તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

લગભગ આપણે જોઈએ છીએ કે મોટાભાગના હિંદુ ઘરોમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. કેમ કે આપણા શાસ્ત્રોમાં તુલસીનું કંઈક અલગ અને અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, જો આપણા ઘરમાં તુલસીનો છોડ હોય તો સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં કાયમ માટે રહે છે. તો તુલસીના મહત્વ વિશે તો ઘણા લોકો માહિતગાર હશે, પરંતુ તુલસીના છોડની પાસે અમુક વસ્તુને રાખવી ન જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એવી કંઈ વસ્તુ છે જે તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવી. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય જાણો.

1 ) જો તમે તમારા ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવેલો હોય તો તે જગ્યા પર ગંદકી ક્યારેય ન રાખવી. એ જગ્યાને સુઘડ અને સાફ જ રાખવી જોઈએ. જો તુલસીના છોડની પાસે ગંદકી હોય તો તમારા ઘરની અંદર હંમેશા અશાંતિનો માહોલ રહે છે. જેના કારણે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે. માટે તુલસીના છોડની આસપાસની જગ્યાને સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ.

2 ) ત્યાર બાદ છે તુલસીના છોડની પાસે ભૂલથી પણ બુટ કે ચપ્પલ ન રાખવા જોઈએ. કેમ કે આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. માટે હંમેશા આપણા બુટ કે ચપ્પલને તુલસીના છોડથી બને એટલા દુર રાખવા જોઈએ. તમને જણાવી દઈએ કે તુલસીના છોડને સીધો જમીન પર ક્યારેય ન ઉછેરવો, તેને કુંડાની અંદર જ ઉછેરવો જોઈએ. તુલસીને જળ અર્પણ કરતા સમયે જો તેમાં દૂધ મિલાવીને અર્પણ કરવામાં આવે તો તુલસીનો છોડ સ્વસ્થ અને હર્યોભર્યો રહે છે.

3 ) શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે, સાંજના સમયે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ.એટલા માટે તુલસીમાં સવારે સ્નાન કર્યા બાદ જ જળ અર્પણ કરવું જોઈએ. સવારે જળ અર્પણ કર્યા બાદ જળનું પાત્ર પણ ત્યાં ન રાખવું જોઈએ. ત્યાર બાદ તુલસીને દીવો કર્યા બાદ, દીવો ઓલવાઈ જાય ત્યાર બાદ તેને તુલસી પાસેથી હટાવી દેવો જોઈએ. કેમ કે બળેલો દીવો તુલસી પાસે ન રાખવો જોઈએ.

4 ) જો તમે તમારા ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવ્યો હોય તો એ જગ્યા પર ભૂલથી પણ ભીના કપડાં ન રાખવા. કેમ જો તુલસી પાસે ભીના કપડાં રાખવામાં આવે, તો તમારા ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જા ઓછી થવા લાગે છે અને માતા તુલસી પણ નારાજ થઈ જાય છે. એટલા માટે ભીના કપડાંને તુલસીના છોડ પાસેથી દુર રાખવા જોઈએ.

5 ) મિત્રો ભૂલથી પણ ક્યારેય તુલસીના છોડ પાસે ગણેશજીની મૂર્તિ ન રાખવી. કેમ કે તુલસીના છોડની પાસે ગણેશજીની મૂર્તિ રાખવી તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. કેમ કે ગણેશજીએ તુલસીનો ત્યાગ કર્યો હતો.

6 ) મિત્રો આપણે ઘણી વાર જોયું હોય કે, મહિલાઓ સ્નાન કર્યા બાદ ખુલ્લા વાળ રાખીને માતા તુલસીને જળ અર્પણ કરતી હોય છે, તો તમને જણાવી દઈએ કે, તે બિલકુલ ખોટી પદ્ધતિ છે. કેમ કે ભગવાન વિષ્ણુએ તુલસીને અંખડ સૌભાગ્યવતિ રહેવાનું વરદાન આપ્યું હતું અને તેના માટે તેના મસ્તક પર સ્થાન આપ્યું હતું. એટલા માટે મહિલાઓએ સૌભાગ્યની વૃદ્ધિ માટે માથાના વાળને બાંધીને અને માંગમાં સિંદુર ભરીને તુલસીને જળ અર્પિત કરવું જોઈએ.…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment