આપણું પેટ દરરોજ નિયમિત રૂપે સાફ થવું અત્યંત જરૂરી છે. કેમ કે આપણને મોટાભાગની બીમારીઓ થવાનું સૌથી મોટું કારણ આપણું ખરાબ પેટ જ હોય છે. એવા ઘણા લોકો હોય છે જેને સવારમાં ફ્રેશ થવામાં મુશ્કેલી અનુભવાય છે. એટલે કે બરોબર મળ ત્યાગ ન થવાની સમસ્યા. શું તમને પણ સવારમાં ફ્રેશ થવામાં મુશ્કેલી થાય છે ? તો લગભગ આવું તમારી ખાવા-પીવાની ખોટી રીત, શારીરિક રૂપે નિષ્ક્રિય રહેવાનું કારણ છે.
તમારા માટે એ જાળવું જરૂરી છે કે, જો તમે સવારમાં યોગ્ય રીતે ફ્રેશ નથી થઈ શકતા, તો તમારો સંપૂર્ણ દિવસ આળસ અને કોઈપણ કામ કરવામાં મન નથી લાગતું. તેથી સવારમાં ફ્રેશ થવું અત્યંત જરૂરી છે જેથી તમારો દિવસ સારો પસાર થઈ શકે. માટે આજે અમે તમને આ લેખમાં પેટ સાફ કરવાના અને સવારમાં સરળ રીતે મળ ત્યાગ કરવાના ઘરેલું ઉપાય જણાવશું. જેનાથી તમે દરરોજ સરળતા સાથે મળ ત્યાગ કરી શકશો અને પેટને એકદમ સાફ રાખી શકશો.
1) કેમ જરૂરી છે ડિટોક્સિફિકેશન : ખરાબ જીવનશૈલીની સાથે સાથે ખાન-પાનની ખરાબ આદતો તમારા શરીરને બીમારીઓનું ઘર બનાવવાનું કામ કરે છે. તમારી ખાણી-પીણી જ તમને બીમાર બનાવવાનું કામ કરે છે. કારણ કે, તળેલું મસાલાદાર ભોજન, શુગરનો ઉપયોગ અને ફેટી ફ્રૂટ્સ તમારા શરીરમાં ગંદકી વધારવાનું કામ કરે છે. આ ગંદકી તમારા આંતરડામાં જમા થવા લાગે છે, જેના કારણે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉદ્દભવે છે. તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જેનાથી આ ગંદકી તૈયારીમાં જ બહાર કરી શકે. તો આવો જાણીએ આ ગંદકીને આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ.
2) આંતરડામાં જમા ગંદકીથી પરેશાન : જ્યારે તમારા શરીરમાં ગંદકી જમા થવા લાગે છે, તો તમારા માટે એ જરૂરી છે કે, તેને બહાર કાઢવાની એવી રીત અપનાવવી જોઈએ, જેનાથી કોઈ આડઅસર પણ ન થાય. તો આવો જાણીએ કે શરીરમાં ક્યાં કારણોથી ગંદકી જમા થાય છે – સ્થૂળતા, પેટની સમસ્યા,હાઈ બીપી કબજિયાત અને શરીરમાં સોજો. પેટમાં ગંદકી જમા થવા પાછળ આ બધા કારણો જવાબદાર હોય છે. પરંતુ અમે જે ઉપાય જણાવશું એ આ સમસ્યાઓમાં કારગર છે.
3) તજ અને મધનું પીણું : તજ અને મધ બંનેમાં ડીટોક્સિફાઈના ગુણ ઉપલબ્ધ હોય છે, જેથી તમારે આ બંનેથી બનેલા પીણાનું સેવન કરવું જોઈએ, જે શરીરમાંથી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. તજ બેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ ગુણોથી સમૃદ્ધ હોય છે, જે આપણા શરીરના આંતરડામાં આ છુપાયેલી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે તેના સિવાય મધ એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને જો તમે સવારમાં ખાલી પેટે આ ડ્રીંકનું સેવન કરો છો, તો તમારું પેટ ખુબ જ જલ્દી સાફ થાય છે.
4) ફુદીનો અને કાકડીનું પીણું : સવારમાં પેટ સાફ ન થવાની ફરિયાદ કરતા લોકોએ સવારમાં ખાલી પેટે ફુદીનો અને કાકડીથી બનેલા ડ્રીંકનું સેવન કરવું જોઈએ. જે તમને ખુલીને પેટ સાફ કરવામાં મદદ કરે છે. કાકડી પાણીનો ભંડાર છે જે તમને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે હેલ્ધી પણ રાખે છે. તેના સિવાય ફુદીનાના પાન એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર હોય છે, જે તમારા પેટને સાફ કરવાનું કામ કરે છે.
5) દહીં અને ઇસબગુલનો પાવડર : સવારમાં ખુલીને શૌચ ન કરવાવાળા લોકોએ સવારમાં ઉઠીને ખાલી પેટે દહીંમાં ઇસબગુલ મેળવીને સેવન કરવું જોઈએ. આ રીતથી ન માત્ર તમારું પેટ સાફ થશે પરંતુ તમને ખુલીને શૌચ કરવામાં પણ મદદ મળશે. દહીં પ્રોબાયોટિક ગુણોથી સમૃદ્ધ હોય છે અને ઈસબગુલમાં હાજર ગુણ તમારા આંતરડાને આરામ પહોંચાડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી