વર્ષો જુનો કમર અને પીઠનો દુખાવો મટાડો કોઈ પણ દવા કે ડોક્ટર વગર જ, એક વાર અજમાવો આ ઉપાય મળી જશે કાયમ માટે રાહત…

આજના સમયમાં દરેક લોકોને નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી કમરના દુખાવાની તકલીફ રહે છે. આ સમયે તમે ડોકટરે આપેલ દવાઓનું સેવન કરીને દુખાવાથી રાહત મેળવી લો છો. પરંતુ આ સિવાય પણ ડોક્ટર તમને કેટલાક ઘરેલું ઉપાયો જણાવે છે જેના દ્વારા તમે કમરના દુખાવાથી રાહત મેળવી શકો છો.

આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. કોઈને ભારે સામાન ઉપાડવાને કારણે તો કોઈને ખોટી રીતે સુવાના કારણે કમરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો તમને પણ કમરમાં દુખાવો થતો હોય તો, આ લેખમાં જણાવેલા ઘરેલું ઉપાયો અજમાવો.

પીઠનો દુખાવો અથવા બેકના દુખાવો સૌથી સામાન્ય શારીરિક બીમારીઓમાંથી એક છે. ભારતમાં પીઠના નીચલા ભાગમાં દુખાવાની ઘટના પણ ચિંતાજનક છે. કારણ કે ભારતમાં લગભગ 60 ટકા લોકો પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક પીઠના નીચલા ભાગમાં દુખાવાથી પીડિત હોય છે. હોય શકે છે કે, ઘરની સફાઈ કરતાં સમયે અથવા કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતાં સમયે પીઠમાં ઝટકો લાગી ગયો હોય અથવા તો, સંધિવા જેવી કોઈ જૂની સ્થિતિના કારણે પીઠનો દુખાવો થઈ રહ્યો હોય. ક્યારેક ક્યારેક આ દુખાવો અસહનીય થઈ જાય છે. લાંબા સમયથી ચાલી રહેલા દુખાવા માટે ડોક્ટરને દેખાડવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત હળવો કમરનો દુખાવો તમે ઘરે પણ સરખો કરી શકો છો.

વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સેંટ લુઈસમાં ન્યૂરોલોજિકલ સર્જરી ડિપાર્ટમેન્ટ માટે રીઢ સર્જરીના હેડ વિલ્સન રે કહે છે કે, ઘરેલું ઉપચાર પીઠના દુખાવાના ઈલાજ માટે સારો ઉપાય છે. તેમાં તમે દવાઓના સેવનથી બચી શકો છો અને ઈલાજમાં વધારે પૈસા પણ ખર્ચ થતા નથી. જો તમને પણ કમરનો દુખાવો થતો હોય તો તમે નીચે જણાવેલા ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

1 ) ચાલતા રહો : ચાલવું એ આપણા સમગ્ર શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે. વિલ્સન રે મુજબ અલગ-અલગ પ્રકારના પીઠના દુખાવા વાળા દર્દીઓમાં એક સામાન્ય ગેરસમજ એ છે કે, તેઓ એક્ટિવ નથી ચાલી શકતા. પરંતુ જો તમે એક્ટિવિટી જાળવી રાખો છો અથવા ચાલતા રહો છો તો, પીઠના દુખાવાને ઓછો કરવામાં મદદ મળી શકે છે. જેને પીઠનો દુખાવો હોય તેમણે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વોક કરવું જોઈએ.

એટલાંટામાં એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં આર્થોપેડિકના આસિસ્ટન્ટ પ્રોફેસર, MD ડો. સલમાની હેમાની મુજબ, જો કોઈ એક્ટિવ રહેતું નથી તો તેની પીઠની આસપાસના હાડકાં નબળા પડી જાય છે. માટે કમરનો દુખાવો થાય ત્યારે પણ ચાલી શકો છો.

2 ) સ્ટ્રેચિંગ અને સ્ટ્રેંથ એકસરસાઈઝ : પેટના કોર મસલ્સ પીઠને સહારો આપવામાં મદદ કરે છે. તાકાત અને લચીલાપણાને કારણે તમારો દુખાવો દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદ કરી શકે છે. માટે જ સ્ટ્રેચિંગ અને પીઠને મજબૂત કરનારી એકસરસાઈઝ ન ભૂલવી. તે તમારી માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

3 ) સાચું પોશ્ચર રાખવું : સાચુ પોશ્ચર તમારી પીઠના નીચેના ભાગમાં દબાણને ઓછું કરે છે. જો તમારી પીઠમાં દુખાવો હોય તો, તમે તમારી પીઠના હાડકાંને અલાઈમેંટમાં રાખવા માટે ટેપ, સ્ટ્રેપ્સ અથવા સ્ટ્રેચી બૈંડ્સનો ઉપયોગ કરી શકો છો. પોતાના ખભાને જુકવશો નહીં. આમ કરવાથી લોવર બેક પર વધારે લોડ પડે છે.

જો તમે સ્ક્રીન પર કામ કરતાં હોય તો, તમારા હાથને ટેબલ કે ડેસ્ક પર સમાન રૂપથી રાખવા. અને તમારી આંખોને સ્ક્રીનની ઉપરના ભાગમાં રાખવી નહીં કે માઠી જુકાવીને નીચે તરફ રાખવું. જેથી તમને ખોટી રીતે સુવાથી થતો દુખાવો માટે છે.

4 ) વજન મેન્ટેન : જો કોઈનો વજન વધારે હોય તો, સામાન્ય વાત છે કે, તેમની પીઠમાં દુખાવો થશે. કમરના દુખાવાથી બચવા માટે વજન ઘટાડવું જેથી, પીઠના નીચેના ભાગમાં દબાણ ઓછું થઈ શકે. જો તમને વજન ઘટાડવા માટે મદદની જરૂર હોય તો, કોઈ ફિટનેસ ટ્રેનરની મદદ લઈ શકો છો. આમ, વજન મેન્ટેન કરીને પણ તમે તમારા પીઠનો કે કમરનો દુખાવો મટાડી શકો છો.

5 ) ધૂમ્રપાન : રિસર્ચ પરથી ખબર પડે છે કે, જો તમે ધૂમ્રપાન કરો છો તો, તમને ગૈર ધૂમ્રપાન કરનારાઓની તુલનાએ દુખાવો થવાની સંભાવના વધારે રહેલી છે. સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદનોમાં નિકોટિન તમારી પીઠના હાડકાંને નબળા પાડી શકે છે અને સ્પંજી ડિસ્કના મહત્વપૂર્ણ પોષકતત્વો કાઢી શકો છો. જો તમારા સાંધાને કુશન કરી શકો છો. માટે સ્મોકિંગ છોડવું પણ જરૂરી છે. આમ ધૂમ્રપાન છોડીને પણ તમે તમારો દુખાવો ઓછો કરી શકો છો.

6 ) બરફનો શેક : પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે બરફનો શેક કરવો સારી રીત હોય શકે છે. જો તમારી પીઠ સોજા કે દુખાવાથી પરેશાન હોય તો, સામાન્ય રીતે બરફ સૌથી વધારે રાહત આપી શકે છે. જો તમે કઠોર અથવા તંગ માંસપેશીઓને આરામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો એક હીટિંગ પેડ સારું હોય શકે છે. તે માટે 20 મિનિટ સુધી આઇસિંગ કરવું સૌથી સારો ઉપાય થઈ શકે છે. આમ બરફના શેકથી પણ પીઠ કે કમરના દુખાવામાં આરાહત મેળવી શકાય છે.

આમ જણાવેલા ઘરેલુ ઉપાયોની મદદથી તમે કમરના કે પીઠના દુખાવાથી રાહત મેળવી શકો છો. તમારે દવાખાને જવાની કે દવાઓના સેવનની જરૂર નથી. આ પ્રકારના ઘરેલુ ઉપાયોથી તમે સરળતાથી તમારો દુખાવો મટાડી શકો છો. સાથે ફિઝિકલ એક્ટિવિટી તેમજ એકસરસાઈઝ પણ તમારો દુખાવો મટાડવામાં મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment