાકભાજીના રૂપમાં પણ ખાઈ શકો છો તેમજ પરોઠાના રૂપમાં પણ ખાઈ શકો છો. આ સિવાય તમે તેને કટલેસ બનાવી અથવા દુધમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. આ સિવાય સોયાબીન સ્નેક્સના રૂપે પણ ખુબ જ હેલ્દી છે.
સોયાબીનના કેટલાક ફાયદાઓ : સોયાબીનમાં પ્રોટીન સિવાય ફાઈબર, મિનરલ્સ અને ફાઈટ એસ્ટ્રોજન હોય છે. આ સિવાય તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ પણ ખુબ ઓછું હોય છે. સાથે જ તેમાં કોલેસ્ટ્રોલ પણ નથી હોતું, અને ન લેક્ટોસ. આથી જ સોયાબીન તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક છે. સોયાબીનમાં આયરન, મેગેનીજ, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, ઝીંક અને સેલેનિયમ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.સોયાબીન હેલ્દી વેટ ગેન અને વેટ લોસમાં પણ મદદ કરે છે. પણ યાદ રાખો કે તેને સીમિત માત્રામાં જ ખાવા જોઈએ. સોયાબીનમાં ફાઈબર અને પ્રોટીન ખુબ જ વિપુલ પ્રમાણમાં હોય છે. આથી જ આ તે લોકો માટે પણ ખુબ જ ફાયદાકારક છે જેઓ પોતાનું વજન ઓછું કરવા માંગે છે અને તે લોકો માટે પણ ફાયદાકારક છે.
સોયાબીન ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝની રોકથામ કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલ અનસેચ્યુરેટેડ ફેટ્સ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. આથી જ તેનાથી હાર્ટ સંબંધી બીમારીનો ખતરો ઓછો રહે છે.આ સિવાય સોયાબીન ઘણા પ્રકારના કેન્સરથી બચવામાં પણ મદદ કરે છે. અમેરિકાના કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અનુસાર સોયાબીનમાં રહેલ ફાઈબર કોલોરેક્ટલ અને કોલોન કેન્સરના ખતરાને ઓછો કરે છે.
સોયાબીન હાડકાઓની મજબૂતી માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. અકસર મહિલાઓને કમર દર્દ અને ગોઠણના દુઃખાવાની ફરિયાદ કરે છે. આવું કમજોર હાડકાઓ અને નસ પર આવતા દબાણને કારણે થતું હોય છે. જો કે સોયાબીનમાં વિટામીન, મિનરલ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને કોપર જેવા પોષક તત્વ રહેલા છે. આથી જ તે હાડકાને મજબુત બનાવે છે.સોયાબીન બર્થ ડીફેકટ્સને પણ દુર કરે છે. તેમાં રહેલ વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક એસિડ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખુબ જ જરૂરી હોય છે. સાથે જ તે ભ્રુણના માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. જો કે સોયાબીનનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.
સોયાબીનથી થતા નુકસાન : જો કે સોયાબીનથી ઘણી વખત એલર્જી અને નુકસાન પણ થઈ શકે છે. જેમ કે સોયાબીનમાં ઘણા એવા કંપાઉંડ હોય છે જે ફીમેલ હોર્મોન એસ્ટ્રોજનની નકલ કરી લે છે. જેના કારણે મહિલાઓમાં હોર્મોન સંબંધી ગડબડ થઈ શકે છે. જ્યારે પુરુષો જો તેનું વધુ સેવન કરે તો નપુસંકતા અને સ્પર્મ કાઉન્ટમાં પણ કમી આવી શકે છે. આથી જ સોયાબીનનું સેવન દરેક લોકોએ સીમિત માત્રામાં કરવું જોઈએ.આ સિવાય જે લોકોને કિડની સંબંધી સમસ્યા છે અને જે લોકોને ડાયાબિટીસ છે તો તેઓએ સોયાબીનનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ. સ્તનપાન કરાવતી મહિલાઓ વધુ સોયાબીનનું સેવન કરે તો વાઈ અને ચક્કર આવી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી