મિત્રો તમે હાલ શ્રાવણ માસ શરુ હોવાથી કદાચ દરરોજ શિવજીના મંદિરે દર્શન માટે જતા હશો. શિવના પ્રતિક રૂપે બીલીપત્ર, રુદ્રાક્ષ વગેરે માનવામાં આવે છે. લોકો રુદ્રાક્ષને ગળામાં પણ ધારણ કરે છે. જો કે રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. એક મુખી, બે મુખી, ત્રિમુખી, ચાર મુખી, પાંચ મુખી. પણ જ્યોતિષ અનુસાર લોકોએ પોતાના ગ્રહો અનુસાર તેમજ રાશી અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ.
આથી જો તમે તે મુજબ રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમને ઈચ્છા મુજબ ફળ મળે છે. તેમજ તેનો યોગ્ય લાભ મળે છે. પરંતુ જયારે આ રુદ્રાક્ષ તૂટે ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. ચાલો તો આ સમયે શું કરવું જોઈએ તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
શિવજીને આરાધ્ય માનનારા ઘણા લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ હાથમાં બ્રેસલેટ અથવા ગળામાં માળાના રૂપમાં પહેરવામાં આવે છે. રુદ્રાક્ષને શિવજીનું પ્રતિક ગણવામાં આવે છે. માન્યતા છે કે, જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે, તેને શિવજીની કૃપા મળે છે અને તે ખરાબ સમયથી, નકારાત્મક વિચારોથી બચી શકાય છે. ધ્યાન રહે ક્યારેય પણ તૂટેલા અથવા ખરાબ રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિશાચાર્ય કહેવા મુજબ, રુદ્રાક્ષની ઉત્પતિ શિવજીના આંસુઓથી થઈ છે. એવું કહેવામાં આવે છે કે, એક વખત શિવજી ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન મુદ્રામાં જ શિવજીની આંખમાંથી આંસુ પડ્યા. જેવા તે આંસુ ધરતી પર પડ્યા ત્યાં, રુદ્રાક્ષના વૃક્ષ ઊગી નીકળ્યા. આ કથાના કારણે રુદ્રાક્ષને શિવજીનું પ્રતિક ગણવામાં આવે છે.
રુદ્રાક્ષથી જોડાયેલ ખાસ વાતો : રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધીના હોય છે. દરેક રુદ્રાક્ષનું મહત્વ અલગ અલગ હોય છે. અલગ-અલગ ઇચ્છાઓ માટે અલગ-અલગ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે.
આકારના હિસાબથી જોવામાં આવે તો, રુદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે. રુદ્રાક્ષનો પહેલો આકાર હોય છે આમળા જેવો. બીજો પ્રકાર છે બોર જેવા આકારના રુદ્રાક્ષ અને ત્રીજો પ્રકાર છે ચણાના દાણા જેવા આકાર વાળો રુદ્રાક્ષ. ભક્ત પોતાની સુવિધા અનુસાર પોતાના મનપસંદ આકારના રુદ્રાક્ષ ધારણ કરે છે.
રુદ્રાક્ષ પહેરવો હોય તો આ ત્રણ નિયમોનું પાલન કરવું : 1 ) જે લોકો રુદ્રાક્ષ પહેરે છે, તેમણે માંસાહારથી બચવું જોઈએ. 2 ) ઘર-પરિવારમાં ગંદકી ન રાખવી. 3 ) સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.
તેમજ ક્યારેય પણ ભગવાનનું કે ભગવાનના પ્રસાદનું અપમાન ન કરવું, ઘર-પરિવારમાં અને સમાજમાં બધા મોટા લોકોનું સમ્માન કરવું, માતા-પિતાની સેવા કરવી, નશાથી દૂર રહેવું, વિચારોમાં સકારાત્મકતા રાખવી. જો રુદ્રાક્ષ પહેરો છો અને આ વાતોનુ ધ્યાન ન રાખો તો, રુદ્રાક્ષથી શુભ ફળ મળી શકતા નથી.
કેવી રીતે ન પહેરવો જોઈએ રુદ્રાક્ષ : 1 ) અમુક જીવાત રુદ્રાક્ષને ખરાબ કરે છે, અમુક તૂટી જાય છે, ખંડિત થઈ જાય છે, ક્યારેક ક્યારેક રુદ્રાક્ષમાં ખોટા કાણાં પણ પડી જાય છે, એવા રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ.
2 ) એવા રુદ્રાક્ષ પહેરવા જે આખા ગોળ હોય, જેમાં દાણા સરખી રીતે ઊપસેલા દેખાય, જે રુદ્રાક્ષમાં પ્રાકૃતિક રૂપથી બનેલા દોરો પરોવવા માટેનું કાણું હોય, તે સૌથી સારો રહે છે, એવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.
પહેરતા પહેલા : રુદ્રાક્ષ પહેરતા પહેલા શિવલિંગની સાથે જ રુદ્રાક્ષનો અભિષેક અને પૂજન કરવું જોઈએ. રુદ્રાક્ષ પહેર્યા પછી પવિત્રતાનું ધ્યાન ગંભીરતાથી રાખવું જોઈએ. આમ રુદ્રાક્ષ પહેરવા માટે કેટલાક નિયમો છે, જેનું તમારે પાલન કરવું જોઈએ. આ રુદ્રાક્ષ પવિત્રતાનું પ્રતિક છે, આથી તમારે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમે તેનો લાભ લઈ શકતા નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી