આપણે જાણીએ છીએ કે મહિલાઓ અક્સર પોતાના ઘરખર્ચ માંથી નાની મોટી બચત કરતી હોય છે. અને સમય આવે તેનો ઉપયોગ કરે છે. પણ જો તમે પણ આવી કોઈ બચત કરતા હો અને તમે તેનાથી તમારી આવતી કાલ સેફ કરવા માંગતા હો તો થોડું ઘણું નાનું મોટું મેનેજમેન્ટ કરીને તે કરી શકો છો. જો તમે આ યોજના જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ. સામાન્ય રીતે ગૃહિણીઓ આખા મહિનાના ખર્ચા માંથી થોડી ઘણી રકમ બચાવે છે અને પછી બચાવેલા પૈસાને આમ જ કેશના રૂપમાં ભેગા કરે છે. જરૂરી છે કે આ બચતનું સરખું રોકાણ થાય.
જ્યાં ફાયદો નથી, ત્યાં રોકાણ શા માટે:- ગૃહિણીઓ બચતના નામે કીટી પાર્ટીના બહાને પણ પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. તે એક ગ્રુપ બનાવે છે. અને દર મહિને 2-5 હજાર રૂપિયા ભેગા કરે છે. 12 મહિનાના રોકાણ પર આ પૈસા તેમને સાંતા મળી જાય છે. પરંતુ તેમાં કોઈ ફાયદો થતો નથી. તમે કીટીના નામથી પૈસા અલગ રાખો કે ગલ્લામાં જ્યાં સુધી પૈસા વધશે નહીં ત્યાં સુધી તમે ફાઇનાન્સિયલ મજબૂતી કઈ રીતે મેળવશો. તે સિવાય આ જ પૈસા રેકરિંગ અકાઉન્ટમાં નાખો તો સારું રિટર્ન પણ મળે છે. તો તમારા પૈસાને વધવાની તક આપો. સોનામાં રોકાણ કરો, ઘરેણામાં નહીં:- ગૃહિણીઓની એક સારી ટેવ છે કે, તે સોનામાં રોકાણ કરે છે પરંતુ તે ફાયદાકારક નથી કારણ કે તેઓ ઘરેણામાં રોકાણ કરે છે. ઘરેણામાં સોનાની ગુણવત્તા, મેકિંગ ચાર્જિસ જેવી તમામ બાબતો હોય છે જે તેના મૂલ્યને ઘટાડી દે છે. માટે સોનાના સિક્કા કે બારમાં પૈસા લગાડો. નક્કી કરી લો કે તમે તમારા જન્મદિવસે કે લગ્ન દિવસે એક સોનાનો સિક્કો જરૂરથી ખરીદશો. તમારી બચતને અનુરૂપ 1 ગ્રામ, 5 કે જેટલું તમે ઇચ્છો તેટલા વજનના સિક્કા ખરીદવાનું શરૂ કરી દો. ધીરે ધીરે તેની સંખ્યા વધારવાનો પ્રયત્ન પણ કરવો.
માની લો, તમે 1000 રૂપિયા દર મહિને બચાવી શકો છો, તો 6 માહિનામાં એક ગ્રામનો એક સિક્કો ખરીદી શકો છો. અને વર્ષમાં બે સિક્કા. એટ્લે લગભગ 12 હજારની પૂંજી તમારી પાસે હશે. સોનાના ભાવ વધતાં જ રહેશે અને રી-સેલ કરો ત્યારે તે દિવસના સોનાના ભાવ મુજબ તમને પૈસા મળે છે. આ સારી આદતને અજમાવો. બસ એ ધ્યાન રાખવું કે, સિક્કો ત્યારે ખરીદવો જ્યારે સોનાના ભાવ ઓછા હોય. નાના રોકાણથી કરવી શરૂઆત:- જો તમે એક માહિનામાં 500 રૂપિયા પણ બચાવતા હોય તો સીસ્ટેમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કરી શકો છો. તે રોકાણ તરફ તમારું પહેલું પરંતુ મજબૂત પગલું હશે. તે માટે તમે તમારા બેન્કનો સંપર્ક કરી શકો છો. જેટલા લાંબા સમય માટે એસઆઇપીમાં રોકાણ કરશો તેટલું જ સારું રિટર્ન મળશે. તમે ઈચ્છો તો એક ઈન્વેસ્ટમેન્ટ લઘુ અવધિ માટે અને એક લાંબી અવધિ માટે કરી શકો છો. જેમકે 500 કે હજાર રૂપિયાની એક અવધિ પાંચ વર્ષ માટે લેવી અને બીજી એસઆઇપીને તમે મેચ્યોર થયા પછી આગળ વધારી લો. એસઆઇપી માટે બેન્કમાં તમારું બચત ખાતું હોવું જરૂરી છે. તમે દર મહિને જે બચત કરો તે બેંકમાં જમા કરતાં રહેવી.
ડાકઘર માસિક આવક યોજના:- આ મહિલાઓ માટે સૌથી સારા રોકાણના વિકલ્પો માંથી એક છે. કારણ કે સતત આવક સુનિશ્ચિત કરવાની રીત આપે છે. તેની અવધિ 1 થી 5 વર્ષ સુધી છે અને કોઈ પણ ઓછામાઓછા 1000 રૂપિયા અને વધુમાવધૂ 4.5 લાખ રુપિયાનું રોકાણ કરી શકે છે. આ યોજના મુજબ સંયુક્ત ખાતાધારક 9 લાખ રૂપિયા જમા કરી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી