આ સફેદ ટુકડાથી આંગળીની કાળાશને કરો દુર, આંગળી થઈ જશે એકદમ સફેદ દૂધ જેવી અને અને કોમળ… જાણો ઉપયોગ કરવાની રીત…

આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે કેટલાક લોકોના હાથની પાછળ અને આંગળીઓની ત્વચાની રંગત તો સાફ હોય છે પરંતુ તેમના આંગળીઓના સાંધા ઉપરની ત્વચા કાળી હોય છે. જે દેખવામાં ખૂબ જ ખરાબ લાગે છે. તેના અનેક કારણો હોઈ શકે છે. આ ગંદકી, પીગમેંટેશન, તાપમાં વધુ સમય વિતાવવો, ત્વચા ને ઘસવી  અને ત્વચામાં મિલેનિન ના વધારે સ્તરના કારણે જોવા મળી શકે છે. લોકો આંગળીઓની કાળાશ દૂર કરવા માટે અનેક ઉપાય અને ઘરેલુ નુસખાઓ અપનાવે છે પરંતુ કંઈ ખાસ ફાયદો જોવા મળતો નથી.

પરંતુ શું તમે જાણો છો આંગળીઓની કાળાશ  દૂર કરવા માટે ફટકડી નો પ્રયોગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે? જી હા ત્વચાની કાળાશને દૂર કરવા માટે ફટકડી નો પ્રયોગ ખૂબ જ અસરકારક અને પ્રભાવી ઘરેલુ ઉપાય છે. બસ તમારે આનો યોગ્ય રીતે પ્રયોગ કરવાનો છે. આ લેખમાં અમે તમને ફટકડી થી આંગળીઓની કાળાશ કેવી રીતે દૂર કરવી તે વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.ફટકડીમાં ત્વચાની રંગત ને સુધાર કરવાના ગુણ હોય છે. સાથે જ આ અનેક ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. આ એક કુદરતી એન્ટિબાયોટિક છે, સાથે જ તેમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ ગુણ હાજર હોય છે, જેનાથી આ હાનિકારક બેક્ટેરિયા અને ગંદકીનો સફાયો કરે છે. સાથે જ આ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણોનો પણ સારો સ્ત્રોત છે. ત્વચા ની અનેક સમસ્યાઓ ડાઘ ધબ્બા, પીગમેન્ટેશન, કરચલીઓ, નિશાન વગેરેને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ત્વચાની અસમાન રંગત માં સુધારો કરીને તેને સમાન કરવામાં મદદ કરે છે. આ તમને સાફ અને નિખારયુક્ત ત્વચા મેળવવામાં મદદ કરે છે.

ફટકડીથી આંગળીઓની કાળાશ કેવી રીતે દૂર કરવી:- જો તમે આંગળીઓની કાળાશ દૂર કરવા માટે ફટકડી નો પ્રયોગ કરવા ઇચ્છતા હોવ તો તમે અનેક રીતે આનો ઉપયોગ કરી શકો છો. તમે મુલતાની માટીમાં ફટકડી નો પાવડર, ગુલાબજળ મેળવીને તેની એક પેસ્ટ બનાવીને આંગળીઓની ત્વચા પર લગાડી શકો છો. તેના સિવાય તમે ઈચ્છો તો આ મિશ્રણમાં લીંબુનો રસ પણ મેળવી શકો છો.જો તમે ઈચ્છો તો ફટકડી લીંબુનો રસ, બેકિંગ સોડા, મુલતાની માટીને એક સાથે મેળવીને પણ આ પેસ્ટ આંગળીઓ પર લગાવી શકો છો. તેનાથી ખૂબ જ ફાયદો જોવા મળશે. પ્રયત્ન કરવો કે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ જરૂર લગાવવી. આ પેસ્ટને 15 થી 20 મિનિટ લગાવીને રહેવા દેવી. ત્યારબાદ તમે આંગળીઓને ધોઈ શકો છો. આવું રાત્રે સુતા પહેલા કરવાથી વધારે ફાયદો મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment