મિત્રો તમે ATM નો ઉપયોગ તો કરતા જ હશો અને જો કરો છો તો આ નિયમોને દરેક યુઝરે જાણવા જરૂરી છે, નહિ તો તમારે દંડ પણ ભરવો પડી શકે. કારણ કે SBI એ પોતાના ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. તેથી આ નિયમો જાણી લો અને પછી જ ATM માંથી પૈસા બહાર કાઢવા જજો. અને જો તમે નિયમ વાંચ્યા વગર પૈસા ઉપાડશો, તો દંડ ફટકારવામાં આવશે. ચાલો તો SBI ના બદલાયેલા આ નિયમો અંગે વિસ્તારથી જાણીએ.
SBI માં પૈસા કાઢવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલાયેલા નિયમ મુજબ જો તમે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમીટ પૂરી થઈ ગયા પછી પૈસા ઉપાડો છો, તો તમારે તેના માટે પૈસા ભરવા પડશે. આ સિવાય ખાતા ધારકોના એકાઉન્ટમાં જો પૈસા નહિ હોય, અને ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો તેના માટે પણ દંડ ભરવો પડશે. SBI માં આ નિયમ 1 જુલાઈથી લાગુ થઈ ચુક્યા છે.
સ્ટેટ બેંક of ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને મેટ્રો સિટીમાં 8 વખત મફત લેણદેણની સુવિધા આપે છે. એટલે કે, જો તમે મેટ્રો સિટીમાં રહો છો, તો તમે ATM થી 8 વખત પૈસા ઉપાડી શકો છો. તેમાં કોઈ ચાર્જ નહિ લાગે. પરંતુ વધારે ટ્રાન્ઝેક્શન કરવાથી તમારે તે માટે દંડ ભરવો પડશે.
SBI's Savings Account means amazing benefits!
This Independence Day, free yourself from #SMSAlert and Minimum Balance charges with SBI's #SavingsAccount. To get freedom from unnecessary apps, download #YONOSBI now: https://t.co/wWHot51u7y #HappyIndependenceDay #Freedom pic.twitter.com/lX0Y9TQAdu— State Bank of India (@TheOfficialSBI) August 15, 2020
SBI થી ATM દ્વારા પૈસા મફતમાં ઉપાડવાના નિયમો મુજબ મેટ્રો સિટીમાં SBI ખાતા ધારક 5 વખત પૈસાની લેણદેણ કરી શકે છે. જ્યારે 3 વખત તે અન્ય બેંકના ATM થી પૈસા ઉપાડી શકે છે. આ મેટ્રો સિટીમાં મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કલકત્તા, બેંગલુરુ, અને હૈદરાબાદ પણ સામેલ છે. મેટ્રો સિવાયના સિટીમાં SBI ગ્રાહક ATM થી 10 વખત પૈસાની લેણદેણ કરી શકે છે. તેમાં 5 વખત SBI ના ATM થી અને 5 વખત અન્ય બેન્કના ATM થી પૈસાની લેણદેણ કરી શકે છે. આ નિયમને પાર કર્યા પછી બેંક તમારી પાસે 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો GST શુલ્ક વસુલી શકે છે.
આ સિવાય બીજા નિયમ મુંજબ જો SBI ખાતાધારક પોતાના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ATM થી પૈસા ઉપાડે છે અને ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય, તેવા સમયે ખાતાધારકને 20 રૂપિયા સુધીનો ફાઈન અને GST ચાર્જ લાગી શકે છે. તેથી જો તમારા ખાતામાં પૈસા નથી અને તમે ATM નો ઉપયોગ કરો છો તો આવા સમયે તમને દંડ થઈ શકે છે. આ ઉપરાંત જો તમે 10 હજાર કરતા વધુ રકમ ઉપાડો છો, તો તમારા મોબાઈલમાં એક OTP આવશે, જેને તમારે ATM માં દાખલ કરવાનો ત્યાર બાદ પૈસા ઉપાડી શકશો. SBI ના ATM થી રાત 8 વાગ્યેથી સવારના 8 વાગ્યા સુધી કેશ કાઢવા માટે OTP ની જરૂર રહેશે. જો કે તમે અન્ય ATM થી પૈસા ઉપાડો છો તો OTP ની જરૂર રહેશે નહિ.રાહત નંબર -1 : SBI ના ખાતામાં મહિને 1,00,000 રૂપિયા થી વધુ બેલેન્સ રાખનાર સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ લેણદેણની સીમા અસીમિત છે. તેથી જો તમારા ખાતામાં દર મહીને 1 લાખ રૂપિયાની રાશી બનેલી રહે છે તો તમે ATM થી જેટલી વખત ચાહો તેટલી વખત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. રાહત નંબર – 2 : SBI ના નવા નિયમ મુજબ ગ્રાહકોને હવે SMS માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહિ ભરવો પડે. આમ SBI ખાતાધારકોના એકાઉન્ટથી રજિસ્ટર મોબાઈલ નંબર પર આવતા SMS અલર્ટનો ચાર્જ હવે પૂરો કરવામાં આવ્યો છે.