મિત્રો ઘણી વખત આપણા શરીરમાં કોઈક કારણને લીધે નસ બંધ થઈ જાય છે. જેનું મૂળ કારણ આપણા શરીરમાં જામેલ ગંદકી હોય છે. આપણા શરીરમાં રહેલ ધમનીઓ રક્ત વાહિકાઓ હોય છે, જે આપણા શરીરમાં ઓક્સિજન લેવા અને છોડવાનું કામ કરે છે. સ્વસ્થ ધમનીઓની અંદરની દીવાલ ચીકણી હોય છે કેમ કે તેમાં રક્ત સરળતાથી વહી શકે છે.
જ્યારે ઘણી નસોમાં બ્લોકેજ થવાની ફરિયાદ રહે છે. ધમનીઓની અંદરની દીવાલ પર પ્લેક જામી જાય છે અને તેના કારણે નસ બ્લોક થઈ જાય છે. તેનાથી રક્ત પ્રવાહ ઓછો થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. આમ થવાના કારણે બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે, જેના કારણે દર્દીને હાર્ટએટેક અથવા બ્રેઈન સ્ટ્રોક થવાનો ખતરો રહે છે. ત્યાં સુધી કે દર્દીનું અવસાન પણ થઈ શકે છે. તો અમે આવી બ્લોક થયેલી નસોને ખોલવાના ઉપાયો અને તેનો ડાયટ પ્લાન જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.નસમાં પ્લેક જામવાના કારણો : એક્સપર્ટના જણાવ્યા અનુસાર ધમનીઓમાં પ્લેક ઘણા કારણે જામી જાય છે. જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમાં ખરાબ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, સ્મોકિંગ, ડાયાબિટીસ, વજન વધારો, તણાવ વગેરે જવાબદાર હોય છે.
નસમાં પ્લેક જામવાથી થતા નુકશાન : ધમનીઓમાં ગંદકી જામવાથી તમને કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે. તેનાથી તમને હાર્ટએટેક અને હૃદયથી જોડાયેલ સમસ્યાઓ સામેલ છે. આ સિવાય તમને સ્ટ્રોકનું જોખમ પણ રહે છે. તે મગજની નસને બ્લોક કરી દે છે.નસના બ્લોક થવાના લક્ષણો : ઘણા કેસોમાં કોઈ મોટી ઘટના જેવી કે હાર્ટએટેક અથવા સ્ટ્રોક થવું નથી હોતું. નસના બ્લોક થવાના લક્ષણમાં મુખ્યત્વે છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાહટ, નબળાઈ, ચક્કર આવવા, મન ગભરાવું, પરસેવો આવવો, જેવા લક્ષણો જોવા મળે છે.
બ્લોક નસનો ઈલાજ : નસના બ્લોક થવાના ઘણા ઉપચાર છે. પણ આ તમારી સ્થિતિ અને તમારી ચિકિત્સા પર આધારિત છે કે, તમને કંઈ રીતે લાભ થઈ શકે. તમારી ડાયટમાં નીચે આપેલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.જેમાં ઓછી શુગર, ઓછી સેચ્યુરેટેડ ફેટ અને ઓછું કોલેસ્ટ્રોલ હોએ એવી વસ્તુઓનું ઓછું સેવન કરવું જોઈએ. ફળ અને શાકભાજીનું વધુ સેવન કરો. સ્વસ્થ શરીરના વજનને માપસર બનાવી રાખો. સ્મોકિંગ ન કરવું જોઈએ. નિયમિત રીતે કસરત કે વ્યાયામ કરવું જોઈએ. તણાવથી બચવું જોઈએ. રક્તચાપ અને કોલેસ્ટ્રોલને ઓછું કરવું. બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવું જોઈએ. તો હવે જાણીએ બ્લોક નસને ખોલવાનો ડાયેટ પ્લાન.
સંતરા : તમારે દરરોજ ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. હૃદયને સ્વસ્થ રાખવા માટે અને નસની સફાઈ માટે આ એક ખુબ જ અસરકારક ઉપચાર છે. સંતરા ફાઈબર, પોષક તત્વો અને વિટામીન સી થી ભરપુર હોય છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. તેની મદદથી સોડિયમને બહાર કાઢવા અને રક્તચાપને ઓછું કરવામાં મદદ મળે છે.કેલ : જો તમે આજ સુધી કેલને નથી ખાધું તો તમારે તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. તે સૌથી સ્વસ્થ ગોભી શાકભાજીમાંથી એક છે. કેલમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબર જેવા તત્વ હૃદયને સ્વસ્થ રાખે છે.
લસણ : જો કે તમે અનેક વાનગીઓમાં લસણનો ઉપયોગ કરતા જ હશો. શોધ અનુસાર જાણવા મળ્યું છે કે, તે હૃદય માટે ખુબ જ સારું છે. લસણ રક્તચાપને ઓછું કરે છે. તે નસમાં પટ્ટિકાને ઓછી કરે છે. તેમજ રક્ત વાહિકાના અવરોધને પણ રોકે છે.દાળ અને ફલિયા : દાળ અને ફલિયા શરીર માટે ખુબ જ જરૂરી છે. શોધમાં જાણવા મળ્યું છે કે, ઘણા દાળ, બીન્સ, અને ફલિયા વાળા આહારથી સ્ટ્રોક અને હૃદયની બીમારીનો ખતરો ઓછો રહે છે. તેમાં પોટેશિયમ, પ્રોટીન અને મેગ્નેશિયમ હોય છે.
બદામ : બદામમાં ઉચ્ચ માત્રામાં પોષક તત્વ હોય છે જે મગજની શક્તિને વધારે છે. તેમજ હૃદય રોગ અને ડાયાબિટીસના જોખમને ઓછું કરે છે. આમ દરરોજ બદામનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. આ સિવાય બદામ એલડીએલના અવશોષણને રોકવા અને હૃદય સંબંધી સમસ્યાઓ દુર કરવામાં પણ સારી છે.દાડમ : જ્યારે તમે સલાડ, સ્મુદી અથવા શેક બનાવી રહ્યા છો ત્યારે તેમાં દાડમ જરૂર નાખો. આ ફળ વિભિન્ન પ્રકારના ઓક્સીડેન્ટથી ભરેલું છે. તે પટ્ટિકાના નિર્માણને અટકાવે છે અને હૃદયની બીમારીના જોખમને ઓછું કરે છે.
બ્લુ બેરીઝ : બ્લુ બેરીઝમાં પોષક તત્વ અને એન્ટીઓક્સીડેન્ટ બંને ઉચ્ચ માત્રામાં હોય છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે, તેના સેવનથી રક્તચાપ ઓછું થાય છે, કોલેસ્ટ્રોલ ઓછું રહે છે, જો તમે હૃદય રોગ અને કેન્સરથી બચવા માંગો છો તો બ્લુ બેરીઝનું સેવન જરૂર કરો. આમ તમે પોતાની ડાયટનું સારી રીતે ધ્યાન રાખશો તો તમને નસ બ્લોક થવાની તકલીફ ક્યારેય નહિ થાય, તેમજ તમારા શરીરમાં ધમનીઓનું કામ પણ યોગ્ય રીતે થવા લાગશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી