હાથની કોણી, પગના ઢીંચણ અને ઘૂંટણની કાળાશ 10 દિવસમાં થઈ જશે ગાયબ, ઘરે જ કરો આ સરળ ઉપાય.
મિત્રો તમે જોયું હશે કે, તમારા હાથ અને પગમાં જે જગ્યાએ સાંધા આવે છે ત્યાંનો ભાગ કાળો હોય છે અથવા કાળો પડી જતો હોય છે. જેના કારણે હાથ અને પગની સુંદરતા ઓછી થઈ જાય છે. પણ જો તમે પોતાના હાથની કોણીનો ભાગ અને પગના ઢીંચણનો ભાગ જે કાળો છે તેને તમારા શરીરની સામાન્ય સ્કીન જેવો ધોળો કરવા માંગતા હો તો આજે અમે તમને તેના સરળ અને આસાન ઉપાય વિશે જણાવશું. જેના દ્વારા માત્ર દસ જ દિવસમાં તમારા કોણી અને ઢીંચણના કાળા ભાગ સફેદ અન્ય ત્વચા જેવા થઈ જશે.
યુવાન સ્ત્રીઓ અથવા છોકરીઓને ઘણી વખત શોર્ટ્સ સ્લીવ અથવા તો ટૂંકા સ્ટક પહેરવાનું મન થાય, પણ કોણી અને ઢીંચણનો ભાગ કાળો દેખાય. તેના કારણે સ્ત્રીઓ અને છોકરીઓ પહેરવાનું ટાળે છે. આથી જો તમે થોડી કેર પોતાના શરીરની કરો છો તો તેનાથી ઘણો લાભ થશે.
દરેક યુવતીઓ પોતાના ચહેરાની સુંદરતા વધે તેના તરફ વધુ ધ્યાન આપે છે. પણ તેઓ હાથ અને પગની સુંદરતા તરફ ધ્યાન નથી આપતી. જેના કારણે પોતાની કોણી, ઢીંચણ, પગની આંગળીઓ, ઘૂંટી વધુ કાળી પડી જાય છે. જેના કારણે તમે શોર્ટ્સ સ્લીવ, કે શોર્ટ્સ સ્ટક નથી પહેરી શકતા. આથી જો તેની કેર કરવામાં આવે તો તેની કાળાશ દુર કરી શકાય છે. તો ચાલી જાણીએ તેના આસાન ઉપાય, અને માત્ર 10 જ દિવસમાં જોવા મળશે રિઝલ્ટ.
ટમેટું : જ્યારે તમારા શરીરનો કોઈ ભાગ વધુ કાળો પડી જાય ત્યારે જેમ કોણી, ઢીંચણ ઘૂંટી, તેના પર જો નિયમિત રીતે ૧૦ દિવસ ટમેટું એટલે કે ટમેટાનો અંદરનો ગર્ભ કાઢીને તેને આ ભાગ પર ઘસવામાં આવે તો તમારી કાળી પડી ગયેલ ત્વચા ખીલી ઉઠે છે.
હળદર અને દૂધ : જો તમે કોણી અને ઢીંચણની કાળાશ દુર કરવા માંગો છો, તો હળદર, દૂધ, અને મધનું એક પેક તૈયાર કરી લો. તેને બનાવવા માટે ત્રણ ચમચી હળદર, એક ચમચી મધ, અને બે ચમચી દૂધ ઉમેરી તેની પેસ્ટ બનાવો. તેને શરીરના કાળાશ પડતા ભાગમાં લગાવો અને 20 મિનીટ પછી ધોઈ નાખો.
એલોવેરા અને બેકિંગ સોડા : જો તમે લાંબા સમય સુધી ધ્યાન ન આપો તો કોણી અને ઢીંચણનો ભાગ કાળો પડી જાય છે. આ માટે એલોવેરા જેલ લગાવી તેને સુકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. તેને કોણી પર લગાવ્યા બાદ મસાજ કરો. હવે ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં 3 થી 4 વખત આ પ્રયોગ કરો.
લીંબુ અને મધ : કોણી અને ઢીંચણની કાળી પડેલી ત્વચાને સુંદર બનાવવા માટે લીંબુ અને મધનો ઉપયોગ કરી શકો છો. લીંબુ એ ક્લીઝરનું કામ કરે છે. આ ઉપાયમાં તમારે રાત્રે સુતા પહેલા કોણી પર લીંબુ અમે મધનું મિશ્રણ લગાવવાનું છે અને લાગવ્યના અડધો કલાક બાદ પાણીથી ધોઈ નાખાવનું છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ