આજે તમે બજારમાં જયારે લીંબુનો ભાવ પૂછો તો આંખ પહોળી થઈ જાય છે. દિવસે દિવસે લીંબુના ભાવમાં વધારો થતો જાય છે. આ ઉપરાંત પૈસા દેતા પણ તમને રસ વાળા લીંબુ નથી મળતા. ત્યારે તમે લીંબુના અથવામાં અન્ય વસ્તુઓ જેવી કે આંબલી, કોકમ અથવા તો લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તમે લીંબુની છાલનો ઉપયોગ કરીને પણ તમારા પૈસા વસુલ કરી શકો છો. તો ચાલો જાણીએ કંઈ રીતે લીંબુની છાલનો ઉપયોગ કરી શકીએ.
બજારમાં ઝડપથી વધતી લીંબુની કિંમતે બધાના હોશ ઉડાડીને રાખ્યા છે. જેના કારણે લોકોએ લીંબુ ખરીદતા પહેલા એક વખત વિચારવું પડે છે. જો લીંબુ ખરીદી લીધા તો પૈસા વસૂલ કરવા માટે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ, કેવું રહેશે જો, લીંબુની સાથે સાથે લીંબુની છાલનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તમે લીંબુનો છાલનો પણ તમારી રસોઈના ઉપયોગ કરી શકો છો.
વાસ્તવમાં લીંબુનો ઉપયોગ કર્યા પછી લીંબુનો ઉપયોગ કર્યા બાદ, અમે સામાન્ય રીતે લીંબુની છાલને બેકાર સમજીને ફેંકી દો છો. જ્યારે વિટામિન સી અને સિટ્રિક એસિડથી ભરપૂર આ છાલને ઘણી વસ્તુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જણાવી દઈએ કે, લીંબુની છાલને ઉપયોગ કરવાની આ ટિપ્સને ફોલો કર્યા બાદ, તમે લીંબુના ફૂલ પૈસા વસૂલ કરી શકો છો. તો આવો જાણીએ કે લીંબુની છાલને તેનો ઉપયોગ કરવાની રીત વિશે.
વોશ બેસિન સાફ કરવા : લીંબુની છાલમાં સાઈટ્રિક એસિડ હોવાથી તમે તેનાથી ઘણી વસ્તુઓ સાફ કરવામાં ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે તમારી વોશ બેસિન સાફ કરવા લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. બાથરૂમમાં રહેલ વોશ બેસિન સામાન્ય રીતે સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટના ડાઘથી ગંદી થઈ જતી હોય છે. તેવામાં તમે રસવાળા લીંબુના છાલને વોશ બેસિન પર રગડી શકો છો. પાંચ મિનીટ સુધી બેસિન પર લીંબુની છાલ રગડયા પછી સાફ પાણીથી ધોઈ લેવું. તમે જોશો કે, બેસિન બિલ્કુલ એકદમ ક્લિક થઈ જશે.
ગટરના કિડા : જયારે ગટરમાં ગંદકી વધી જાય છે ત્યારે તેમાંથી વંદા, ઈયળ, મચ્છર વગેરે બહાર નીકળે છે. આ સમયે તમે ગટરના કિડાથી છુટકારો મેળવવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. ગટરના કિડા ખત્મ કરવા માટે 1 લિટર પાણીમાં 5 થી 7 લીંબુની છાલ ઉકાળી લેવી. હવે દિવસમાં 3 થી 4 વખત ગટર અને તેની આસપાસની જગ્યાએ આ પાણીથી સફાઈ કરવી. તેનાથી બધા જ કિડા ગાયબ થઈ જાય છે. સાથે જ લીંબુની છાલને ગટર પર રાખીને કિડાને બાથરૂમમાં આવતા સરળતાથી રોકી શકાય છે.
કાટ દૂર કરવા : કોઈ પણ વસ્તુ પર જામેલ કાટ દુર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. ઘણી વખત બાથરૂમમાં નળ અને શાવરમાં કાટ લાગી જાય છે. તેવામાં તેના પર 2 ચપટી મીઠું છાંટીને લીંબુની છાલ રગડવાથી કાટ સરળતાથી દૂર કરી શકાય છે. તમારો નળ કે શાવર એકદમ નવા જેવો થઈ જાય છે.
ટાઈલ્સ : ઘરમાં ટાઈલ્સની ચમક માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. સાબુ અને ગંદુ પાણી પડવાથી બાથરૂમની ટાઇલ્સનો રંગ ફિક્કો પાડવા લાગે છે. તેવામાં તમે 1 લિટર પાણીમાં 4 થી 5 લીંબુની છાલને ઉકાળી લો. હવે તેમાં બેકિંગ સોડા એડ કરો. ઠંડુ થાય એટલે પાણીને બાથરૂમની ટાઈલ્સને બ્રશથી રગડવાથી બધી જ ગંદકી દૂર થાય છે.
ડાઘા દૂર કરવા : બાથરૂમની દીવાલ અને કાંચ પર પાણીના છાંટાને સાફ કરવા માટે પણ લીંબુની છાલની મદદ લઈ શકો છો. લીંબુની છાલ રગડવાથી આ બધા ડાઘ સરળતાથી સાફ થઈ જશે. કોઈ પણ પ્રકારની સફાઈ માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી