મહિલાઓ માટે છે મોટી ખુશખબરી, ટાટાની આ કંપની ચલાવશે ફક્ત મહિલાઓ જ…5000 હજાર કરે છે કામ અને 45000 હજાર મહિલાઓને મળશે નોકરી…જાણો સંપૂર્ણ માહિતી…

મિત્રો આજના સમયમાં મહિલાઓ એવું એક પણ સ્થાન નથી જ્યાં તે ન પહોંચી હોય. તે આજના યુગમાં દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. જમીનથી લઈને અવકાશ સુધી ની તેની સફર ખુબ જ પ્રસંનીય છે. આજે આપણે વાત કરીશું રતન ટાટા ની. કે જેમણે પોતાની એક કંપનીમાં મહિલાઓના હાથે મૂકી છે. આ કંપનીનું સંપૂર્ણ કામ મહિલાઓ ચલાવે છે. તેનાથી મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. 

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નેતૃત્વ વાળું ટાટા ગ્રુપ મોટો પ્લાન બનાવી રહ્યું છે. જાણ મુજબ સમૂહ તામિલનાડુંના હોસુર જીલ્લામાં પોતાના ઇલેક્ટ્રીક કારખાનામાં કર્મચારીઓની સંખ્યા વધારવાની તૈયારીમાં છે. આવનાર બે વર્ષોમાં 45,000 ભારતીયો કરવાનું આયોજન બનાવવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક પાર્ટસનું નિર્માણ કરનાર ટાટાની આ ફેક્ટરીમાં iPhone ના પાર્ટસ બનાવવામાં આવે છે.બે વર્ષમાં આપવામાં આવશે આ નોકરીઓ:- જાણવા મળતા રિપોર્ટ મુજબ, ચીનમાં કોરોના પાબંધીના કારણે એપ્પલ પ્રોડક્શન પર અસર પડી રહી છે. તેના કારણે આઈફોન નિર્માતા ભારતમાં પોતાનું ઉત્પાદન વધારવા પર જોર આપી રહ્યા છે. આ જ કારણ છે કે, ઘરેલુ કંપનીઓ પણ વિસ્તારનો ભાગ બનવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, ટાટા ગ્રુપે એપ્પલ પાસેથી વધારેમાં વધારે ઓર્ડર મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. રતન ટાટાના ગ્રુપની તૈયારીઓની વાત કરીએ તો, આવનારા 18 થી 24 મહિનાઓમાં લગભગ 45,000 નોકરીઓ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, નોકરીમાં મોટાભાગે મહિલાઓને કામે લગાડવામાં આવશે. 

ટાટાના પ્લાન્ટમાં મોટાભાગે મહિલા કર્મચારીઓ:- હાલમાં, ટાટાના 500 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં લગભગ 10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમાંથી પણ મોટા ભાગે મહિલા કર્મચારીઓ જ છે. વિતેલા સપ્ટેમ્બર મહિનામાં જ આ પ્લાન્ટમાં 5000 મહિલા કર્મચારીઓને નોકરી પર રાખવામા આવ્યા. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હોસુર સંયંત્રમાં કામ કરનાર મહિલા શ્રમિકોને 16,000 રૂપિયાથી વધારે વેતન આપવામાં આવી રહ્યું છે. તે સિવાય કર્મચારીઓને ફેક્ટરીમાં ભોજન અને આવાસ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તે સિવાય ટાટાની યોજના શ્રમિકોને પ્રશિક્ષણ અને શિક્ષા આપવાની પણ છે. 

વિસ્ટ્રોન સાથે પણ વાતચીત શરૂ:- ટાટા ગ્રુપ ભારતમાં આઈફોનને અસેંબલ કરવા માટે એક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઇન્ટ વેન્ચર સ્થાપિત કરવા માટે વિસ્ટ્રોન સાથે પણ વાતચીત કરી રહ્યા છે. એપ્પલ પાસેથી વધારે ઓર્ડર મેળવવાના પ્રયાસ વચ્ચે રતન ટાટાના સમૂહે દરેક મુદ્દા પર તૈયારીઓ ઝડપી કરી દીધી છે. જોકે, ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી હોસુરમાં પોતાના હાયરિંગ પ્લાન વિષે કોઈ વધારે ઘોષણા કરવામાં આવી નથી અને ના તો એપ્પલ ઈંક તરફથી કોઈ ટિપ્પણી સામે આવી છે.કંપનીઓ માટે ચીનનો વિકલ્પ ભારત:- ભારતમાં આઈફોનના કુલ કારોબારના હાલમાં ખૂબ જ નાનો ભાગ રહેલો છે, જેને વધારવાના પ્રયત્નો શરૂ છે. ભારત સરકાર પણ પ્રયત્નો કરી રહ્યા છે કે મોટી કંપનીઓ માટે ભારત ચીનનો વિકલ્પ બને. આઈફોનનો મોટો કારોબાર મેળવવા માટેની યોજના પણ તેમાં સમાવિષ્ટ છે. બ્લૂમબર્ગની તાજી રિપોર્ટ મુજબ, ટાટા ગ્રુપ તામિલનાડુંના હોસુરમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં નવી પ્રોડકશન લાઇન શરુ કરવાનું મન બનાવી રહ્યું છે. 

ચીનમાં જીવ બચાવીને ભાગી રહ્યા છે એપ્પલ કર્મચારીઓ:- હાલમાં જ ચીનમાં કોરોનાના કેસ સામે આવ્યા પછી દુનિયાના સૌથી મોટા પ્લાન્ટ આઈફોનમાં હડકંપના ચોકાવનારા વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. તેમાં દેખાડવામાં આવ્યું હતું કે, કેવી રીતે ચીનમાં એપ્પલ આઈફોન નિર્માતા Foxconn અને Zhengzhou Cityમાં સ્થિત સૌથી મોટી ફેક્ટરી વાળા ક્ષેત્રમાં કોરોના પ્રતિબંધોથી બચવા માટે ફેક્ટરીના કર્મચારીઓ જીવ જોખમમાં મૂકીને ઊંચી કાંટાળી વાડને પાર કરીને પોતાના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment