આ જગ્યાએ ડુંગળી બટેટા કરતા ઓછા ભાવે મળે છે કાજુ, એક કિલોના ભાવ જાણશો તો વિશ્વાસ નહિ આવે….

મિત્રો આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ મોટાભાગના લોકોને ખુબ જ પસંદ હોય છે. લગભગ બધાને ભાવતું હોય છે. પરંતુ કાજુ બદામ લગભગ લોકોને ભાવતા હોય છે. એવામાં જો તમને એમ કહેવામાં આવે કે કાજુની કિંમત બટેટા અને ડુંગળી કરતા પણ ઓછી છે, તો તમે કદાચ વિશ્વાસ જ નહિ કરો. સામાન્ય રીતે શહેરો અનુસાર 800 રૂપિયા આસપાસ કાજુના ભાવ હોય છે.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાજુ ડુંગળી અને બટેટાના ભાવે કાજુ મળે છે, તો ખુબ જ આશ્વર્ય લાગે. પરંતુ આ હકીકત છે. દિલ્લીથી 1200 કિમી દુર ઝારખંડમાં ખુબ જ સસ્તા કાજુ મળે છે. તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કે ઝારખંડના જામતાડા જીલ્લામાં કાજુ માત્ર 10 થી 20 રૂપિયા કિલોમાં મળે છે.જામતાડાના નાળામાં લગભગ 49 એકર એરિયામાં કાજુના બગીચાઓ છે. આ બગીચાઓમાં કામ કરતા બાળકો અને મહિલાઓ કાજુ ખુબ જ સસ્તા ભાવે વેંચે છે. કાજુની ખેતીથી ફાયદાઓ થવાથી આ એરિયાના ઘણા લોકોનું ધ્યાન આ તરફ વળી રહ્યું છે. આ બગીચાઓ જામતાડા બ્લોક મુખ્યાલયથી 4 કિલોમીટર આવેલ છે.

બગીચા બનવા પાછળ રહેલ છે ખુબ રોમાંચક કહાની : સૌથી રોચક વાત એ છે કે, જામતાડામાં કાજુનું એટલું મોટું ઉત્પાદન માત્ર થોડા વર્ષોની મહેનત પછી શરૂ થયું છે. આ એરિયાના લોકો જણાવે છે કે, જામતાડાના પૂર્વ ઉપાયુક્ત કૃપાનંદ ઝા ને કાજુ ખુબ જ ભાવતા હતા. તેથી તેઓ ઈચ્છતા હતા કે જામતાડામાં કાજુની ખેતી થઈ જાય તો તે તાજા અને સસ્તા કાજુ ખાઈ શકે.આ કારણે જ કૃપાનંદ ઝા એ ઓડીશામાં કાજુની ખેતી કરતા લોકોને મળ્યા. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી જામતાડાની ભૌગોલિક સ્થિતિ વિશે તપાસ કરી. ત્યાર પછી અહીં કાજુની ખેતી શરૂ કરાવી અને જોતજોતામાં થોડા વર્ષોમાં કાજુની મોટા પાયે ખેતી થવા લાગી.

કૃપાનંદ ઝા ત્યાંથી ગયા પછી નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીએ માત્ર 3 લાખ રૂપિયામાં 3 વર્ષ માટે બગીચાની દેખભાળની જવાબદારી સોંપવામાં આવી. એક અનુમાન અનુસાર બગીચામાં દર વર્ષે હજારો કવીંટલ કાજુ થાય છે. જ્યારે અહીં દેખભાળની લાપરવાહીના કારણે અહીં પસાર થતા લોકો કાજુ તોડીને લઈ જાય છે.જ્યારે કાજુની ખેતી સાથે જોડાયેલા લોકોએ ઘણી વખત રાજ્ય સરકારથી ખેતીની સુરક્ષાની અરજી આપી છે. પણ તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગયા વર્ષે સરકારે નાળા એરિયામાં 100 હેક્ટર ભૂમિ પર કાજુના છોડ લગાવવાની વાત કરી હતી. છોડ રોપણની બધી તૈયારી વિભાગે કરી લીધી છે. રાષ્ટ્રીય બાગવાની મિશન મુજબ કાજુના છોડ લગાવવાની જવાબદારી જિલ્લા કૃષિ વિભાગને આપવામાં આવી છે, પણ હજી સુધી તેના પર કોઈ કામ શરૂ થયું નથી.

સરકારે આ એરિયાના કિસાનોની હાલત સુધારવા માટે અહીં કાજુની ખેતી વધારવા અને તેને યોગ્ય વળતર મળી રહે તેવું વચન આપી રહી છે.

આવી જ બેસ્ટ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment