શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ….

અત્યારના સમયમાં ઘણા લોકો પોતાના ઘરે શુદ્ધ પાણી પીવા માટે RO ના પ્લાન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, જે RO ના પાણીને શુદ્ધ સમજીને પીવો છો, એ તમને ખુબ જ ભારે નુકશાન પણ પહોંચાડી શકે છે. RO નું પાણી ભલે પાણીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે પણ એ જ પાણીમાં રહેલા કેટલાક જરૂરી પોષક તત્વોનો નાશ કરે છે જેના કારણે ઘણી બીમારીઓ લાંબા સમયે થઈ શકે છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં વિશેષ માહિતી જણાવશું. જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પાણીને શુદ્ધ કરવા માટે RO Water પ્યુરિફાયર્સ લગાવવું એક સામાન્ય વાત છે. કારણ કે મોટા મોટા મહાનગરોમાં પીવા લાયક પાણી નથી હોતું અથવા લોકો જમીનમાં ડારનું પાણી પીવા મજબૂર છે. એટલા માટે ઘરમાં RO પ્લાન્ટ  લગાવવું લોકોની મજબૂરી બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આ પાણીમાં કેટલી બીમારીનો ખતરો છે ? નિષ્ણાંતોના મત આનુસાર RO ગંદકીની સાથે જરૂરી મિનરલ પણ કાઢી નાખે છે, જે આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. આ મિનરલની ઉણપથી હાડકા, લીવર, કિડની, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારી થઈ શકે છે. આ જ કારણથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ RO ના પ્રતિબંધ લગાવવા પર ભલામણ કરી છે.કેન્દ્ર સરકાર ઉપભોક્તા મંત્રાલય તરફથી પાણીની ગુણવત્તાને લઈને 21 શહેરોમાં સર્વે મુજબ દિલ્હીને 21 માં નંબર પર રાખવામાં આવ્યું છે. ગ્રેટર નોઈડાની હાલત પણ સારી નથી. લોકો કહે છે કે, અહીંના પાણીમાં ટીડીએસ સામાન્ય રીતે 300 કરતાં વધારે હોય છે. આ કારણે લોકો ઘરોમાં RO લગાવે છે. પરંતુ ડોક્ટરના કહેવા મુજબ RO માંથી નીકળેલા ઓછા ટીડીએસ વાળું પાણી ઘણી બીમારીઓ થઈ શકે છે.

RO ના પાણીમાં મિનરલ્સ : ગ્રેટર નોઈડાના ડો.આશિમા રંજનના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિ મુજબ પાણી શુદ્ધ ન મળે તો કેટલીક બીમારી થઈ શકે છે. એવામાં આજના લોકો ઘરમાં RO લગાવી રહ્યા છે, જે ફાયદાનો સોદો નથી. પરંતુ શરીરને તંદુરસ્ત રાખવા અમુક મિનરલ્સની જરૂર હોય છે. જ્યારે ઘરમાં રહેલ RO થી બધા મિનરલ્સ બહાર નીકળી જાય છે. તેથી જ આ પાણી શરીર માટે સારું નથી. RO ના પાણીને નરમ પાણી પણ કહેવામાં આવે છે, જે આપણા શરીરને તરસ છીપાવી શકે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે થોડું પણ યોગ્ય નથી.કિડની, લીવર, હૃદય માટે RO નું પાણી : ડો.આશિમાના જણાવ્યા અનુસાર, RO ના પાણીથી કિડની, લિવર, અને હૃદય સંબંધી સમસ્યા થઈ શકે છે. એમનું એમ કહેવું છે કે, પાણી ઉકાળીને પીવાથી પણ સારું સાબિત થાય છે. પાણીને ઉકાળીને પીવાથી મિનરલ્સનો પણ નાશ નથી થતો અને પાણી પણ શુદ્ધ થાય છે. જો તમારા ઘરમાં RO છે તો જરૂરથી ટીડીએસ ચેક કરવું. જો તમારા RO નું પાણીનું ટીડીએસ લેવલ 120 થી 200 છે તો એ પાણી પીવાલાયક છે.

કેટલું હોવું જોઈએ ટીડીએસ : ડોક્ટરના અનુસાર, પીવાના પાણીમાં 75 થી ઓછું ટીડીએસ ન હોવું જોઈએ. તેથી ઓછા ટીડીએસ વાળું પાણી પીવાથી હાડકા કમજોર થાય છે અને શરીરને જરૂરી એવા મિનરલ્સ મળતા નથી. જ્યારે 150 થી વધારે ટીડીએસ વાળા પાણીથી બીમારી થઈ શકે છે. તેમાં સૌથી વધારે પથરી થવાની સંભાવના છે. તેમજ 500 થી વધારે ટીડીએસ વાળું પાણી જીવલેણ બીમારી થઈ શકે છે. પાણીમાં સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, કોપર, ફોસ્ફેટ, સેલેનીયમ વગેરે માત્રા એક સમાન હોવા જોઈએ. તેનાથી વધારે કે ઓછું હોય તો બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન વગેરે જેવી ઘાતક બીમારીનો ખતરો બને છે.મિનરલ નથી તો ઘણા ખતરા : સોડિયમ : ઉણપ ઓછી હોય તો  બીપી ઘટી જાય છે અને વધારે સોડિયમ હોય તો બીપી વધી જાય છે.

કેલ્શિયમ : આ ઉણપના લીધે હાડકા કમજોર થઈ જાય છે અને હાડકા ગળી જાય છે. તેનાથી ઓસ્ટીયોપોરોસિસ પણ થઈ શકે છે.

પોટેશિયમ : આ ઉણપથી શરીરમાં નબળાઈ અને પેરાલીસીસ પણ થઈ શકે છે. સ્નાયુ બરાબર કામ કરી શકતા નથી, તેનાથી હૃદય પર અસર પડી શકે છે.

મેગ્નેશિયમ : આ કોષોની અંદર મિનરલ્સને જાળવી રાખે છે. આ મિનરલની ઉણપથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે.

આયરન : આયરન હિમોગ્લોબીન માટે ખુબ જ જરૂરી છે. આયરનની ઉણપથી એનિમિયા થાય છે. કોપરમાં માઇક્રો ન્યુટ્રીએટસ પણ જરૂરી, જે કોષોના ચક્રને જાળવે છે અને ફોસ્ફેટ શરીરમાં શક્તિને જાળવી રાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment