મગની દાળને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે. તેમાં ભરપુર માત્રામાં વિટામીન એ, બી, સી, અને ઈ, મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફ્લેવીન, વિટામીન, ફાઈબર, પોટેશિયમ, આયરન, વિટામીન બી6, નીયાસીન, થાયમીન, અને પ્રોટીન જેવા તત્વો મળે છે. આ સિવાય તેમાં ખુબ જ ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. તેમાં ભરપુર માત્રામાં એમીનો એસીડ અને પોલીફેનોલ્સ,, જેવા તત્વ મળે છે. જે શરીરને કેન્સરના ખતરાથી બચાવે છે. તેનાથી શરીરમાં ઇન્સુલીનના લેવલને વધવામાં મદદ મળે છે.
આ સિવાય તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. મગની દાળ જ નહિ પણ મગની દાળનું પાણી પીવાથી પણ ઘણા ફાયદા મળે છે. ચાલો તો જાણી લઈએ દરરોજ એક કપ મગની દાળનું પાણી પીવાથી તમને શું શું ફાયદાઓ થાય છે.
ઈમ્યુંનીટી સીસ્ટમ
જો તમે વારંવાર બીમાર પડો છો તો આવું તમારી કમજોર ઈમ્યુંનીટી સીસ્ટમ ને કારણે થતું હોય છે. આથી તમારે દરરોજ એક કપ મગની દાળનું પાણી પીવું જોઈએ. મગની દાળનું પાણી પીવાથી શરીરને ઉર્જા મળે છે. આ દાળ હળવી હોય છે, એટલે સહેલાઈથી પચી જાય છે. તે શરીર અને મસ્તિષ્ક માટે લાભકારી છે. આ દાળ હળવી હોવાથી શરીરમાં ગેસ નથી કરતી.
વજન
જો તમે વજન વધારાથી પરેશાન છો તો તમારે આજથી જ મગની દાળનું પાણી પીવાનું શરુ દેવું જોઈએ. આમાં કેલેરી ઓછી હોવાની સાથે ફાઈબરની માત્રા વધુ હોવાથી તે તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી તમને ઉર્જા મળે છે અને સરળતાથી વજન પણ ઓછો થાય છે.
પાચન અને કબજિયાત
મગની દાળના પાણીમાં શરીરને ટોક્સિક બહાર કાઢવાના ગુણ રહેલા છે. તેના સેવનથી શરીરમાં વિષાક્ત તત્વોની કમી થાય છે. આ સિવાય તેનાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. જેના કારણે તમને પેટને લગતી બીમારી નથી થતી.
સ્કીનમાં ગ્લો : મગની દાળના પાણીમાં સાઈટ્રોજેન હોય છે જે શરીરમાં કોલેજન અને એલાસ્ટીન બનાવી રાખે છે જેનાથી ઉંમર ની અસર ચહેરા પર જલ્દી નથી જોવા મળતી.
બાળકો માટે : મગની દાળમાં મિનરલ્સ મળે છે. મગની દાળનું પાણી બાળક માટે ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે. દાળનું પાણી સરળતાથી પચી જાય છે. તેને પીવાથી બાળકની ઈમ્યુન પાવર વધવાની સાથે આ રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.
બ્લડ ગ્લુકોઝ: તેનાથી શરીરમાં ઇન્સુલીનનું લેવલ વધવામાં મદદ મળે છે. આ સિવાય તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબીટીસ ને મેનેજ કરવામાં મદદ મળે છે.
ઝાડા : ઝાડા થવા પર મગની દાળનું પાણી પીવું ખુબ જ લાભકારી છે. ઝાડા થવા પર શરીરમાં પાણીની ઉણપ થઇ જાય છે. એવામાં દાળનું પાણી પીવાથી તમારા શરીરમાં પાણીની કમી પૂરી થવાની સાથે તેને પીવાથી ઝાડાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.
આમ તમે મગની દાળનું પાણી પી ને શરીરની અનેક બીમારી માંથી છુટકારો મેળવી શકો છો. તેમજ તેનાથી શરીર પણ ફીટ રહે છે. અને શરીરને એક ઉર્જા મળી રહે છે. આથી આખો દિવસ તમારું શરીર ઉર્જાવાન બની રહે છે. જે શરીરને ફીટ રાખવા માટે ખુબ જરૂરી છે.
( નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી