મિત્રો ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફક્ત પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જ ઘણા પ્રકારે ઉપયોગમાં લેવાય છે. કોરોનાના કારણે દરેક જગ્યાએ ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. હેલ્દી ડાયટ લઈ રહ્યાં છે, જેથી તેઓ બીમારીથી દૂર રહી શકે છે. પૂજા-પાઠ અને હવનના ઉપયોગમાં આવતી 5 વસ્તુઓ જેના રોજિંદા ઉપયોગથી તમે તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવા એ કંઈ વસ્તુ છે જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત કરે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
લવિંગ : હવન અથવા તો ઘણી પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગના ઉપયોગ વિના હવન અને પાઠ પૂજાને અધૂરી પણ માનવામાં આવે છે. હકીકતમાં હિંદુ ધર્મમાં લવિંગને ખુબ જ પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. લવિંગને ઈમ્યુનિટી વધારવા માટે પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં કંકાશ(કકળાટ)વાતાવરણ દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમારે દેસી કપૂરની સાથે સાદા લાકડા પ્રગટાવવા પડશે. આંબાની લાકડીઓની સંખ્યા 2 કે 3 પણ હોય શકે છે. ત્યાર બાદ 11 જોડી લવિંગ લઈ લો. ધ્યાન રાખો લવિંગ તૂટેલું ન હોય અને તે સાથે તે તાજા હોવા જોઈએ. આ લવિંગને ઘીની સાથે અગ્નિમાં પ્રજવલિત કરી લો. કહેવાય છે કે, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ એવી પૂજા કરવા પર કંકાશ(કકળાટ) દૂર થશે.
કપૂર : કપૂર પૂજામાં ઉપયોગમાં લેવાતું મહત્વપૂર્ણ તત્વ છે. આ એક વાયુ થનારો વનસ્પતિક પદાર્થ છે. જે સામાન્ય રીતે હવન અને આરતીના અંતમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની સુંગધના કારણે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેની સુંગધના કારણે મન અને મસ્તિષ્ક બંનેને શાંતિ મળે છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, ઘરમાં કપૂરના નિયમિત ઉપયોગથી લોકોની ઇમ્યુનિટી વધે છે. એવી માન્યતા છે કે, રાતે સુતા પહેલાં પીતળના વાસણમાં કપૂરને લઈને તેને ગાયના ઘીમાં બોળીને તેને પ્રગટાવો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં સુધારો આવે છે. તો બીજી તરફ એવી પણ માન્યતા છે, કે ઘરમાં રોજ સવાર, બપોર અને સાંજે કપૂર પ્રગટાવવામાં આવે તો પિતૃદોષ સમાપ્ત થાય છે.ઈલાયચી : જ્યોતિષમાં ઈલાયચીને શુક્રનો પદાર્થ માનવામાં આવે છે. તો વિજ્ઞાન અનુસાર, ઈલાયચીના રોજિંદા પ્રયોગથી ઈમ્યૂનિટી મજબૂત હોય છે. ધાર્મિક માન્યતાઓમાં પણ ઈલાયચીને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારી નોકરી મેળવવા માટે ઈલાયચીનો ઉપયોગ ખુબ જ કારગર સાબિત થાય છે. આ પ્રયોગને એક ગુરુવારથી શરૂ કરીને સતત 3 ગુરુવાર સુધી કરવાથી લાભ થાય છે. કહેવાય છે કે, પીપળાના ઝાડ નીચે પીપળાના પાન પર 2 લીલી ઈલાયચી અને 5 પ્રકારની મીઠાઈ રાખવાથી નોકરી-ધંધામાં લાભ થાય છે.
મધ : મધનો ઉપયોગ ઈમ્યુનિટીને વધારે છે. રોજ મધ ખાવાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે. ત્યાં જ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો કુંડળીમાં મંગળની સમસ્યા હોય તો દર મંગળવાર શિવલિંગ પર મધ અર્પણ કરો. જો બૃહસ્પતિ ખરાબ પરિણામ આપી રહ્યા છે તો મધને પીતળના પાત્રમાં લઈને તેનું સેવન કરો. ઉપરાંત મધને શીશીમાં ભરીને રાખવાથી દાંપત્ય જીવનમાં મધ જેવી મીઠાશ રહે છે.ગાયનું ઘી : ગાયના ઘીનો ઉપયોગ પૂજામાં વિશેષ રીતે કરવામાં આવે છે. ગાયના ઘીના સેવનથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે માટે ગાયનું ઘી ઈમ્યુનિટીને પણ ખુબ જ વધારે છે. ગાયના ઘીના ઘણા ઉપાય ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે તથા ધનવાન બનાવે છે. માન્યતા છે કે રોજ સાંજના સમયે કેસર નાંખીને ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.
Very good article. Hope this goes further with good health. Let it spread further to be more immune to the new viruses.