શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. શાકભાજીમાં અનેક પોષકતત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ કેટલીક શાકભાજી દરેક લોકો માટે સારી સાબિત થતી નથી. આજ કારણ છે કે, ડોક્ટર કેટલીક શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપે છે.
આજે અમે તમને 2 શાકભાજીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું વધારે સેવન કરી શકાય છે, પરંતુ કેટલાક લોકો માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે. આ 2 શાકભાજી છે ટમેટાં અને રીંગણાં. જેનું સેવન અમુક લોકોએ ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ…
રીંગણાંથી થતાં નુકશાન : રીંગણાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ તેનું વધારે માત્રામાં સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીએ રીંગણાંનું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે રીંગણાંને એક પપ્રાકૃતિક મૂત્રવર્ધક માનવામાં આવે છે અને ભ્રૂણને પણ નુકશાન કરે છે.
એવું પણ માનવામાં આવે છે કે, રીંગણાંનું વધારે સેવન કરવાથી શરીરમાં દવાની અસર ઓછી થાય છે. રીંગણાંમાં કેટલાક પ્રકારના ફાઇટો હોર્મોન્સ હાજર હોય છે. તેનાથી સ્ત્રીમાં સમય પહેલા પીડિયર આવવાની સંભાવના વધી જાય છે.
રીંગણાંથી એલર્જીની સમસ્યા પણ વધી શકે છે. આ એક બાદી શાકભાજી છે, તેનો અર્થ એ છે કે, તેનાથી બવાસીર અને કબજિયાતના દર્દીઓની સમસ્યા વધી શકે છે.
ટમેટાંથી થતાં નુકશાન : ટમેટાંનું વધારે સેવન કરવાથી એસીડીટી થઈ શકે છે. ખરેખર, તેમાં વધારે માત્રામાં અમ્લ હોય છે, જેથી ટમેટાંનું વધારે સેવન કરવાથી પેટમાં અમલીયતા વધે છે અને એસીડીટીનું કારણ બને છે.
ટમેટાંની સાથે તમે તેના બીજોને પણ શરીરમાં જતાં રોકી શકતા નથી, પરંતુ ટમેટાંના બીજ શરીરમાં જવાથી તમે પથરીના દર્દી થઈ શકો છો, કારણ કે તે સહેલાઈથી કિડની સુધી પહોંચીને પથરીનું નિર્માણ કરે છે.
ટમેટાંમાં રહેલું ટરપીન્સ નામનું તત્વ તમારી શારીરિક દુર્ગંધનું કારણ પણ બની શકે છે. પાચન દરમિયાન આનું વિઘટન, શરીરમાં દુર્ગંધતા વધારે છે.
જો તમને ગેસની સમસ્યા રહે છે, તો તમારે ટમેટાંનું સેવન ઓછું કરશો, તે જ તમારા માટે લાભકારી થશે, કારણ કે ટમેટાંનું વધારે સેવન કરવાથી પેટમાં ગેસ થાય છે.
આજે લગભગ ઓર્ગેનિક ટમેટાંના સ્થાન પર ઇન્જેક્શન અથવા કેમિકલનો ઉપયોગ કરીને ટમેટાંને પકવવામાં આવે છે, જે બજારમાં મળે છે અને તે તમારા માટે બેચેની, બ્લડપ્રેશર અને અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યા આપી શકે છે.
ટમેટાંમાં કેટલાક કૈરોટેનોયડ્સ હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે. કાચા ટમેટાને વધારે માત્રામાં ખાવાથી ઈમ્યુન સિસ્ટમ ઉપર ખરાબ અસર પડી શકે છે.
ટમેટાંના પાંદડા અથવા લીલા ટમેટાં વિષકતા પેદા કરી શકે છે. વિષક્તાના લક્ષણોમાં મોં અને ગળામાં બળતરા, ઉલ્ટી, દસ્ત, ચક્કર આવવા, માથામાં દુઃખાવો અને અલ્કે એઠન શામિલ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી