ફેનના પિતાને હતું મોં નું કેન્સર, પરંતુ એક્ટર સોનું સુદે આ રીતે બદલી નાખી તેની જિંદગી.

હાલ આપણે જોઈએ છીએ કે જનજીવન ધીમે ધીમે પાટા પર આવતું જાય છે. કેમ કે કોરોનાના કારણે દેશની અને સામાન્ય માણસથી લઈને દરેકની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે દેશના દરેક લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. પરંતુ એવા મુશ્કેલ સમયમાં પણ અમુક લોકો એવા હતા જે સામાન્ય લોકોની સેવા કરવા માટે તત્પર હતા. તો તેવા લોકોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સોનું સુદ ખુબ જ ચમક્યા હતા. કેમ કે તેમણે પ્રવાસીઓ મજદૂરોને પોતાના વતન મોકલવા માટે ઘણી બધી બસોની વ્યવસ્થા કરી હતી. તેઓએ પોતાના ખર્ચે ઘણા લોકોની મદદ કરી છે.

પરંતુ ત્યાર બાદ પણ એક્ટર સોનું સુદ ઘણા લોકોની જિંદગીનો સહારો બન્યા છે. તેઓ લગાતાર લોકોની મદદ કરી અને બધાનું દિલ જીતી રહ્યા છે. આ એક્ટર છેલ્લા ઘણા મહિનાઓથી આ કામમાં લાગેલા છે. જેમાં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સની આપવીતી પણ સાંભળે છે અને પછી તેઓ તરત જ તત્કાલ મદદ પણ કરી આપે છે.

તેઓ કોઈ પણ વિદ્યાર્થીની ફિસ જમા કરી આપે છે તો કોઈ બાળકને પુસ્તકો ભેટમાં આપે છે. ટૂંકમાં આ એક્ટર કંઈને કંઈ કરીને લોકોની જિંદગીમાં ખુશીઓ ભરી રહ્યા છે. તો હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સોનું સુદે તેના એક ફેનના પિતાની મદદ કરી હતી. તો ચાલો જાણીએ કેવી રીતે સોનું સુદે કરી હતી હેલ્પ. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સોનું સુદના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. સોશિયલ મીડિયા પર સોનું સુદના ફેને જણાવ્યું હતું કે, તેના પિતાને મોં નું કેન્સર છે. તેઓ લખે છે કે, – સર, મારા પિતા 10 મહિનાથી મોં ના કેન્સર સાથે જંગ લડી રહ્યા હતા, પરંતુ આજ હું મારા પિતાને હસતા જોવ છું. મારા પિતાની ટ્રીટમેન્ટ શરૂ થવા જઈ રહી છે તમારો સાથ હંમેશા અમારા પર બનાવી રાખો. એ માત્ર તમારા કારણે શક્ય થઈ શક્યું છે. ફેનના આ મેસેજથી સોનું સુદની ખુશીનું ઠેકાણું રહ્યું ન હતું. તે આ વાતથી ખુબ જ ખુશ કે, તેના ફેનના પિતા હવે ઠીક થઈ જશે. સોનું સુદ ભાવુક અંદાજમાં ફેનના જવાબમાં લખે છે કે, – પિતાની તો આખી દુનિયામાંથી સૌથી સારી મુસ્કાન હોય છે.

સોનું સુદનો આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેમ કે તેના કારણે એક વ્યક્તિની જિંદગી બદલી ગઈ છે, એટલા માટે હર કોઈ આ એક્ટરની તારીફ કરી રહ્યું છે. આ પહેલા સોનું સુદે એક ચાર મહિનાની બાળકીને પણ જીવનદાન આપ્યું હતું. તેમણે એ બાળકીની સફળ હાર્ટ સર્જરી કરાવી હતી. આ એક્ટર કોઈ પણ સ્વાર્થ વગર લગાતાર લોકોની મદદ કરી રહ્યા છે. તેઓ બધાને વિશ્વાસ આપવી રહ્યા છે કે, તેનો આ અંદાજ આગળ પણ જારી રહેશે.

1 thought on “ફેનના પિતાને હતું મોં નું કેન્સર, પરંતુ એક્ટર સોનું સુદે આ રીતે બદલી નાખી તેની જિંદગી.”

Leave a Comment