આજકાલ સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓમાં યુરીક એસિડનું પ્રમાણ વધી જવું એક સામાન્ય વાત થઈ ગઈ છે. અને જો સમય રહેતા આ બીમારીને નિયંત્રણમાં લેવામાં ન આવે તો બીજી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. દવાઓ સિવાય યુરીક એસિડના લેવલને બીજા ઘરેલુ નુસ્ખાથી પણ નિયંત્રિત કરી શકાય છે.
તો તેના માટે અજમો આ ઉપાયોમાંથી એક છે. તો જાણો અજમાના ઉપયોગથી કંઈ રીતે યુરીક એસિડને કંટ્રોલમાં કરી શકાય છે. સાથે સાથે એ પણ જાણીશું કે અજમાનું સેવન કેવી રીતે કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય.
યુરીક એસિડને કંટ્રોલ : ખાવાના સ્વાદને વધારવાની સાથે અજમા યુરીક એસિડના સ્તરને પણ નિયંત્રણમાં રાખવામાં અસરદાર છે. અજમામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે વધેલા યુરીક એસિડના લેવલને કંટ્રોલ કરે છે.
અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો : દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ અજમાનું પાણી પીવો. તેના માટે તમારે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા નાખીને રાખી દો. બીજે દીવસે સવારે આ પાણીને ગાળીને પીય લ્યો. એ સિવાય અજમાની સાથે આદુ નાખીને પણ તમે લઈ શકો છો.
ગોઠણના દુઃખાવામાં : અજમા ગઠીયા અને ગોઠણના દુઃખાવામાં રાહત આપવાનું કામ કરે છે. તેમા એન્ટી ઈમ્ફ્લેમેટરી તત્વ મળી આવે છે જે આથૅરાઈટીસથી જોડાયેલી સમસ્યાઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે.
વાયરલ ઈન્ફેક્શન : અજમામાં એન્ટી બેક્ટેરિયાના તત્વો રહેલા હોય છે. આ જ એન્ટી બેક્ટેરિયા તત્વો શરીરને શરદી તાવ જેવા વાયરલ ઈંન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે.
એસીડીટી અને કબજિયાત : અજમાનું સેવન કરવાથી એસીડીટી અને કબજિયાતમાં રાહત મળે છે. તેમાં એન્ટી સ્પાસ્મોડીક અને કમીંનેટીવ ગુણ મળી આવે છે, જે એસીડીટીને ઓછી કરવામાં મદદ કરે છે.
વજન : અજમાનો ઉપયોગ વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. શેકેલા અજમા ભુખને શાંત કરવામાં અને વજન ઘટાડવામાં અસરકારક છે. જો તમે અજમાનું સેવન રોજ શેકીને કરો છો તો તેનાથી વજન નિયંત્રિત થઈ શકે છે.
આમ તમે અજમાનું સેવન કરીને શરીરની અનેક બીમારીઓ સામે એક રક્ષા કવચ બનાવી શકો છો. અને શરીરને ફીટ તેમજ હેલ્દી રાખવા માટે જે પોષક તત્વોની જરૂર હોય છે તે તમને અજમામાં મળી રહે છે. આથી તેનું સેવન તમને ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે અને તમે એક તંદુરસ્ત લાઈફ જીવી શકો છો. ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ અજમો મહત્વની ભૂમિકા ભજવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી