શિયાળામાં આ હેલ્દી વસ્તુ ખાશો તો સાંધામાં જામેલું યુરિક એસિડ આવી જશે બહાર, અને થશે આવી આવી પીડાઓ… આ વસ્તુ તો ખાસ ન ખાતા…

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં અનેક તત્વો બનતા હોય છે અને ખત્મ થતા હોય છે. કેટલાક પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. પણ જયારે કોઈ ખરાબ તત્વ પેશાબ મારફતે બહાર નથી નીકળતા ત્યારે તેની અસર આપણા શરીર પર જોવા મળતી હોય છે. આવો જ એક પદાર્થ છે યુરિક એસીડ. જે સામાન્ય રીતે પેશાબ મારફતે બહાર નીકળે છે. પણ જયારે આ યુરિક એસીડ બહાર ન નીકળે તો તમને કીડનીને લગતી તકલીફ વધી શકે છે. 

યુરિક એસિડ શરીરમાં બનતું એક અપશિષ્ટ પદાર્થ હોય છે. તે સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે શરીર પ્યુરીન નામના પદાર્થનું પાચન કરે છે. પ્યુરીન શરીરમાં પ્રાકૃતિક રીતે જોવા મળતો પદાર્થ છે, પરંતુ તે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં પણ જોવા મળે છે. આમ તો યુરિક એસિડ પેશાબ સાથે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે કિડની તેને બહાર કાઢી શકતી નથી ત્યારે, તેનું લેવલ વધવા લાગે છે અને પછી ગાઉટ, કિડનીની પથરી સહિતની સમસ્યાઓ શરૂ થઈ શકે છે. યુરિક એસિડથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુ મુસીબત બની જાય છે કારણ કે ઠંડીમાં દુખાવો, જકડાઈ જવું અને કઠોરતા જેવા યુરિક એસિડના લક્ષણ ગંભીર રૂપ લઈ લે છે. યુરિક એસિડને ઘટાડવા માટેના ઉપાયો ક્યાં છે? શિયાળાની ઋતુમાં તમારે ખાણી પીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણા એવા ખાદ્ય પદાર્થો છે, જે સમસ્યાને વધારે છે જ્યારે ઘણા તમને આરામ આપી શકે છે અને તમારે તેનાથી દૂર રહેવાની જરૂર છે. આહાર માંથી અમુક ખાદ્ય પદાર્થોથી દૂર રહીને તેના લક્ષણોને ઘટાડી શકાય છે. આ દરમિયાન અમુક રાહત પ્રદાન કરવામાં મદદ મળી શકે છે. 

યુરિક એસિડ વધવાના નુકસાન:- શરીરમાં યુરિક એસિડ વધવાનું સૌથી મોટું જોખમ ગાઉટના રૂપમાં પ્રગટ થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં યુરિક એસિડ સાંધાની આસપાસ જમા થઈ જાય છે. તેમાં સંધિવાની જેમ ગંભીર દુખાવો થાય છે કારણ કે યુરિક એસિડથી નાના-નાના ક્રિસ્ટલનું રૂપ લઈ લે છે, જેનાથી સાંધાની આસપાસ કઠોરતા ઉત્પન્ન થઈ જાય છે. આ ક્રિસ્ટલ ઘણી વખત કિડની અને હ્રદય સુધી પહોંચી શકે છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર હોય શકે છે.1) મીઠા પીણાં પદાર્થો:- મીઠા પીણાં પદાર્થોમાં ફ્રૂક્ટોઝની માત્રા વધારે હોય છે. ફ્રૂક્ટોઝનું સૌથી મોટું નુકસાન એ છે કે તે ગાઉટનું જોખમ વધારે છે. શિયાળામાં ખાંડથી બનતા દરેક પીણાં પદાર્થોથી દૂર રહેવું. અમુક ફળોમાં પણ આ તત્વો હોય છે. જોકે ફલોમાટેની માત્રા ઓછી હોય છે.

2) બીયર કે દારૂ:- શિયાળામાં ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીમાં દારૂનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ. એનસીબીઆઇ પર પ્રકાશિત એક અધ્યયન મુજબ, દારૂમાં પ્યુરીનની માત્રા વધારે હોય છે. જો તમે સામાન્ય રીતે દારૂનું સેવન કરતા હોય તો યુરિક એસિડ વધવું નિશ્ચિત છે અને તેની સાથે-સાથે લક્ષણો પણ વધે છે. 

3) મીટ અને સિફૂડ:- જો તમે યુરિક એસિડથી પીડિત હોય કે તેનાથી બચવા માંગતા હોય તો, તમારે રેડ મીટ, ઓર્ગન મીટ, સિફૂડ જેવા પદાર્થો જેમકે, સાર્ડિન, એંકોવી, મેકેરલનું સેવન બંધ કે ઓછું કરવું જોઈએ કારણ કે તેમાં પ્યુરીનની માત્રા વધારે હોય છે. અઠવાડિયામાં એક વખત સીમિત રાખવું સૌથી સારું રહે છે. આ શાકભાજી પણ છે હાનિકારક:- શિયાળની ઋતુમાં અલગ-અલગ પ્રકારની શાકભાજી ખૂબ આવે છે પરંતુ તમારે બધા શાકભાજીના સેવનથી બચવું જોઈએ જો તમે યુરિક એસિડથી પીડિત હોય તો. એનએચઆઇની એક રિપોર્ટ મુજબ, શતાવરી, પાલક, ફુલાવર, મશરૂમ, લીલા વટાણા જેવા શાકભાજી પ્યુરીનથી ભરપૂર હોય છે. તે યુરિક એસિડનું લેવલ વધારી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment