આજે લોકો ખરાબ ખાનપાન અને જીવનશૈલીને કારણે કોઈને કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. પાઇલ્સ અથવા બવાસીર પણ તેમાંથી એક છે. જ્યારે આ બીમારી એક વખત થાય પછી બીજી વખત પણ થઈ શકે છે. તો જે લોકોને બવાસીરની તકલીફ રહેતી હોય તેમણે પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
શું છે બવાસીરની સમસ્યા ? : બાહરી બવાસીરમાં ગુદાની આસપાસ મસા થઈ જાય છે. આ મસામાં દુઃખાવો નથી થતો, પણ ખંજવાળ વધુ આવે છે. અમે તમને બવાસીરની એક એવી અચૂક દવા વિશે જણાવીશું કે જેની મદદથી તમે જુનામાં જૂની બવાસીરને ઓપરેશન વગર જડથી ઠીક કરી શકશો.બવાસીર એક એવી અસહ્ય વેદના છે જેમાં દુઃખાવાને કારણે તમને બેસવા અથવા સુવામાં પણ તકલીફ થાય છે. એવી સ્થિતિમાં ખાનપાન પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અમે તમને ઘણી એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેનું તમારે બવાસીર દરમિયાન સેવન ન કરવું જોઈએ.
બવાસીરમાં શું ખાવું જોઈએ ? : બવાસીરની સમસ્યા થવા પર લાલ અથવા લીલા મરચાનું સેવન ન કરવું જોઈએ. મરચા ખાવાથી બવાસીરની ઈજા ફરી સક્રિય થઈ જાય છે. મરચાની સાથે ગરમ મસાલો, ચટપટુ, અને તીખો ખોરાક પણ ન ખાવો જોઈએ. બવાસીરથી પીડિત વ્યક્તિએ બની શકે એટલું ફાસ્ટ ફૂડનું સેવન ન કરવું જોઈએ. ફાસ્ટ ફૂડ ખાવા કરતા ફળ, કેટલીક શાકભાજી જેવી કે કોબી, બીટ, ટમેટા વગેરેનું સેવન તમારે કરવું જોઈએ.નશો અથવા સ્મોકિંગનું સેવન પણ કોઈ પણ બીમારીને વધારી શકે છે. તેમજ સોપારી, ગુટખા, પાન મસાલા, સિગારેટ પીવાથી પણ બવાસીરની તકલીફ વધી શકે છે.
બવાસીર થવા પર બહારનું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે બહારનું ખાવાથી મીઠા, મરચા અને સફાઈનું ધ્યાન રાખવામાં નથી આવતું. આમ ખરાબ વસ્તુ ખાવાથી પાઈલ્સનું સંક્રમણ વધી શકે છે. તેમજ બવાસીરના રોગીએ માંસ, માછલી અને ઇંડાનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓ ગરમ પડે છે. સાથે તે પચવામાં પણ ભારે પડે છે. તેથી સારું રહેશે કે તેનું સેવન ન કરવું જોઈએ.બવાસીરના રોગી માટે આ વસ્તુઓના સેવન થી નુકસાન થઈ શકે છે. જો કે આ વસ્તુઓ લોકોને ખુબ પસંદ હોય છે પણ જો તમે બવાસીરથી પરેશાન છો તો તમારે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
બવાસીર માટેના ઉપચાર – કેળા : કેળામાં ઘણા પોષક તત્વ રહેલા છે. જે કબજિયાત અને બવાસીર માટે સારું રહે છે. આ માટે તમે પાકેલા કેળાને વચ્ચેથી કાપી લો અને તેના પર ઉપરથી કાથો છાંટી દો, તેને આખી રાત ખુલા આકાશમાં છોડી દો. બીજા દિવસે ખાલી પેટ તેનું સેવન કરો. તેને ખાવાથી તમને 5-7 દિવસમાં રાહત મળશે.છાશ : બવાસીર માટે બે લીટર છાશમાં 50 ગ્રામ પીસેલું જીરું અને મીઠું મિક્સ કરી દો. જ્યારે પણ તરસ લાગે ત્યારે તેનું સેવન કરો. એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી મસા ઠીક થવામાં મદદ મળે છે.
ત્રિફળા ચૂર્ણ : આયુર્વેદ અનુસાર ત્રિફળા ચૂર્ણ રામબાણ ઔષધી માનવામાં આવે છે. તે ઘણા રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ વર્ષોથી આયુર્વેદમાં થતો આવ્યો છે. આ માટે તમે રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફલા ચૂર્ણનું સેવન કરો. તેનાથી બવાસીરમાં જલ્દી રાહત મળે છે.પપૈયું : પપૈયાને એક લેક્સેટીવના રૂપમાં ઓળખવામાં આવે છે. જે મળ ત્યાગમાં સુધાર કરવા અને કબજિયાતથી રાહત આપવામાં મદદ કરે છે. તેના પાનનો રસ પીવાથી પેટના કીડા પણ મરી જાય છે. કબજિયાતથી રાહત મળે છે.
સૂરણ : સૂરણને પીસીને દહીંની સાથે દરરોજ સેવન કરવું જોઈએ. તેનાથી બવાસીરમાં લોહીનું પડવું પણ બંધ થઈ જાય છે. તેનાથી પેટના કીડા પણ મરી જાય છે અને કબજિયાતથી રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી