એક દીકરો મોટો અધિકારી અને બીજો નેતા ! 80 વર્ષની વૃદ્ધ માતા રોડ પર મળી આવી હાલતમાં.

આજના સમયમાં લગભગ બધા જ લોકો જાણે છે કે વૃદ્ધ માતા-પિતાની હાલત કેવી હોય છે. માતા-પિતા બાળકને ભણાવે ગણાવે અને મોટા અધિકારી અથવા મોટો માણસ બનાવે છે. આમ જોઈએ તો દરેક માતા-પિતા તેના બાળકોને એક સારો માણસ જ બનાવવા ઈચ્છતા હોય છે. પરંતુ ઘણા માતા-પિતાની હાલત એવી ગંભીર હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો એક એવી જ ઘટના સામે આવી છે. એક માતાના બે પુત્રો એક નેતા અને બીજો અધિકારી હતો. પરંતુ એ માતાની જે હાલત હતી એ હૃદયને કંપાવી નાખે તેવી હતી. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે વિશેષ માહિતી.

પંજાબના  શ્રી મુક્તસર સાહેબમાં એક 80 વર્ષની વૃદ્ધ મહિલા ખાલી મેદાન ઈંટોની વચ્ચે ખુબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહિલાને ગુજ્જર રોડ પર માટીના ગારાથી બનેલી બે ફૂટની દીવાલોની ઉપર પ્લાઈના ટુકડાની અંદર રેસ્ક્યુ કરવામાં આવી છે. મહિલાના શરીર પર પૂર્ણ રીતે કપડાં પણ ન હતા. તેના માથામાં જીવજંતુઓ ફરી રહ્યા હતા. કોઈ રાહગીરને મહિલા આ હાલતમાં જોવા મળી હતી. તેણે તરત જ સમાજ સેવી સંસ્થા સાલાસર સેવા સોસાયટીને સુચના આપી. એ સમાજ સેવી સંસ્થાએ જ પોલીસની મદદ દ્વારા મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. જો કે મહિલાને હોસ્પિટલમાં ભરતી કરી તેના થોડા સમય બાદ જ એ મૃત્યુ પામી હતી. 

એવું જાણવામાં આવી રહ્યું છે કે, એ મહિલાને બે દીકરા છે. તેનો એક દીકરો અધિકારી છે તો બીજો દીકરો નેતા છે. સાથે સાથે તેની પૌત્રી PCA અધિકારી છે. પરંતુ તેમ છતાં દીકરાઓએ તેની માતાને એવી સ્થિતિમાં છોડી દીધી કે કોઈ કલ્પના પણ ન કરી શકે.હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મહિલાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, તો તેના મસ્તકમાં જીવજંતુ પડેલા મળ્યા હતા. મહિલાઓને શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ પડી રહી હતી અને તેની હાલત ખુબ જ નાજુક અને ગંભીર હતી. દીકરાને જ્યારે માતાની આવી હાલત વિશે જાણકારી મળી, તો તેઓ ત્યાં પહોંચ્યા અને તેની માતામેં બીજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં એ વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું. 

આ મામલાને લઈને ASI દિલબાગ સિંહે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વૃદ્ધ મહિલા સોઢીયોની આરા કોટલી રોડની રહેવાસી હતી. એવું જાણવામાં આવી રહ્યું છે કે તેના છોકરાઓ મહિલાની દેખભાળ કરવા માટે કોઈને કહ્યું હતું. તે દર મહિને મહિલાની દેખભાળ કરવા માટેના પૈસા લેતો હતો. પરંતુ દેખભાળ કરનારે પોતાની જવાબદારી ન સમજી અને મહિલાને પરિવારનો સાથ પણ ન મળ્યો. તેના કારણે એ મહિલાની હાલત ખુબ જ બગડતી રહી. જીલ્લા ઉપયુક્ત દ્વારા આ મામલાની તપાસ કરવાનો આદેશ પણ જારી કર્યો છે. 

Leave a Comment